Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટછત્તીસગઢમાં ખ્રિસ્તી મિશનરીઓની ગુંડાગીરી: એસપીનું માથું ફોડ્યું, વિરોધ પ્રદર્શન કરવા પર આદિવાસી...

  છત્તીસગઢમાં ખ્રિસ્તી મિશનરીઓની ગુંડાગીરી: એસપીનું માથું ફોડ્યું, વિરોધ પ્રદર્શન કરવા પર આદિવાસી સમાજના લોકો પર લોહિયાળ હુમલો કર્યો 

  આક્ષેપ કરવામાં આવ્યો છે કે એડકા પંચાયતના ગોરા ગામમાં નવા ધર્માંતરિત થયેલા ખ્રિસ્તીઓએ આદિવાસી સમાજના લોકો પર લાકડીઓ, સળિયા અને ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો.

  - Advertisement -

  છેલ્લાં ઘણાં વર્ષોથી છત્તીસગઢમાં ધર્માંતરણનો ખેલ ખેલાઈ રહ્યો છે, અને સહુથી વધુ શિકાર આદિવાસી સમાજના લોકોને બનાવવામાં આવી રહ્યા છે. જેને લઈને હવે ધર્માંતરણ વિરુદ્ધ આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આક્રોશિત થઈને તેઓ વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. તાજેતરમાં નારાયણપુર જીલ્લાના એડકા ગામમાં ધર્માંતરિત ખ્રિસ્તીઓ દ્વારા આદિવાસી સામાજ પર હિચકારો હુમલો કરાયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આટલું જ નહીં, નારાયણપુરમાં ખ્રિસ્તી મિશનરીઓના ગુંડાઓએ SPનું માથું ફોડ્યું હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે. જેને લઈને પીડિતોએ છત્તીસગઢના રાજ્યપાલ અનુસુયા ઉઈકેને પત્ર લખીને ઘટનાથી અવગત કરાવ્યા છે.

  આ પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એડકા પંચાયતના ગોરા ગામમાં નવા ધર્માંતરિત થયેલા ખ્રિસ્તીઓએ આદિવાસી સમાજના લોકો પર લાકડીઓ, સળિયા અને ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક પાદરીઓ ટોળાનું નેતૃત્વ કરી રહ્યા હતા. નારાયણપુરમાં ખ્રિસ્તી મિશનરીઓના ગુંડાઓએ હુમલો કર્યા બાદ ઘાયલોની સારવાર નારાયણપુર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. પીડિતોનું કહેવું છે કે, તેમણે પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. કાયદો અને વ્યવસ્થા બગડવા માટે જિલ્લા વહીવટીતંત્રને જવાબદાર ઠેરવતા આદિવાસી સમાજે રાજ્યપાલ પાસે કાર્યવાહીની માંગ કરી છે.

  આદિવાસી સમાજે રાજ્યપાલને લખેલો પત્ર (સાભાર ऑपइंडिया)

  સ્થાનિક મીડિયા સંસ્થાન ‘બોલ છત્તીસગઢ’ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ હુમલામાં આદિવાસી સમાજના એક ડઝનથી વધુ નેતાઓ ઘાયલ થયા છે. આ સાથે જ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સૂત્રોને ટાંકીને મીડિયા સંસ્થાએ કહ્યું છે કે લગભગ 700-800 લોકોની ભીડને બહારથી બોલાવવામાં આવી હતી. આ હુમલામાં નારાયણપુરના એસપી સદાનંદ કુમાર પણ ઘાયલ થયા છે. પથ્થરમારા અને લાકડીઓ વડે મારામારીના સમાચાર મળતા તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અમે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, તેમના તરફથી ફોન ઉપાડવામાં આવ્યો ન હતો. તેમનો જવાબ મળ્યે આ રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.

  - Advertisement -

  જિલ્લા મેજિસ્ટ્રેટ અજિત વસંત પણ ઘાયલોની સ્થિતિ જાણવા હોસ્પિટલ ગયા હતા અને ઘટના અંગે જાણકારી મેળવી હતી. આદિવાસી સમાજે ધર્મ પરિવર્તનના વિરોધમાં રેલી કાઢી હતી, જેમાં લગભગ 5000 લોકોએ ભાગ લીધો હતો. જ્યારે ખ્રિસ્તીઓનો આરોપ છે કે બાંગ્લાપરામાં ચર્ચમાં તોડફોડ કરવામાં આવી છે. આદિવાસી સમાજનું કહેવું છે કે આ સુનિયોજિત ષડયંત્ર હેઠળ નિર્દોષ લોકોને ખ્રિસ્તી ધર્મ પરિવર્તન માટે ફસાવીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

  ધર્મ પરિવર્તનને કારણે ત્યાંની મૂળ સંસ્કૃતિને પણ અસર થઈ રહી છે, જેના કારણે આદિવાસી સમાજમાં રોષ છે. જ્યારે ધર્માંતરણ કરનારાઓનું કહેવું છે કે તેમને ગામની બહાર જવાનું કહેવામાં આવી રહ્યું છે. બેનુર વિસ્તારના લગભગ 6 ગામોમાં ધર્માંતરણના કારણે વાતાવરણ ગરમાયું છે. ભૂતકાળમાં પણ બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ ચૂકી છે. ધર્મ પરિવર્તન કરનારા ઘણા લોકોએ જિલ્લા કલેક્ટર કચેરીની બહાર પણ દેખાવો કર્યા હતા. પોલીસતંત્રની ઘણી સમજાવટ બાદ તેઓ પરત ફર્યા હતા.

  આદિવાસી સમાજના લોકોએ જણાવ્યું હતું કે રસ્તા પર આવતા-જતા નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યો છે. આદિવાસી સમાજના એક નેતાએ જણાવ્યું કે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજને છોડીને ક્યાં જઈશું. તેમણે એમ પણ કહ્યું કે લોકોને ‘કાપી નાંખવાની’ ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. ઘાયલોને માથા પર પાટો બાંધેલા પણ જોઈ શકાય છે. ઘટના પર તેમનું કહેવું એમ પણ છે કે રાજ્યના ઘણા વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્માંતરણ એક મોટી સમસ્યા છે.

  આ ઘટનાને લઈને પીડિતોનું કહેવું છે કે આ હુમલો ચર્ચના ઈશારે કરવામાં આવ્યો હતો. કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જેમાં લોકો મોટી લાકડીઓ વડે લડતા જોઈ શકાય છે. આ બધી ધમાલમાં પોલીસકર્મીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને અર્ધલશ્કરી દળોના જવાનો પણ ઘાયલ થતા જોવા મળ્યા હતા. એક મેદાનમાં ગામલોકોના કાર્યક્રમનો એક વિડિયો સામે આવ્યો છે જ્યાં અનેક અર્ધલશ્કરી દળો તૈનાત છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમ ખ્રિસ્તીઓ દ્વારા ધર્મ પરિવર્તનના ષડયંત્ર અને તેનો વિરોધ કરવા પર હુમલાની ઘટનાના વિરોધમાં કરવામાં આવ્યો હતો.

  બીજી તરફ, જાણવા મળ્યા અનુસાર SPને માથું ફૂટવાના કારણે ટાંકા આવ્યા છે. ઉપરાંત એડકા પોલીસ સ્ટેશનના પ્રભારી ભુનેશ્વર જોશી પણ ઘાયલ થયા છે. છત્તીસગઢના આ વિસ્તારોમાં માઓવાદીઓનો પણ ઘણો પ્રભાવ છે. હુમલાના વિરોધમાં આદિવાસી સમાજે બાકરુપરા ખાતે આવેલ સાપ્તાહિક બજારમાં વિરોધનું એલાન આપ્યું હતું. નારાયણપુરમાં પણ બંધનું એલાન અપાયું હતું જેમાં પણ હિંસાના સમાચાર મળ્યા હતા. બંને પક્ષો તરફથી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદો આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે (31 ડિસેમ્બર, 2022) કેટલાક લોકોએ આદિવાસી સમાજના લોકોને રાતના અંધારામાં તેમના ઘરની બહાર માર માર્યો હતો, જેના કારણે લોકોમાં રોષ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં