Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસિયાચીન ખાતે વીરગતિ પામેલા જવાનનો પાર્થિવદેહ 38 વર્ષ બાદ મળ્યો: 1984માં ઓપરેશન...

    સિયાચીન ખાતે વીરગતિ પામેલા જવાનનો પાર્થિવદેહ 38 વર્ષ બાદ મળ્યો: 1984માં ઓપરેશન મેઘદૂત દરમિયાન દેશ માટે આપ્યું હતું પ્રાણોનું બલિદાન

    શાંતિ દેવીએ જ્યારે તેમના પતિ 38 વર્ષ પહેલા શહીદ થયા હતા, ત્યારે મૃતદેહ મેળવ્યા વિના જ રીત-રિવાજ સાથે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. હમણાં જ્યારે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે ત્યારે શહીદ ચંદ્રશેખરનું પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચ્યો હતો.

    - Advertisement -

    1984 માં, સિયાચીન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની અથડામણ દરમિયાન વીરગતિ પામેલા જવાનનો પાર્થિવદેહ 38 વર્ષ બાદ મળ્યો છે. 19 કુમાઉ રેજિમેન્ટના લાન્સ નાઈક ચંદ્રશેખર હર્બોલા બરફવર્ષામાં માર્યા ગયા હતા. તે તોફાનમાં 19 જવાનો શહીદ થયા હતા, જેમાંથી 14ના મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ પાંચના મૃતદેહ મળ્યા ન હતા.

    38 વર્ષ બાદ જ્યારે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે શહીદ ચંદ્રશેખરનો પાર્થિવ દેહ તેમના હલ્દવાની સ્થિત ઘરે પહોંચશે. ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડ અનુસાર, 29 મે 1984ના રોજ, ઓપરેશન મેઘદૂત હેઠળ કુમાઉ રેજિમેન્ટની એક ટુકડીને સિયાચીનના ગ્યોંગલા ગ્લેશિયરમાં તૈનાત કરવામાં આવી હતી. ચંદ્ર શેખર કુમાઉ રેજિમેન્ટની ટુકડીનો ભાગ હતા. તે જ સમયે ત્યાં આવેલા હિમપ્રપાતને કારણે ચંદ્ર શેખર ગુમ થઈ ગયા હતા. જ્યારે ચંદ્રશેખર શહીદ થયા ત્યારે તેમની ઉંમર 27 વર્ષની હતી અને તેમને 7 વર્ષની અને 4 વર્ષની બે દીકરીઓ હતી. આજે તેમની ઉંમર પણ 45 અને 42 વર્ષની છે.

    ANI ના અહેવાલ મુજબ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં જવાન ચંદ્રશેખર હર્બોલાના મૃતદેહની શોધની માહિતી રવિવારે કુમાઉ રેજિમેન્ટ રાનીખેતના સૈનિક ગ્રુપ સેન્ટર દ્વારા પરિવારના સભ્યોને આપવામાં આવી હતી. હેર્બોલાની સાથે અન્ય એક વીરગતિ પામેલા જવાનનો પાર્થિવદેહ મળી આવ્યો હોવાના અહેવાલ છે.

    - Advertisement -

    મળતી માહિતી મુજબ જ્યારે સિયાચીન ગ્લેશિયર પર બરફ પીગળવા લાગ્યો ત્યારે ખોવાયેલા સૈનિકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન, છેલ્લા પ્રયાસમાં, અન્ય સૈનિક, લાન્સ નાઈક ચંદ્રશેખર હર્બોલાનો પાર્થિવદેહ, શેષ ગ્લેશિયર પરના જૂના બંકરમાં મળી આવ્યો હતો. સૈનિકને ઓળખવામાં તેની ડિસ્કે ઘણી મદદ કરી. તેના પર આર્મી નંબર (4164584) લખવામાં આવ્યો હતો. જેના દ્વારા દેહ નાઈક ચંદ્રશેખર હર્બોલાનો હોવાની પુષ્ઠી થઈ હતી.

    અહેવાલો મુજબ શહીદ ચંદ્રશેખરની પત્ની શાંતિ દેવી હલ્દવાનીમાં પેડી મિલ પાસે સરસ્વતી વિહાર કોલોનીમાં રહે છે. જ્યારે તેમના પતિ 38 વર્ષ પહેલા શહીદ થયા હતા, ત્યારે તેમણે મૃતદેહ મેળવ્યા વિના જ રીત-રિવાજ સાથે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. મૃતદેહ ન મળવાને કારણે શાંતિ દેવી અને તેમની પુત્રીઓ તેમના અંતિમ દર્શન પણ કરી શકી ન હતી. હવે સેના તરફથી માહિતી આપવામાં આવી છે કે દીકરીઓ તેમના પિતાનો ચહેરો જોઈ શકશે.

    ઉલ્લેખનીય છે કે, 1984માં ઓપરેશન મેઘદૂત હેઠળ 19 કુમાઉ રેજિમેન્ટના સૈનિકોની ટુકડીને સિયાચીન સંદર્ભે ભારત અને પાકિસ્તાન મોકલવામાં આવી હતી, પરંતુ ચંદ્રશેખર હર્બોલા સહિત તમામ બરફના તોફાનના કારણે શહીદ થયા હતા. હમણાં જ્યારે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે ત્યારે શહીદ ચંદ્રશેખરનું પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં