Friday, October 11, 2024
More
    હોમપેજદેશઅરુણાચલ પ્રદેશમાં સૈન્ય હેલિકોપ્ટર 'રુદ્ર' ક્રેશ: પાયલોટ સહિત 4 જવાનો વીરગતિ પામ્યા,...

    અરુણાચલ પ્રદેશમાં સૈન્ય હેલિકોપ્ટર ‘રુદ્ર’ ક્રેશ: પાયલોટ સહિત 4 જવાનો વીરગતિ પામ્યા, 5માની શોધખોળ ચાલુ

    - Advertisement -

    અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં શુક્રવારે લશ્કરી હેલિકોપ્ટર ‘રુદ્ર’ ક્રેશ થયું હતું. આ અકસ્માત ટુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે થયો હતો. જ્યાં આ અકસ્માત થયો તે વિસ્તાર રોડથી જોડાયેલ નથી. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર બપોર સુધીમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં વીરગતિ પામેલા ચાર જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. પાંચમા જવાનની હજુ પણ શોધખોળ ચાલુ છે. અરુણાચલ પ્રદેશમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશના સમાચારથી દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

    અહેવાલો અનુસાર અરુણાચલ પ્રદેશમાં સૈન્ય હેલિકોપ્ટર ‘રુદ્ર’ ક્રેશ થવાનો મોટો અકસ્માત થયો હતો. તુતિંગ હેડક્વાર્ટર પાસે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ત્રણ જવાનો વીરગતિ પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ ચાર મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એકની શોધ ચાલુ છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે.

    મળતી માહિતી મુજબ આ ઘટના અપર સિયાંગ જિલ્લાના તુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે બની હતી. સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું કે આ ઘટના શુક્રવારે સવારે લગભગ 10.40 વાગ્યે બની હતી. આર્મી એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) અપર સિયાંગ જિલ્લામાં ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરે લિકાબાલી વિસ્તારમાંથી ઉડાન ભરી હતી. રેસ્ક્યુ ટીમને અકસ્માત સ્થળે પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મોટી જહેમત કર્યા બાદ બચાવ કામગીરી શરૂ થઈ શકી હતી.

    - Advertisement -

    એમઆઈ-17 સહિત ત્રણ હેલિકોપ્ટર બચાવ કાર્યમાં

    દુર્ઘટના બાદ તાત્કાલિક રેસ્ક્યુ ટીમને બચાવ માટે સ્થળ પર મોકલવામાં આવી હતી. જો કે, જ્યાં અકસ્માત થયો હતો તે જગ્યા રોડથી જોડાયેલી નથી. શોધ અને બચાવ ટીમ લાંબા સમય બાદ ઘટનાસ્થળે પહોંચી હતી. સેનાના બે હળવા હેલિકોપ્ટર અને વાયુસેનાના એક Mi-17ને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે.

    કિરણ રીજ્જુએ ટ્વીટ કરી વિડીયો શેર કર્યો

    કાયદા મંત્રી કિરેન રિજિજુએ અકસ્માતનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અકસ્માત સ્થળે ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. રિજિજુએ લખ્યું હતું કે “અરુણાચલ પ્રદેશમાં ચિંતાજનક સમાચાર મળ્યા છે. અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં ભારતીય સેનાના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર ક્રેશ વિશે ખૂબ જ ચિંતાજનક સમાચાર પ્રાપ્ત થયા. મારી અંત:કરણથી પ્રાર્થના”

    ઉલ્લેખનીય છે કે રુદ્ર આર્મી એટેક હેલિકોપ્ટર છે. તે ભારતીય સેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવવામાં આવ્યું છે. તે લાઇટ પોલ હેલિકોપ્ટરનું વેપન સિસ્ટમ ઇન્ટીગ્રેટેડ (WSI) Mk-IV વર્ઝન છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં