Wednesday, May 8, 2024
More
    હોમપેજદેશમાલદીવ સાથેના વિવાદ વચ્ચે મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: લક્ષદ્વીપમાં બનશે નવું એરપોર્ટ,...

    માલદીવ સાથેના વિવાદ વચ્ચે મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: લક્ષદ્વીપમાં બનશે નવું એરપોર્ટ, ફાઇટર જેટ પણ રહેશે તૈનાત, જાણો શું છે કેન્દ્રનો મેગા પ્લાન

    સરકારે આ પહેલાં પણ મિનિકોય દ્વીપ પર નવું એરપોર્ટ બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ હવે આ પ્રસ્તાવમાં ફેરફાર કરીને તેને સંયુકત એરફીલ્ડ તરીકે વિકસાવવાની તૈયારી ચાલી રહી છે.

    - Advertisement -

    માલદીવની એક ભૂલ તેમના આખા ટુરિઝમ સેક્ટર પર ભારે પડી રહી છે. સોશિયલ મીડિયામાં માલદીવનો બહિષ્કાર કરવા માટે હાંકલ કરવામાં આવી રહી છે. દેશના ઘણા નામચીન લોકો અને સેલિબ્રિટી પણ ભારતના ટાપુઓને પ્રમોટ કરતાં જવા મળી રહ્યા છે. તે વચ્ચે હવે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે કેન્દ્રની મોદી સરકાર હવે લક્ષદ્વીપને શ્રેષ્ઠ પર્યટન સ્થળ બનાવવા માટે મેગા પ્લાન ઘડી રહી છે. અત્યાધુનિક સુવિધાઓ લક્ષદ્વીપને પૂરી પાડવામાં આવે તે માટે યોજના બનાવવામાં આવી રહી છે. ભારત સરકાર લક્ષદ્વીપમાં આવેલા મિનિકોય દ્વીપ પર નવું એરપોર્ટ બનાવવાની યોજના બનાવી રહી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય માલદીવ સાથેના વિવાદ વચ્ચે આવી રહ્યો છે. ANIના રિપોર્ટમાં આ વિષેનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

    માલદીવ સાથે વધતાં વિવાદ વચ્ચે હવે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, કેન્દ્રની મોદી સરકાર દ્વારા લક્ષદ્વીપમાં સ્થિત મિનિકોય દ્વીપ પર એક નવું એરપોર્ટ બનાવવામાં માટેની યોજના બનાવવામાં આવી રહી છે. સરકારનો આ નિર્ણય માલદીવ સાથે વણસતા સંબંધો વચ્ચે આવ્યો છે. જેને ખૂબ જ મહત્વનો નિર્ણય ગણવામાં આવી રહ્યો છે. આ નવું એરપોર્ટ નાગરિક હેતુની સાથે-સાથે મિલીટરી હેતુ માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે. અહીંથી સિવિલ પ્લેનની સાથે મિલીટરી એરક્રાફ્ટ પણ ઓપરેટ કરવામાં આવશે.

    સિવિલ પ્લેન સાથે મિલીટરી એરક્રાફ્ટ પણ થશે ઓપરેટ

    ANIના રિપોર્ટ અનુસાર, સરકાર સાથે જોડાયેલા સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, નવા એરપોર્ટ પર નાગરિક વિમાનોની સાથે મિલીટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને ફાઇટર જેટ્સ પણ ઓપરેટ થઈ શકશે અને આ એક સંયુકત એરફીલ્ડ હશે.

    - Advertisement -

    નોંધનીય છે કે, સરકારે આ પહેલાં પણ મિનિકોય દ્વીપ પર નવું એરપોર્ટ બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ હવે આ પ્રસ્તાવમાં ફેરફાર કરીને તેને સંયુકત એરફીલ્ડ તરીકે વિકસાવવાની તૈયારી ચાલી રહી છે. લશ્કરી દ્રષ્ટિકોણથી નવા એરપોર્ટનું નિર્માણ ભારતને અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર પર દેખરેખ રાખવામાં વ્યૂહાત્મક રીતે મદદ કરશે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે અગાઉ સરકારને મિનિકોય આઇલેન્ડ પર એરસ્ટ્રીપ બનાવવાનું સૂચન કર્યું હતું.

    PM મોદીની મુલાકાત બાદ ચર્ચામાં આવ્યું લક્ષદ્વીપ

    તાજેતરમાં જ PM મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદથી આ કેન્દ્રશાસિત પ્રદેશ ખૂબ ચર્ચામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર PM મોદીની તસવીરો જોઈને લોકો લક્ષદ્વીપની સરખામણી માલદીવ સાથે કરવા લાગ્યા હતા. તેને લઈને વિવાદ ઊભો થયો હતો. માલદીવના કેટલાક નેતાઓએ PM મોદી પર અપમાનજનક ટિપ્પણી પણ કરી હતી. જોકે, માલદીવ સરકારે તે ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેમ છતાં માલદીવના રાજદૂતને વિદેશ મંત્રાલયનું તેડું આવ્યું હતું. જે બાદ ફરીથી માલદીવ વિવાદને લઈને ચર્ચાએ જોર પકડયું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં