Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખલીલ મિયાંએ છેતરીને 50થી વધુ હિન્દુઓને ખવડાવ્યું ગૌમાંસ; વિરોધ કરવા પર કહ્યું...

    ખલીલ મિયાંએ છેતરીને 50થી વધુ હિન્દુઓને ખવડાવ્યું ગૌમાંસ; વિરોધ કરવા પર કહ્યું હવે વટલાઈ ગયા છો નમાઝ પઢો; ઝારખંડમાં એક જેવા જ 2 કિસ્સા

    ભાજપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દીપક પ્રકાશે આ બાબતે કહ્યું છે કે આ પ્રકારની ઘટનાઓ એક સુનિયોજિત ષડયંત્ર હેઠળ કરવામાં આવી રહી છે, પરંતુ તુષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહન આપનારા મુખ્યમંત્રીને કોઈ જ ફરક નથી પાડી રહ્યો, આવા લોકો પર કડક કાર્યવાહીની જરૂર છે.

    - Advertisement -

    ઝારખંડમાં બહુમતી ધરાવતા વિસ્તારમાં મુસ્લિમો એટલા બેખોફ થઇ ગયા છે કે ત્યાં વસતા અલ્પસંખ્યક હિન્દુઓનું જીવવું હરામ થઇ ગયું છે. અનેક પ્રકારના જેહાદ અને પ્રતાડના સહન કરતા હિંદુ પરિવારો હવે ડરના ઓથા હેઠળ જીવવા મજબુર થયા છે તે વાત સાબિત કરતી તાજેતરની 2 ઘટનાઓ સામે આવી છે, જેમાં ઝારખંડમાં ખલીલ મિયાંએ છેતરીને 50થી વધુ હિન્દુઓને ગૌમાંસ ખવડાવ્યું તો અન્ય એક ઘટનામાં મુસ્લીમોના ટોળાએ હિંદુ યુવકને ધારદાર હથિયારની અણીએ ધમકાવીને ગૌમાંસ ખવડાવ્યું હતું.

    મળતા અહેવાલો મુજબ પ્રથમ ઘટનામાં ઝારખંડમાં સ્થિત બરિયાત્થાના બિરહોર ખાતે ખલીલ મિયાંએ છેતરીને 50થી વધુ હિન્દુઓને ગૌમાંસ ખવડાવી દીધું હતું. ઘટનામાં આરોપી ખલીલ મિયાં મૂળ દુલમાંહા ગામનો રહેવાસી છે, તેણે ગામના લોકોને નવા વર્ષ માટે ઉજાણી કરવાની વાત કહીને અનેક લોકોને નશો કરાવ્યો હતો, જે બાદ નશાની હાલતમાં તેમને ભોજનમાં માંસના મોટા મોટા ટુકડા પીરસવામાં આવ્યાં હતા, થોડા સમય બાદ જયારે લોકોને શંકા જતા તેમણે ખલીલ મિયાંનો વિરોધ કર્યો હતો. પણ તેમને ધારદાર હથિયારો દેખાડીને ડરાવી દેવામાં આવ્યાં હતા.

    ગૌમાંસ ખાઈને મુસ્લિમ થઇ ગયા, હવે નમાઝ પઢો

    ઝારખંડમાં ખલીલ મિયાંએ છેતરીને 50થી વધુ હિન્દુઓને ગૌમાંસ તો ખવડાવ્યું, પણ તે છતાં તેણે આટલાથી સંતોષ નહોતો થયો, લોકોએ વિરોધ કાર્ય બાદ ખલીએ તેમને ગૌમાંસ ખાધા બાદ વટલાઈ ગયા હોવાનું કહ્યું હતું. અને કહ્યું હતું કે ગાય ખાવા વાળા તમામ લોકો હવે મુસ્લિમ બની ગયા છે. હવે તેમને મસ્જીદમાં જઈને નમાઝ પઢવી પડશે. ત્યાં તેમને પૈસા પણ આપવામાં આવશે. જે બાદ પણ લોકોએ વિરોધ કર્યો તો ખલીલ અને તેના સાથીઓએ હિન્દુઓને ધારદાર હથિયાર દેખાડી જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી.

    - Advertisement -

    આ ઘટના બાદ આ જ ગામના મનોજ બીરહોર નામના વ્યક્તિએ હિમત દાખવીને ઘટનાની માહિતી સ્થાનિક હિંદુ સંગઠનોને આપી હતી, જે બાદ સંગઠન પીડિતોની મદદે આવ્યું હતું, અને તેમની સાથે રહીને પોલીસ ફરિયાદ કરાવતા પોલીસે ખલીલ મિયાંને ઝડપી પાડીને જેલભેગો કર્યો છે.

    સાહિબગંજના ચંદનને પણ પરાણે ગૌમાંસ ખવડાવ્યું

    આવી જ બીજી એક ઘટના સાહિબગંજ જિલ્લાના રાધાનગર પોલીસ સ્ટેશન હેઠળના તાલાબન્ના ગામમાંથી સામે આવી છે. ગામના રહેવાસી ચંદન રવિદાસ નામના યુવકે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી એફઆઈઆરમાં જણાવ્યું હતું કે મિથુન શેખ, નસીમ શેખ, ફિરોઝ શેખ સહિત પાંચ લોકોએ 31 ડિસેમ્બરે તેને ધારદાર હથિયારની અણીએ બળજબરીથી ગૌમાંસ ખવડાવ્યું હતું. વિરોધ કરવા પર તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને તેનો હાથ ભાંગી નાંખવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે હાલ આ કેસમાં આરોપીઓને પકડવા માટે અનેક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

    સરકાર પર તુષ્ટિકરણની રાજનીતિનો ભાજપનો આક્ષેપ

    ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટી અને હિન્દુ સંગઠનોએ આ ઘટનાઓ પર તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દીપક પ્રકાશે આ બાબતે કહ્યું છે કે આ પ્રકારની ઘટનાઓ એક સુનિયોજિત ષડયંત્ર હેઠળ કરવામાં આવી રહી છે, પરંતુ તુષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહન આપનારા મુખ્યમંત્રીને કોઈ જ ફરક નથી પાડી રહ્યો, આવા લોકો પર કડક કાર્યવાહીની જરૂર છે. વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનોએ પણ આ મામલામાં તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં