Monday, October 7, 2024
More
    હોમપેજદેશદેશનો સૌથી મોટો લક્ઝરી મોલ 'Jio World Plaza' ખુલ્લો મુકાયો: જાણો શું...

    દેશનો સૌથી મોટો લક્ઝરી મોલ ‘Jio World Plaza’ ખુલ્લો મુકાયો: જાણો શું છે તેની ખાસિયતો અને કઈ કઈ બ્રાન્ડ હશે સામેલ

    Valentino, Tory Burch, YSL, Versace, Tiffany, Laduree અને Pottery Barn જેવી બ્રાન્ડ્સ મુંબઈમાં આ મોલમાં તેમના પ્રથમ સ્ટોર ખોલશે. આ સિવાય લુઈસ વિટન, ગુચી, કાર્ટિયર, બેઈલી, જ્યોર્જિયો અરમાની, ડાયર અને બુલ્ગારીનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    દેશનો સૌથી મોટો અને લક્ઝરી મોલ ‘Jio World Plaza’ 1 નવેમ્બરથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો આ મોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ મોલમાં ઘણી ખાસિયતો જોવા મળી રહી છે. એ ઉપરાંત દુનિયાની શ્રેષ્ઠ બ્રાન્ડ આ મોલમાં જોવા મળશે. 31 ઓક્ટોબરે ‘જિયો વર્લ્ડ પ્લાઝા’ મોલનું મુંબઈ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મોલના ઉદ્ઘાટન સમયે યોજાયેલા રેડ કાર્પેટ ઈવેન્ટમાં મુકેશ અંબાણી સહિત અન્ય ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    મુંબઈ શહેરના બાંદ્રા કુર્લા કોમ્પ્લેકસ (BKS)માં આવેલો આ જિયો વર્લ્ડ પ્લાઝા મોલ 7.50 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. આ મોલ દેખાવમાં તો લક્ઝુરિયસ હશે જ પરંતુ અહી ઉપલબ્ધ વસ્તુઓ પણ એકદમ લક્ઝુરિયસ હશે. આ મોલમાં ગ્રાહકોની સુવિધાઓને ધ્યાને રાખીને વિશેષ સેવાઓ પણ આપવામાં આવી છે. શોપિંગ સેન્ટરથી લઈને ફૂડ પ્લાઝા સુધીની તમામ સુવિધાઓ આ મોલમાં મળી શકશે. આ મોલનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું. જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી સહિતનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. તે સિવાય બોલીવુડના ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

    મોલનો હેતુ દુનિયાની ટોપ બ્રાન્ડ્સને ભારત લાવવાનો

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર ઈશા અંબાણીએ લોન્ચ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “જિયો વર્લ્ડ પ્લાઝાનો ઉદ્દેશ્ય વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ્સને ભારતમાં લાવવાનો છે. એ ઉપરાંત તેનો ઉદ્દેશ્ય ભારતના શિલ્પ કૌશલ્ય બ્રાન્ડ્સને હાઈલાઇટ કરવાનો છે.”

    - Advertisement -

    આ અવસર પર રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું, હતું કે “જિયો વર્લ્ડ પ્લાઝા માત્ર ભારતનો શ્રેષ્ઠ મોલ બનવા જઈ રહ્યો નથી, પરંતુ મને આશા છે કે તે વિશ્વનો શ્રેષ્ઠ મોલ બની જશે. ચોક્કસપણે અમે તેના માટે ઉત્સુક છીએ. આજનો દિવસ તમામ ભારતીય ડિઝાઇનરો અને આપણી કલા અને કારીગરો માટે પણ સન્માનનો છે.”

    કેટલી બ્રાન્ડ્સ હશે ઉપલબ્ધ?

    દેશના સૌથી વિશાળ લક્ઝુરિયસ મોલમાં દુનિયાની શ્રેષ્ટ 66 બ્રાન્ડ્સ ઉપલબ્ધ હશે. કેટલીક ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સ એવી પણ છે જે હમણાં જ ભારતમાં પ્રવેશી છે. તેમાં બાલેન્સિયાગા, જ્યોર્જિયો અરમાની કાફે, પોટરી બાર્ન કિડ્સ, સેમસંગ એક્સપિરિયન્સ સેન્ટર, EL&N કાફે અને રિમોવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત Valentino, Tory Burch, YSL, Versace, Tiffany, Laduree અને Pottery Barn જેવી બ્રાન્ડ્સ મુંબઈમાં તેમના પ્રથમ સ્ટોર ખોલશે. આ સિવાય લુઈસ વિટન, ગુચી, કાર્ટિયર, બેઈલી, જ્યોર્જિયો અરમાની, ડાયર અને બુલ્ગારીનો સમાવેશ થાય છે. મનીષ મલ્હોત્રા, અબુ જાની-સંદીપ ખોસલા, રાહુલ મિશ્રા, ફાલ્ગુની એન્ડ શેન પીકોક અને રિતુ કુમારના ડિઝાઈનર કપડાં પણ જિયો વર્લ્ડ પ્લાઝામાં ઉપલબ્ધ હશે.

    પ્લાઝાનું સ્ટ્રક્ચર કમળના ફુલ અને પ્રકૃતિના અન્ય તત્વોથી પ્રેરિત

    જિયો વર્લ્ડ પ્લાઝાની ડિઝાઈન અમેરિકાની આર્કિટેક્ચર અને ડિઝાઈન ફર્મ TVS અને રિલાયન્સ ટીમ દ્વારા સંયુકત રીતે તૈયાર કરાઈ છે. માર્બલ ફ્લોર, ઉંચી વોલ્ટેડ છત અને અદભૂત લાઇટિંગ આ મોલને આકર્ષક બનાવે છે. આ મોલમાં શોપિંગથી માંડીને મલ્ટિપ્લેક્સ થિયેટર અને શાનદાર રેસ્ટોરન્ટ્સનો સમાવેશ થાય છે. પ્લાઝાની રચના કમળના ફૂલ અને પ્રકૃતિના અન્ય તત્વોથી પ્રેરિત છે.

    આ સિવાય મોલમાં અન્ય પણ ઘણી સુવિધાઓ અને ખાસિયતો જોવા મળી શકશે. મનોરંજન માટે અનેક સુવિધાઓ આપવામાં આવશે. સામાન્ય લોકોને સરળતાથી મળી રહે તેવી તમામ વસ્તુઓ પણ આ મોલમાં મળી શકશે. એ ઉપરાંત વિદેશી બ્રાન્ડ્સને ભારતમાં લાવવા માટે અને ભારતની કારીગરીને પ્રમોટ કરવા માટે આ મોલ ખૂબ મહત્વનો ભાગ ભજવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં