Thursday, May 2, 2024
More
    હોમપેજમિડિયા'અમેરિકાએ ભારતની ₹2,80,955 કરોડની ડ્રોન ડીલ પર લગાવી રોક': 'ધ વાયરે' ફરી...

    ‘અમેરિકાએ ભારતની ₹2,80,955 કરોડની ડ્રોન ડીલ પર લગાવી રોક’: ‘ધ વાયરે’ ફરી ફેલાવ્યા ફેક ન્યૂઝ, USAએ 24 કલાકમાં વામપંથી પોર્ટલના ‘જુઠ્ઠાણાં’નો કર્યો પર્દાફાશ

    US સરકાર દ્વારા ડીલ અટકાવી દેવામાં આવી હોવાના અહેવાલોમાં કોઈ સત્યતા નથી. જ્યારે એક પત્રકારે તેમને પૂછ્યું કે, ધ વાયરનો અહેવાલ સાચો છે કે નકલી, ત્યારે પ્રવક્તા હસ્યા અને કહ્યું - "I Love, Nice Try."

    - Advertisement -

    વાંમપંથી પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’ (The Wire) અનેકવાર ફેક ન્યૂઝ ફેલાવીને સમાજને જુઠ્ઠાણું પીરસે છે. મિસલીડીંગ સમાચારો આપીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ આ પોર્ટલ દ્વારા આગળ પણ કરવામાં આવ્યું છે. જ્યારે હવે ફરી એકવાર તેના જુઠ્ઠાણાંનો પર્દાફાશ થયો છે. ‘ધ વાયરે’ 31 જાન્યુઆરી, 2024ના રોજ ફેક ન્યૂઝમાં દાવો કર્યો હતો કે, અમેરિકાએ ભારતને આપવામાં આવતા ડ્રોન વેચાણ પર રોક મૂકી દીધી છે. અજય શુક્લાના નામે આ આર્ટીકલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અજય શુક્લા સંરક્ષણ બાબતોને લગતા અનેક પ્રોપગેન્ડા ફેલાવવા માટે જાણીતા છે. આ વખતે પણ તેમણે એવું જ કર્યું, જેના કારણે ફરી એકવાર તેમની અને ધ વાયરની અમેરિકા સુધી ફજેતી થઈ છે.

    ધ વાયરે ફેલાવેલા જુઠ્ઠા આર્ટીકલમાં ફેક ન્યૂઝ ફેલાવતા દાવો કરવામાં આવ્યો હતો કે, US સરકારે (અમેરિકાએ) ભારત માટેના 31 પ્રિડેટર ડ્રોનનું વેચાણ અટકાવી દીધું છે. આર્ટીકલ મુજબ અમેરિકી સરકારે, “MQ-9A સી ગાર્ડીયન અને સ્કાઈ ગાર્ડીયન ડ્રોનની ડિલિવરી પર ત્યાં સુધી રોક લગાવી દીધી છે, જ્યાં સુધી ભારત સરકાર ખાલિસ્તાની ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાના કાવતરાની તપાસમાં સહકાર ના આપે.”

    અજય શુક્લાએ 31 જાન્યુઆરીના તેમના લેખમાં, વોશિંગ્ટનમાં એક ઉચ્ચ સ્તરીય સ્ત્રોતને ટાંકીને, સમાચારમાં એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકાએ ભારતીય નૌકાદળને વધુ છ બોઇંગ P-8I પોસાઇડન એરક્રાફ્ટ વેચવાના પ્રસ્તાવને પણ અટકાવી દીધો છે. જ્યારે એક દિવસ પછી હિન્દુસ્તાન ટાઇમ્સે પણ આ સંદર્ભમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો અને કહ્યું કે, US કોંગ્રેસે ભારતને ડ્રોન વેચવાની મંજૂરી આપી દીધી છે.

    - Advertisement -

    ‘ધ વાયર’ના જુઠ્ઠાણાંનો પર્દાફાશ

    HTના એક વિશેષ અહેવાલ મુજબ, અમેરિકી વિદેશ વિભાગે પ્રિડેટર ડ્રોન ઉત્પાદક જનરલ એટોમિક્સને જાણ કરી હતી કે, US કોંગ્રેસે ભારતને 31 MQ9B ડ્રોનના વેચાણની ‘સ્તરીય સમીક્ષા’ને મંજૂરી આપી છે અને સત્તાવાર કોંગ્રેસની સૂચના 24 કલાકમાં પ્રસ્તુત કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જનરલ એટોમિક્સે આ અંગે ભારત સરકારને જાણ કરી હતી.

    હવે હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પર નજર કરીએ તો ધ વાયરના આખા સમાચાર નકલી છે કારણ કે હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ ડીલને મંજૂરી આપી દીધી છે. HT ઉપરાંત પત્રકાર શિવ અરુરે પણ એક ડિફેન્સ સિક્યુરિટી કોર્પોરેશન એજન્સીના ન્યૂઝ રિલીઝ શેર કર્યા છે. આ રિલીઝે ધ વાયરની જુઠ્ઠી ખબરનો પર્દાફાશ કર્યો છે. તેમાં સ્પષ્ટ લખેલું છે કે, US સ્ટેટ ડિપાર્ટમેન્ટે વેચાણને મંજૂરી આપી છે. આ ડીલ 3.99 અબજ ડોલર એટલે કે અંદાજે ₹2,80,955 કરોડની છે.

    અમેરિકાએ પણ ગણાવી ફેક ન્યૂઝ

    હવે આ મામલે બે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં US સ્ટેટ ડિપાર્ટમેન્ટની નિયમિત પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રવક્તા મેથ્યુ મિલરે સ્પષ્ટતા કરી હતી કે, US સરકાર દ્વારા ડીલ અટકાવી દેવામાં આવી હોવાના અહેવાલોમાં કોઈ સત્યતા નથી. જ્યારે એક પત્રકારે તેમને પૂછ્યું કે, ધ વાયરનો અહેવાલ સાચો છે કે નકલી, ત્યારે પ્રવક્તા હસ્યા અને કહ્યું – “I Love, Nice Try.”

    આ દરમિયાન પત્રકારે પૂછ્યું કે, “એક મીડિયા રિપોર્ટ અનુસાર, પન્નુની હત્યા માટેની યોજનાથી સંબંધિત મામલાની તપાસ થવા સુધી યુનાઈટેડ નેશન્સ અમેરિકા દ્વારા ભારતને 3 બિલિયન ડોલરના ડ્રોન વેચાણ સંબંધિત નુકશાન થયું? શું આ સાચું છે, કે માત્ર જુઠ્ઠી ખબર છે?” આ અંગે મેથ્યુ મિલરે કહ્યું કે, આ ડીલને લઈને સત્તાવાર સૂચના ક્યારે જાહેર કરવામાં આવશે તે અંગે તેમને કોઈ ટિપ્પણી નથી કરવી. તેમણે કહ્યું કે, હથિયારોની ડીલ સંબંધિત નિર્ણયો અમેરિકી કોંગ્રેસ લે છે.

    નોંધનીય છે કે, ફેક ન્યૂઝ ફેલાવવાની શરૂઆત જે અજય શુક્લાના આર્ટીકલથી થઈ છે, તેમના પર પહેલાં પણ ફેક ન્યૂઝ ફેલાવવાના આરોપ લાગ્યા છે. આટલું જ નહીં પરંતુ ઘણા મામલાઓમાં તે ફેક ન્યૂઝ ફેલાવતા પકડાયા પણ છે. તેમણે ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણ અંગેના ફેક ન્યૂઝ ફેલાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેનો OpIndiaએ પર્દાફાશ પણ કર્યો હતો. ઈટાલિયન મહિલા પત્રકારે પણ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં