Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટબીબીસીની ઓફિસો પર આવકવેરા વિભાગનો સર્વેઃ કોગ્રેસને થઈ કબજિયાત, અઘોષિત કટોકટી ગણાવી

  બીબીસીની ઓફિસો પર આવકવેરા વિભાગનો સર્વેઃ કોગ્રેસને થઈ કબજિયાત, અઘોષિત કટોકટી ગણાવી

  હાલમાં બીબીસી તરફથી આ સર્વે બાબતે કોઈ જ પ્રતિક્રિયા આવી નથી. આવકવેરા વિભાગે પણ હમણાં સુધી સર્વેને લઈને કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ ઉપરાંત બીબીસીની બ્રિટન સ્થિત મુખ્ય ઓફીસથી પણ કોઈ પ્રતિક્રિયા નથી આવી. 

  - Advertisement -

  બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે બીબીસીની દિલ્લી અને મુંબઈ સ્થિત ઓફિસો પર આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે. હાલમાં આ મામલે આવકવેરા વિભાગ તેમની રીતે તપાસ કરી રહ્યો છે. સુત્રો દ્વારા કહેવાય રહ્યું છે કે કેટલીક જાણકારીઓને વેરિફાઈ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  સીબીડીટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં આવકવેરા વિભાગના અધિકારીઓ બીબીસીની ઓફિસો પર છે. તેમને સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ દરોડો નથી પરંતુ રોજિંદો સર્વે છે. તેઓને કેટલીક અનિયમિતતાની બાતમી મળી હતી તેને લઈને આ એક સર્વે થઈ રહ્યો છે.

  મીડીયા રિપોર્ટ અનુસાર હાલમાં દિલ્લી અને મુંબઈ સ્થિતની ઓફિસો સીલ કરી દેવામાં આવી છે. કોઈને પણ ઓફિસની અંદર પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યો નથી. ઉપરાંત અંદર જેટલા પણ કર્મચારીઓ છે તે તમામના ફોન અને લેપટોપ જપ્ત કરી દેવામાં આવ્યા છે. જો કે એક વાત એવી પણ મળી રહી છે કે આ સર્વે બાબતે બીબીસીના લંડન સ્થિત ઓફિસને પણ જાણ કરવામાં આવી છે.

  - Advertisement -

  આ મામલે વિપક્ષએ આક્રમક બનીને આ સર્વેનો વિરોધ કર્યો હતો. કોગ્રેસે આ સર્વેને અઘોષિત કટોકટી ગણાવી હતી. જો કે વિપક્ષ બીબીસીના પક્ષમાં રહેવાનું એક અન્ય કારણ પણ એવું માનવામાં આવે છે કે હાલમાં જ બીબીસી દ્વારા ગુજરત 2002ના દંગાઓ બાબતે એક ડોક્યુમેન્ટ્રી જાહેર કરવામાં આવી હતી. જેમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દોષી ઠહેરાવવામાં આવ્યા હતા. આ મામલે તમામ કોર્ટે પ્રધાનમંત્રીને નિર્દોષ જાહેર કર્યા છે. માટે સરકારે આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારે પણ આખુ વિપક્ષ બીબીસીના પક્ષમાં આવ્યું હતું.

  બીબીસી હંમેશાથી વિવાદમાં રહ્યું છે. તેના પર ભારત વિરોધી એજંડા ચલાવવાનો અને એકતરફી ન્યુઝ બતાવવાનો આરોપ પણ લોકો સતત લગાવતા રહ્યા છે. એક ધર્મના તહેવારોને ખોટા ચીતરવા અને અન્ય ધર્મના તહેવારો માટે સારૂ સારૂ લખવું જેવા આરોપો પણ નાગરિકો દ્વારા લાગતા રહ્યા છે.

  હાલમાં બીબીસી તરફથી આ સર્વે બાબતે કોઈ જ પ્રતિક્રિયા આવી નથી. આવકવેરા વિભાગે પણ હમણાં સુધી સર્વેને લઈને કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ ઉપરાંત બીબીસીની બ્રિટન સ્થિત મુખ્ય ઓફીસથી પણ કોઈ પ્રતિક્રિયા નથી આવી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં