Tuesday, November 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'જૂઠ બોલે કૌઆ કાટે...': સંસદ ભવનની બહાર AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને કાગડાએ...

    ‘જૂઠ બોલે કૌઆ કાટે…’: સંસદ ભવનની બહાર AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને કાગડાએ ચાંચ મારી, રમૂજી ટિપ્પણીઓથી ઉભરાયું ટ્વિટર

    તસવીરમાં જોઈ શકાય છે કે કાગડો રાઘવ ચઢ્ઢાના માથાના ભાગે હુમલો કરી રહ્યો છે ત્યારે તેઓ કાગડાથી બચવાની પણ કોશિશ કરી રહ્યા છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા પર આજે સંસદ ભવનની બહાર એક કાગડાએ હુમલો કર્યો. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. હિન્દી ભાષામાં એક કહેવત છે કે ‘જૂઠ બોલે કૌઆ કાટે’ અને દિલ્હી ભાજપે આ જ કહેવતને ટાંકીને વ્યંગ કરતા લખ્યું હતું કે, “અત્યાર સુધી તો માત્ર સાંભળ્યું જ હતું કે જુઠ્ઠું બોલનારને કાગડો કરડે છે, પણ આજે તે વાસ્તવમાં જોઈ લીધું.” સંસદ ભવન બહાર રાઘવ ચઢ્ઢા એક હાથમાં થોડી ફાઈલો અને બીજા હાથ વડે તેઓ ફોનમાં વાત કરતા તસ્વીરમાં નજરે પડી રહ્યા છે.

    આ વાયરલ થયેલી તસવીરો સંસદના ચોમાસુ સત્રની છે. રાઘવ ચઢ્ઢા સંસદ ભવનની બહારથી પસાર થઇ રહ્યા હતા એટલામાં એક કાગડો તેમના પર આવી ત્રાટક્યો. તસવીરમાં જોઈ શકાય છે કે કાગડો રાઘવ ચઢ્ઢાના માથાના ભાગે હુમલો કરી રહ્યો છે ત્યારે તેઓ કાગડાથી બચવાની પણ કોશિશ કરી રહ્યા છે. દિલ્લી ભાજપના પ્રવકતા તજીન્દર પાલ સિંહ બગ્ગાએ પણ આ ફોટાને શૅર કરી લખ્યું હતું કે, “માનનીય સાંસદજી પર કાગડાએ હુમલો કર્યો હોવાની ખબર સાંભળી મન ખૂબ જ વ્યથિત છે. આશા છે કે આપ સ્વસ્થ હશો.”

    કેટલાક અન્ય ટ્વિટર યુઝર્સે પણ આ તસ્વીર શેર કરી વિવિધ ટિપ્પણીઓ કરી હતી. એક યુઝરે અન્ય પ્રાણીઓનો ઉલ્લેખ કરીને રમૂજી ટિપ્પણી કરી. આ ઉપરાંત વિપુલ સક્સેના નામના યુઝરે કાગડા પ્રત્યે દયા ભાવના રાખી કટાક્ષ કરતાં લખ્યું કે ક્યાંક કાગડાને જ તો નહીં વાગ્યું હોય ને! હિમાંશુ નામના યુઝરે સમસ્યા જણાવતા કહ્યું હતું કે હવે વિપક્ષી દળો કાગડાના વિરુદ્ધમાં જ ક્યાંક અવિશ્વાસનો પ્રસ્તાવ ના મૂકી દે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે હાલ સંસદનું સત્ર ચાલી રહ્યું છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓ મણિપુરને લઈને હોબાળો મચાવી રહી છે જ્યારે સરકારે આ વિષય પર ચર્ચા કરવા માટે તૈયારી દર્શાવી છે. આ બધી ચર્ચાઓની વચ્ચે આજે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને લોકસભા સ્પીકરે સ્વીકારી લીધો છે. હવે સ્પીકર વિવિધ પાર્ટીઓ સાથે ચર્ચા કરીને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે દિવસ નક્કી કરશે. જોકે, પૂરતા સંખ્યાબળને જોતાં સરકારને બિલકુલ વાંધો આવે તેમ જણાઈ રહ્યું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં