Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમેરિકામાં ભારતીય શીખ પરિવારના 4 લોકોની અપહરણ બાદ હત્યા, આઠ મહિનાની બાળકીને...

    અમેરિકામાં ભારતીય શીખ પરિવારના 4 લોકોની અપહરણ બાદ હત્યા, આઠ મહિનાની બાળકીને પણ ન છોડી: એક સંદિગ્ધ પકડાયો 

    ઓફિસમાંથી જ ચારેયનું અપહરણ કરવામાં આવ્યું, સબૂત નષ્ટ કરવા માટે ટ્રક પણ સળગાવી દેવામાં આવી, ભારતીય પરિવારજનો રવાના.

    - Advertisement -

    અમેરિકાના કેલિફોર્નિયામાંથી જે પંજાબી પરિવારનું અપહરણ થયું હતું, તેમના મૃતદેહો મળી આવ્યા છે. જેમાં એક આઠ મહિનાની બાળકી પણ સામેલ છે. આ પરિવાર મૂળ પંજાબના હોશિયારપુર જિલ્લાનો રહેવાસી છે અને અમેરિકામાં તેમનો ટ્રાન્સપોર્ટનો વ્યવસાય હતો. શીખ પરિવારના અપહરણ અને હત્યા મામલે હાલ અમેરિકાની પોલીસ તપાસ કરી રહી છે.

    ગત 3 ઓક્ટોબરના રોજ આ ચારેયનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જેમાં 36 વર્ષીય જસદીપસિંહ, તેમની પત્ની જસલીન કૌર (27), તેમની આઠ મહિનાની પુત્રી આરોહી અને 39 વર્ષીય વ્યક્તિ અમનદીપસિંહ સામેલ છે. જે જસદીપસિંહનો ભાઈ હતો. 

    પોલીસને એક વાહનમાં આગ લાગી હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ તે વિશે તપાસ કરતાં તેનો માલિક અમનદીપ સિંહ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં જાણવા મળ્યું હતું કે, અમનદીપ, જસદીપ, તેની પત્ની અને આઠ મહિનાની પુત્રી ગાયબ છે. 

    - Advertisement -

    એક અહેવાલ અનુસાર, કિડનેપરોએ જસદીપ અને અમનદીપની ઓફિસમાંથી જ તેમનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ પરિજનોનું પણ બંદૂકની અણીએ ચારેયનું અપહરણ કરી લીધા બાદ ગાડી પણ તેમની જ ઉપયોગમાં લેવામાં આવી હતી. 

    હજુ સુધી શીખ પરિવારના અપહરણ અને હત્યા પાછળનો મકસદ જાણી શકાયો નથી. પોલીસે આ મામલે એક 48 વર્ષીય શખ્સની ધરપકડ કરી છે. જણાવાયું છે કે તેણે પોતે પણ આપઘાત કરવાના પ્રયાસો કર્યા હતા, હાલ તેની સ્થિતિ ગંભીર છે અને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. 

    પોલીસને મંગળવારે સવારે જાણકારી મળી હતી કે, મર્સ્ડ કાઉન્ટી સ્થિત એક એટીએમમાં પીડિતનો બેન્ક કાર્ડ વાપરવામાં આવ્યો હતો. તે પહેલાં પોલીસ અધિકારીઓને સોમવારે એક ગ્રામ્ય વિસ્તારમાં અમનદીપસિંહની ટ્રક સળગેલી હાલતમાં મળી હતી. જેથી અનુમાન છે કે અપહરણ કરનારે આગ લગાવીને સબૂતો નષ્ટ કરવાના પ્રયાસ કર્યા હતા. 

    પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કિડનેપિંગના સીસીટીવી ફૂટેજ પણ જારી કર્યા હતા. જેમાં જોવા મળે છે કે પરિવારનું બંદૂકની અણીએ અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અમનદીપ અને જસદીપ બને સવારે સાડા આઠના અરસામાં તેમની ઓફિસે આવ્યા હતા. ત્યારબાદ 9 વાગ્યે તેમને સંદિગ્ધ વ્યક્તિ સાથે બહાર વાતચીત કરતા જોઈ શકાય છે. ત્યારબાદ ત્રણેય અંદર આવે છે ત્યારે અપહરણકર્તા બંદૂક ધરી દે છે. ત્યારબાદ બંને ભાઈઓ હાથ બંધાયેલી સ્થિતિમાં બહાર આવતા દેખાય છે અને તેમની પાછળ કિડનેપર ચાલતો જોવા મળે છે. 

    તે બંનેનું અપહરણ કરીને ક્યાંક મૂકી આવ્યા બાદ ગાડી પરત આવી હતી અને જસલીન અને આરોહીનું પણ અપહરણ કરી લેવામાં આવ્યું હતું. હવે, ચારેય માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં