Monday, April 29, 2024
More
    હોમપેજદુનિયા'અમે સ્વરક્ષણમાં લેવાયેલા પગલાંને સમજીએ છીએ': ઇરાને પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક...

    ‘અમે સ્વરક્ષણમાં લેવાયેલા પગલાંને સમજીએ છીએ’: ઇરાને પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક પર ભારતે આપ્યું આધિકારિક નિવેદન

    વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું કે, “આ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો મામલો છે. જ્યાં સુધી ભારતની વાત છે, આતંકવાદ પર અમારી ઝીરો ટોલરેન્સની નીતિ રહી છે."

    - Advertisement -

    ઇરાને પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાંઓ પર કાર્યવાહી કરતા એરસ્ટ્રાઇક કરી હતી, ત્યારે હવે આ મામલે ભારતે આ ઘટના વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે. દેશના વિદેશ મંત્રાલયે નિવેદન આપતા જણાવ્યું કે, અમેં માનીએ છીએ કે ઘણા દેશો આત્મરક્ષા માટે કાર્યવાહી કરતા હોય છે.

    માહિતી પ્રમાણે વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું કે, “આ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો મામલો છે. જ્યાં સુધી ભારતની વાત છે, આતંકવાદ પર અમારી ઝીરો ટોલરેન્સની નીતિ રહી છે. અમેં સમજીએ છીએ કે ઘણા દેશો પોતાની આત્મરક્ષા માટે આ પ્રકારની કાર્યવાહી કરતા હોય છે.” તેઓએ નિવેદન અંગેની માહિતી X પર શેર કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, મંગળવારે (18 જાન્યુઆરી 2024) ઈરાન દ્વારા પોતાની બોર્ડર પર અડીને આવેલા પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ અલ-અદલના બે ઠેકાણાંઓ પર આધુનિક મિસાઈલ અને ડ્રોન દ્વારા ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમ પછી હુમલાની પુષ્ટિ કરતા ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયને નિવેદન આપ્યું હતું કે, “અમે પાકિસ્તાનમાં રહેલા આતંકી સંગઠન પર હુમલો કર્યો છે. પરંતુ ત્યાંના કોઈ નાગરિકને નુકશાન પહોચાડ્યું નથી. પાકિસ્તાનમાં જૈસ અલ-અદલ નામનું ઈરાની આતંકી સંગઠન છે. અમે તેમનાં પર કાર્યવાહી કરી છે. ”

    - Advertisement -

    હુમલાની ઘટના બાદ પાકિસ્તાને પ્રતિક્રિયા આપતા ઈરાન સ્થિત તેહરાનમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા અને ઇસ્લામાબાદ સ્થિત ઈરાનના રાજદૂતને પણ ઈરાન પરત મોકલી દીધા હતા. અહેવાલો મુજબ હુમલા બાબતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, “ઈરાન તરફથી કરવામાં આવેલા હુમલો પાકિસ્તાનની સંપ્રભુતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. આ આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના ઉદ્દેશ્યોનું પણ ઉલ્લંઘન છે. આ ગેરકાયદેસર કાર્યવાહી સ્વીકાર્ય નથી. પાકિસ્તાનને આ પ્રકારના હુમલાનો જવાબ આપવાનો હક છે અને હવેના પરિણામોની સંપૂર્ણ જવાબદારી ઈરાનની રહેશે.”

    નોંધનીય છે કે, આ ઘટના તેવા સમયે બની રહી છે, જ્યારે તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રીએ ઈરાનની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં સોમવારે (15 જાન્યુઆરી) ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહ્યાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ચાબહાર પોર્ટ અને સમુદ્રમાં જહાજો પર થઈ રહેલા હુમલા અંગે વાતચીત કરવામાં આવી હતી. આ બેઠકમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમે ભારત અને ઈરાન વચ્ચે થયેલા કરારોને લાગુ કરવા અને તેને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં