Monday, November 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'નામ બદલવાથી વાસ્તવિકતા નહી બદલાય': અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલવા પર...

    ‘નામ બદલવાથી વાસ્તવિકતા નહી બદલાય’: અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલવા પર ચીનને ભારતનો જડબાતોડ જવાબ, કહ્યું- ‘અરુણાચલ ભારતનું અભિન્ન અંગ’

    ચીની મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નવા નામ અધિકારીક રીતે જાહેર કર્યા હતા. જેમાં 2 ભૂમિ ક્ષેત્રો, 2 આદિવાસીય ક્ષેત્રો, 5 પર્વતીય ચોટીઓ, અને 2 નદીનો સમાવેશ કરવામાં આવ્યો છે

    - Advertisement -

    ચીને અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલતા ભારતની તીખી પ્રતિક્રિયા સામે આવી હતી. ચીન દ્વારા પુનઃ નામકરણ પર ભારત દ્વારા કહેવામાં આવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. પોતાના એક નિવેદનમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ બાબતે કહ્યું હતું કે, ” અમને આ બાબતની જાણકારી મળી છે. આ પ્રથમ વાર નથી કે ચીને આવું કોઈ કૃત્ય કર્યું હોય, આ તેનું મનઘડંત કૃત્ય છે, ભારત તેનું જડમૂળમાંથી ખંડન કરે છે. અરુણાચલ ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે. નામ બદલવાથી આ વાસ્તવિકતા બદલાઈ નથી જવાની.”

    અહેવાલો અનુસાર ચીને અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલ્યા હોવાની માહિતી ચીની કમ્યુનિસ્ટ સરકાર દ્વારા સંચાલિત ‘ગ્લોબલ ટાઈમ્સ’ દ્વારા એક અહેવાલ છાપીને આપવામાં આવી હતી. જે મુજબ મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નવા નામ અધિકારીક રીતે જાહેર કર્યા હતા. જેમાં 2 ભૂમિ ક્ષેત્રો, 2 આદિવાસીય ક્ષેત્રો, 5 પર્વતીય ચોટીઓ, અને 2 નદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સતાનોના નામ અને તેના અધીનસ્થ પ્ર્શાશ્નીક જીલ્લાઓની શ્રેણી પણ સૂચીબદ્ધ કરવામાં આવી છે. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં ભૌગોલિક નામોની આ ત્રીજી સૂચી છે. પ્રથમ સૂચી વર્ષ 2017માં જાહેર કરવામાં આવી હતી.

    ત્રણ ભાષામાં નવા નામોની સૂચી જાહેર કરી

    ચીને તમામ નવા નામોની સૂચી ત્રણ ભાષામાં જાહેર કરી છે, જેમાં ચીની, તિબ્બતી અને પિનીયં ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશ માટે જાહેર કરવામાં આવેલા જે 11 સ્થળોના નામો જાહેર થયા, તે સ્ટેટ કાઉન્સિલ અને ચીનની કેબીનેટ દ્વારા જાહેર કરવામાં આવેલા ભૌગોલિક નામોના નિયમો અનુસાર તે તિબ્બતનો દક્ષિણી ભાગ જંગનાન હોવાનું દર્શાવે છે. જયારે આ તમામ સ્થળો ભારતીય રાજ્ય અરુણાચલનું અભિન્ન અંગ છે.

    - Advertisement -

    આ પહેલા 2017માં પ્રથમ વાર ચીને જાહેર કરી હતી નામોની સૂચી

    નોંધનીય છે કે “ધ ગ્લોબલ ટાઇમ્સ” ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેઇલી ગ્રૂપના પ્રકાશનોનો એક ભાગ છે. તેમાં ચીની નિષ્ણાતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ નવા નામોની જાહેરાત એક કાયદેસરનું પગલું છે અને ભૌગોલિક નામોને માનક બનાવવાનો ચીનને સાર્વભૌમ અધિકાર છે.

    તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાની અરુણાચલ પ્રદેશની મુલાકાત બાદ ચીન દ્વારા 2017 માં નામોની પ્રથમ સૂચિ જાહેર કરવામાં આવી હતી. ચીને તેમની આ મુલાકાતની ઘણી ટીકા કરી હતી. દલાઈ લામા અરુણાચલ પ્રદેશના તવાંગ થઈને તિબેટથી ભાગીને આવ્યાં હતા અને 1950 માં તિબેટ પર ચીનના લશ્કરી નિયંત્રણ પછી 1959 માં ભારતમાં આશ્રય લીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં