Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશઅંતરિક્ષ ક્ષેત્રે વધુ એક વિક્રમ સર્જશે ભારત, મોકલશે પોતાનું સ્પેસ સ્ટેશન: ISRO...

    અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક વિક્રમ સર્જશે ભારત, મોકલશે પોતાનું સ્પેસ સ્ટેશન: ISRO ચીફે જણાવ્યું ક્યારે થઈ શકશે સપનું સાકાર

    સ્પેસ એજન્સી ચીફ એસ સોમનાથે એક ખાસ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ISRO તેનું પ્રથમ સ્પેસ સ્ટેશન 2035માં તરતું મૂકે તેવું આયોજન થઈ રહ્યું છે. તેમજ આ ભારેભરખમ વૈજ્ઞાનિક ઉપકરણો સાથે પૃથ્વીની ભ્રમણકક્ષા સુધી જઈ શકે તેવું રિયુઝેબલ રોકેટ વિકસાવવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    અંતરિક્ષ ક્ષેત્રે ભારત સતત આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન-3ની ભવ્ય સફળતા બાદ દેશભરમાં એક નવો જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવો જ ઉત્સાહ ISROના વૈજ્ઞાનિકોમાં પણ જોવા મળી રહ્યો છે. કારણ કે ISROના વૈજ્ઞાનિકો હવે ભારતના પ્રથમ સ્પેસ સ્ટેશન માટે કામ કરી રહ્યા છે. ભારત 2035 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન અવકાશમાં તરતું મૂકવાનું વિચારી રહ્યું છે. આ માટે ઇન્ડિયન સ્પેસ રિસર્સ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ઉદ્યોગ જગત સામે પોતાનો એક પ્લાન પણ રજૂ કર્યો છે. ISROએ ભારે ભરખમ પેલોડને કક્ષામાં સ્થાપિત કરવા સક્ષમ અને ફરીવાર ઉપયોગ થઈ શકવા યોગ્ય રોકેટ બનાવવા માટે ઉદ્યોગ જગત સામે પ્રસ્તાવ રાખ્યો છે. તેથી ઈન્ડસ્ટ્રી ISRO સાથે પાર્ટનરશિપ કરી શકે.

    આવા રોકેટને નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ (NGLV) કહેવામાં આવે છે. ISROના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે સ્પેસ એજન્સી રોકેટના ડિઝાઇન પર કામ કરી રહી છે અને તે ઈચ્છે છે કે ઈન્ડસ્ટ્રી તેના વિકાસમાં ISRO સાથે ભાગીદારી કરે. ISROના અધ્યક્ષ એસ સોમનાથે વધુમાં કહ્યું કે કે, “અમારો પ્રયાસ છે કે અમે વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગ જગતને સાથે લાવીએ. આપણે બધા પૈસાનું રોકાણ કરવાની જરૂર નથી. અમે ઈચ્છીએ છીએ કે આપણાં સૌ માટે આ રોકેટ નિર્માણમાં ઇન્ડસ્ટ્રી રોકાણ કરે.”

    2035 સુધીમાં સ્પેસ સ્ટેશન બનાવવાની યોજના

    એસ સોમનાથે એક ખાસ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ISRO તેનું પ્રથમ સ્પેસ સ્ટેશન 2035માં તરતું મૂકે તેવું આયોજન થઈ રહ્યું છે. તેમજ આ ભારેભરખમ વૈજ્ઞાનિક ઉપકરણો સાથે પૃથ્વીની ભ્રમણકક્ષા સુધી જઈ શકે તેવું રિયુઝેબલ રોકેટ વિકસાવવામાં આવી રહ્યું છે. ISRO તેનું પ્રથમ સ્પેસ સ્ટેશન 2035માં તરતું મૂકશે તો ભારત અમેરિકા, સોવિયેત રશિયા, જાપાન, ચીન વગેરે જેવા બહુ થોડા દેશોમાં સામેલ થઈ જશે.

    - Advertisement -

    એસ. સોમનાથે એવી માહિતી પણ આપી હતી કે અમે લગભગ એકાદ વરસમાં એન.જી.એલ.વી. રોકેટની આધુનિક ડિઝાઇન બનાવી શકીએ તે રીતે તૈયારી કરી રહ્યા છીએ. ઇસરોનું આ ભાવિ રોકેટ ત્રણ હિસ્સા ધરાવતું હશે. તે ભાવિ રાકેટમાં મિથેન અને પ્રવાહી ઓક્સિજન અથવા કેરોસીન અને પ્રવાહી ઓક્સિજનનું બળતણ હશે. વળી, આ ભાવિ રોકેટ ૧૦ ટન વજનનાં વૈજ્ઞાાનિક ઉપકરણો લઇને છેક જીઓસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ(જીટીઓ) સુધી જઈ શકે અથવા 20 ટનનાં વૈજ્ઞાાનિક ઉપકરણો લઇને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા (લો અર્થ ઓર્બિટ) સુધી જઈ શકે તેટલી ક્ષમતાવાળું હશે.

    હાલ અવકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ભ્રમણ કરી રહ્યું છે, જે અમેરિકા, રશિયા, જાપાન, યુરોપ અને કેનેડા વગેરે દેશોએ મળીને બનાવ્યું હતું. ISS 1998માં લૉન્ચ કરવામાં આવ્યું હતું, જે હજુ પણ પૃથ્વીથી 400 કિલોમીટર દૂર રહીને ભ્રમણ કરે છે. તેમાં વૈજ્ઞાનિકો રહીને અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા હોય છે. ભારત પણ આ પ્રકારનું આધુનિક સ્પેસ સ્ટેશન બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં