ગુજરાત વિધાનસભા ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચુક્યા છે, અને આ વાતાવરણમાં રાજકીય પાર્ટીના નેતાઓ વચ્ચે આક્ષેપ પ્ર્ત્યાક્ષેપ ન થાય તે શક્ય જ નથી. પણ આ ખરાખરીના માહોલ વચ્ચે જમાલપુર ખાડિયાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાએ PM મોદીના વખાણ કરતાની સાથેજ રાજકારણ ગરમાવાના બદલે આશ્ચર્યચકિત થઈને મુંજાઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
વાસ્તવમાં મીડિયા એજન્સી એબીપીએ તાજેતરમાં ઇમરાન ખેડાવાલાનો એક ઈન્ટરવ્યું લીધો હતો, જેમાં વડાપ્રધાનનો ઉલ્લેખ થતાની સાથેજ ઇમરાન ખેડાવાલાએ PM મોદીના વખાણ પર વખાણોની વણઝાર કરી દીધી હતી, પત્રકારે જયારે તેમને સવાલ પૂછ્યો કે પ્રધાનમંત્રી વિષે આપનો શું વિચાર છે ત્યારે ખેડાવાલાએ પોતાની પ્રકૃતિ વિરુદ્ધ મોદીને દેશના યશસ્વી વડાપ્રધાન કહીને વખાણોના પુષ્પોની જાણે વર્ષા કરી દીધી હતી.
ઇમરાન ખેડાવાલાએ વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું કે, ” તેઓ દેશના યશસ્વી પ્રધાનમંત્રી છે, પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં, આજે 130 કરોડ જનતાના પ્રધાનમંત્રી મારા પણ યશસ્વી પ્રધાનમંત્રી છે. તેઓ કોઈ હિંદુ ધર્મના પ્રધાનમંત્રી નથી, તેઓ દેશના વડાપ્રધાન છે , મારા વડાપ્રધાન છે, અને મને ગર્વ છે તેઓ મારા યશસ્વી પ્રધાનમંત્રી છે. તેઓ કોઈ એક પાર્ટીના કે માત્ર ભાજપના નથી, દેશની 130 કરોડ પ્રજાના વડાપ્રધાન છે. તેઓ ગુજરાતથી ત્યાં ગયા છે એટલે મને ગર્વ છે, દેશના વડાપ્રધાન છે એટલે મને ગર્વ છે. કેટલાક રાજનીતિ કરવા વાળા હિંદુ મુસલમાનોની વાત કરે છે, અમારી ગંગા-જમની તહેઝીબ છે.”
WATCH: गुजरात में कांग्रेस उम्मीदवार ने पीएम मोदी की तारीफ की
— ABP News (@ABPNews) November 14, 2022
मोदी यशस्वी प्रधानमंत्री, मुझे गर्व है: @Imran_khedawala@vikasbha | @upadhyayabhii#GujaratElections #BJP #Congress #NarendraModi pic.twitter.com/IVKrKmvCAc
જયારે પત્રકારે તેમને હિંદુ વડાપ્રધાન વિષે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે મને તેનાથી શુકામ ફરક પડે? તેઓ દેશના પ્રધાનમંત્રી છે, મારા પણ પ્રધાનમંત્રી છે, તેઓ દેશના સેવક છે, તેઓ મારા અને મારા હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી છે, ભાજપના નહી, મારું ભારત, મારું ગુજરાત અને મારા વડાપ્રધાન, અને મને આના પર ગર્વ છે.
મધુસુદન મિસ્ત્રીના “ઓકાત” દેખાડવા વાળા નિવેદન બાદ પાર્ટીની છબી બચાવવાની કોશિશ?
જોકે વિડીયોમાં જોઈ શકાય છે કે તેમના આ નિવેદનથી એક સમયે પત્રકાર પણ આશ્ચર્ય પામે છે, અને તેઓ ખેડાવાલાને કહે પણ છે કે મને કઈક અલગજ સાંભળવા મળી રહ્યું છે. કારણકે ઇમરાન ખેડાવાલાના મિજાજ અને વલણથી ભાગ્યેજ કોઈ અજાણ હશે, પણ તરતજ પત્રકારે તેમને મધુસુદન મિસ્ત્રી દ્વારા વડાપ્રધાન મોદી પર કરવામાં આવેલી ટીપ્પણી વિષે પૂછતાં તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે બની શકે તેઓ મધુસુદન મિસ્ત્રી દ્વારા આપવામાં આવેલા વડાપ્રધાન મોદીને “ઓકાત” દેખાડી દેવાના નિવેદન બાદ પાર્ટીની છબી ન ખરડાય અને અગામી ચૂંટણીમાં પાર્ટીને નુકસાન ન થાય અથવાતો ભાજપ મિસ્ત્રીના આ નિવેદનનો ફાયદો ન ઉઠાવી જય તે માટે થઈને PM મોદીના વખાણ કર્યા હોઈ શકે.
શું હતું મધુસુદન મિસ્ત્રીનું PM મોદીને ઓકાત દેખાડવા વાળું નિવેદન
ઉલ્લેખનીય છે કે ગત શનિવારે, 12 નવેમ્બરના રોજ, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કોંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં એક પત્રકારે તેમને મદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલ સ્ટેડિયમ રાખવાના વચન વિષે પૂછ્યું ત્યારે કોંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું હતું કે “હમ મોદીજી કો ઉસકી ઔકાત બતાના ચાતેં હૈ,” અને PM મોદીની ટીકા કરતા કહ્યું હતું કે તેઓ સરદાર પટેલની તોલે ન આવી શકે.
જોકે કોંગ્રેસ નેતાના આવા અપમાનજનક નિવેદન બાદ, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય ડૉ. સુધાંશુ ત્રિવેદીએ મિસ્ત્રીની ટીકા કરતાં દાવો કર્યો હતો કે કૉંગ્રેસ પક્ષની આ જૂની આદત છે. થોડા મહિના પહેલા, કોંગ્રેસના એક રાજકારણીએ પીએમ મોદીજીના મૃત્યુની કામના કરી હતી. સુધાંશુ ત્રિવેદીએ વડાપ્રધાન વિરુદ્ધ મિસ્ત્રીની ટિપ્પણીની નિંદા કરી અને કહ્યું કે કોંગ્રેસના નેતા દ્વારા પીએમનું આ પ્રકારનું અપમાન લોકો સહન નહિ કરે.
कांग्रेस के वरिष्ठ नेता मधुसूदन मिस्त्री द्वारा PM श्री @narendramodi के लिए सरदार पटेल के संदर्भ में औक़ात जैसे शब्द का प्रयोग निंदनीय तो है ही पर अमृत महोत्सव वर्ष में यह भी याद दिलाता है स्वतंत्रता के समय कांग्रेस में किसकी क्या औक़ात थी फिर भी न्याय व सम्मान नहीं दिया गया pic.twitter.com/OiTDgxHA0o
— Dr. Sudhanshu Trivedi (@SudhanshuTrived) November 12, 2022
આ તમામ વંટોળ બાદ કોંગ્રેસ ઉમેદવાર ઇમરાન ખેડાવાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ ઉપર વખાણ કરતા પ્રથમ દ્રષ્ટીએ તો એવું જ લાગી રહ્યું છે કે તેઓ મધુસુદન મિસ્ત્રી દ્વારા ફેલાવામાં આવેલા રાયતાને સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેમના આ બદલાયેલા સુર અને સ્વરૂપ તેમને અગામી ચૂંટણીમાં કેટલાક કામ લાગે છે તે પરિણામો આવ્યાં બાદજ ખબર પડશે.