Thursday, May 2, 2024
More
    હોમપેજદેશ'હાફિઝ સઈદ અમને સોંપી દો': પાકિસ્તાનમાં છુપાઇને રહેતા આતંકવાદીને ભારત લાવવા કવાયત...

    ‘હાફિઝ સઈદ અમને સોંપી દો’: પાકિસ્તાનમાં છુપાઇને રહેતા આતંકવાદીને ભારત લાવવા કવાયત શરૂ; પડોશી દેશના વિદેશ મંત્રાલય સાથે ચર્ચા

    ભારતમાં થયેલા સૌથી મોટા 26/11 આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ આતંકી સંગઠન લશ્કરે-એ-તૈયબાનો સ્થાપક છે. હાફિઝ સઈદ દેશ-દુનિયાની અનેક આંતકી ઘટનાઓમાં સામેલ છે. ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોમાં તે આતંકવાદી તરીકે જાહેર કરાયો છે.

    - Advertisement -

    ભારતમાં થયેલા 26/11ના હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે સરકાર આતંકી સંગઠન લશ્કરે-એ-તૈયબાના આતંકવાદી નેતા હાફિઝ સઈદને પાકિસ્તાનથી દેશમાં લાવવાની તૈયારી કરી રહી છે. ભારત સરકારે પાકિસ્તાન પાસે તેના સૌથી મોટા દુશ્મનને સોંપી દેવાની માંગ કરી છે.

    અહેવાલોમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે ભારત સરકાર દ્વારા અનૌપચારિક રીતે પાકિસ્તાન સામે હાફિઝ સઈદને સોપી દેવાની વાત કરી છે. હજી સુધી આ વિષયે બંને દેશો દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે ભારતના સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને હાફિઝ સઈદને ભારતને પ્રત્યાર્પણ કરવા માટે કાનૂની કાર્યવાહી કરવાની અપીલ કરી છે. આ પહેલાં પણ ભારત ઘણીવાર હાફિઝ સઈદની માંગણી કરી ચૂક્યું છે. પરંતુ બંને દેશોના બગડેલા સંબંધોના કારણે આ મુદ્દો ક્યારેય ઉકલ્યો નથી. હાફિઝ સઈદને ભારત લાવવા માટે જો બંને દેશો સહમતી દાખવે તો તેને ભારત લાવી શકાય છે.

    કોણ છે હાફિઝ સઈદ અને ક્યાં છે?

    ભારતમાં થયેલા સૌથી મોટા 26/11 આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ આતંકી સંગઠન લશ્કરે-એ-તૈયબાનો સ્થાપક છે. હાફિઝ સઈદ દેશ-દુનિયાની અનેક આંતકી ઘટનાઓમાં સામેલ છે. ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોમાં તે આતંકવાદી તરીકે જાહેર કરાયો છે. અમેરિકાએ હાફિઝ સઈદ પર 10 મિલિયન ડોલરનું ઇનામ પણ જાહેર કર્યું હતું. 2019માં તેની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી અને આતંકી પ્રવૃત્તિઓના ગુનામાં 15 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હાલ તે જેલમાં બંધ છે. પરંતુ અવારનવાર ચર્ચાઓ થતી રહેતી હોય છે કે તેને ISI (પાકિસ્તાની જાસુસી સંસ્થા) દ્વારા કોઈ સલામત જગ્યાએ રાખવામાં આવેલ છે.  

    - Advertisement -

    છેલ્લે સમાચાર મળ્યા હતા કે પાકિસ્તાનની કોર્ટે તેને આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ ભેગું કરવાના આરોપમાં વધુ 31 વર્ષની સજા ફટકારી હતી. પાકિસ્તાનની રાજનીતિમાં પ્રભાવ ધરાવતો હાફિઝ સઈદ છેલ્લા ઘણા વર્ષોથી કોઈ જાહેર મંચ પર નથી દેખાયો. પરંતુ તેની રાજકીય પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ આવતા વર્ષે યોજાઈ રહેલી પાકિસ્તાનની ચુંટણીમાં બધી સીટો પર તેમના ઉમેદવાર ઉભા કરશે. હાલ પાર્ટીનું સંચાલન તેનો પુત્ર તલ્હા સઈદ કરી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં