Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલવ જેહાદ પર 'દેશનો મિજાજ': સરવેમાં 53 ટકા લોકોએ માન્યું- હિંદુ યુવતીઓને...

    લવ જેહાદ પર ‘દેશનો મિજાજ’: સરવેમાં 53 ટકા લોકોએ માન્યું- હિંદુ યુવતીઓને ફસાવે છે મુસ્લિમ પુરુષો

    ઇન્ડિયા ટૂડેએ સી વોટર સાથે મળીને એક સરવે કર્યો હતો. ‘મૂડ ઑફ ધ નેશન’ નામના આ સરવેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, શું લવ જેહાદમાં મુસ્લિમ યુવાનો સંડોવાયેલા હોય છે કેમ? જેના જવાબમાં 53 ટકા લોકોએ હકારમાં જવાબ આપ્યો હતો.

    - Advertisement -

    દેશમાં અવારનવાર લવ જેહાદ અને ગ્રુમિંગ જેહાદના કિસ્સાઓ સામે આવતા રહે છે. મુસ્લિમ યુવકો ઓળખ છુપાવીને હિંદુ યુવતીઓને ફસાવતા હોવાના તો અમુક કિસ્સાઓમાં યુવતીઓની હત્યા થઇ હોવાના પણ મામલા સામે આવતા રહે છે. હવે આ બાબતને લઈને એક સરવે સામે આવ્યો છે. સરવેમાં બહુમતી લોકોએ ‘લવ જેહાદ’નું અસ્તિત્વ સ્વીકાર્યું છે.

    ઇન્ડિયા ટૂડેએ સી વોટર સાથે મળીને એક સરવે કર્યો હતો. ‘મૂડ ઑફ ધ નેશન’ નામના આ સરવેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, શું લવ જેહાદમાં મુસ્લિમ યુવાનો સંડોવાયેલા હોય છે કેમ? જેના જવાબમાં 53 ટકા લોકોએ હકારમાં જવાબ આપ્યો હતો. આ સરવેમાં 1.40 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હોવાનું જણાવવામાં આવ્યું છે.

    ઇન્ડિયા ટૂડે અનુસાર તેમને કુલ 1,40,917 જવાબો મળ્યા હતા. સાથે જ સી વોટરના રેગ્યુલર ટ્રેકરથી વધુ 1,05,008 ઇન્ટરવ્યૂનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ લવજેહાદને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

    - Advertisement -

    અહીં ઉલ્લેખનીય છે કે ઇસ્લામીઓ અને તથાકથિત ધર્મનિરપેક્ષો ‘લવ જેહાદ’ની થીયરી ઉપર કાયમ સવાલો ઉભા કરતા હોય છે અને તેને હિન્દુત્વ સમર્થકોની મુસ્લિમોને બદનામ કરવાની ચાલ કહેતા આવ્યા છે. જોકે, વિપરીત હકીકત રજૂ કરતા અનેક કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. બીજી તરફ, આવી ઘટનાઓ ટાળવા માટે અને ગુનેગારો પર સકંજો કસવા માટે અનેક રાજ્યોએ કાયદાઓ પણ બનાવ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં વિજય રૂપાણી સરકારે આ કાયદો ઘડ્યો હતો, જેમાં ધર્મ અને અન્ય ઓળખ છુપાવીને યુવતીઓને ફસાવવા પર કડક સજાની જોગવાઈઓ કરવામાં આવી છે.

    હિંદુ યુવતીઓને શિકાર બનાવવામાં આવી હોય તેવી અનેક ઘટનાઓ વાચકો સુધી પહોંચાડવા માટે ઑપઇન્ડિયા હંમેશા આગળ પડતું રહ્યું છે. વર્ષ 2022ના અંતમાં ઑપઇન્ડિયાએ આખા વર્ષ દરમિયાન બનેલા આવા લવ જેહાદના કુલ 153 જેટલા કિસ્સાઓની યાદી પણ બહાર પાડી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં