Saturday, April 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટહાઇકોર્ટના ચુકાદા બાદ SMC એ સુરત ગોપી તળાવ પાસેના ગેરકાયદેસર મદરેસા પર...

  હાઇકોર્ટના ચુકાદા બાદ SMC એ સુરત ગોપી તળાવ પાસેના ગેરકાયદેસર મદરેસા પર ફેરવ્યું બુલડોઝર, લાંબા સમયથી ચાલી રહ્યો હતો વિવાદ

  સુરતના ગોપી તળાવ પાસે સરકારી જમીન પર મદરેસા બનાવવાનો કેસ જીતી ગયા બાદ સુરત મ્યુનિસિપલ ક્રોપોરેશને ડિમોલીશન કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું.

  - Advertisement -

  સુરતના ગોપી તળાવ ખાતે સરકારી જમીન પર કબજો કરીને બનાવાયેલ ગેરકાયદેસર મદરેસા ઘણાં સમયથી કાર્યરત હતું. લાંબા સમય ચાલેલા વિવાદ બાદ આખરે હાઇકોર્ટના આદેશ બાદ ગઇકાલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેના ડિમોલિશનની કાર્યવાહી થઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનના અધિકારીઓએ ગોપી તળાવ ખાતેના ગેરકાયદેસર મદરેસા પર બુલડોઝર ફેરવ્યું હતું.

  સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, વોર્ડ નંબર 3, સિટી સર્વે નંબર 4936 અને અનવર-એ-રબ્બાની તાલીમ-ઉલ-ઈસ્લામ 4939માં એક મદરેસા ચાલી રહી હતી, જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હોવાનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત વક્ફ બોર્ડ વચ્ચે લાબા સમયથી ચાલેલા કાયદાકીય જંગનો 18 મે ના રોજ જ અંત આવ્યો હતો. જ્યારે કોર્ટે વક્ફ બોર્ડ પાસે મદરેસાની જગ્યાની માલિકીના પુરાવા માંગતા વક્ફ બોર્ડ એ પૂરા પાડવામાં નિષ્ફળ રહ્યું હતું જેથી કોર્ટે વક્ફ બોર્ડને રાહત આપવાની મનાઈ કરી હતી.

  હાઇકોર્ટનો ચુકાદો આવ્યા બાદ SMCએ પાલિકાને આ ગેરકાયદેસર મદરેસાનું ડિમોલિશન કરવા સૂચવ્યું હતું. પરંતુ મદરેસા દ્વારા નિશ્ચિત સમયમાં કોઈ કાર્યવાહી ન થતાં ગઈ કાલે કોર્પોરેશને ભારે પોલીસ કાફલા સાથે આ ગેરકાયદેસર મદરેસા પર બુલડોઝર ફેરવીને ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ કરી હતી.

  - Advertisement -

  “હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધા પછી, અમે મેનેજમેન્ટને જાતે જ માળખું દૂર કરવા કહ્યું હતું. તેઓએ ઉપરના બે માળ દૂર કર્યા અને આજે અમે બાકીનું ગ્રાઉન્ડ સ્ટ્રક્ચર દૂર કર્યું. વિસ્તાર હવે સંપૂર્ણપણે સાફ છે,” તેમ નાયબ મ્યુનિસિપલ કમિશનર ગાયત્રી જરીવાલાએ જણાવ્યું હતું.

  અત્રે નોંધનીય છે કે, 29 ડિસેમ્બર 2021ના ​​રોજ, ગેરકાયદેસર મદરેસાને તોડી પાડવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી. જો કે બાદમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડે ટ્રિબ્યુનલ કોર્ટમાં આ નોટિસ અરજી કરી હતી. અરજીમાં કહેવાયું હતું કે છેલ્લા 60 વર્ષથી અહીં મદરેસા આવેલી છે. પાલિકા ગેરકાયદેસર રીતે બનેલ મદરેસાને તોડીને તેની ઉપર પાર્કિંગ બનાવવા માંગે છે. જ્યારે સુરત કોર્પોરેશનનું કહેવું હતું કે અરજદાર દ્વારા કોર્પોરેશન દ્વારા ગોપી તળાવ માટે ફાળવેલ સરકારી જમીન પર કબજો કરીને આ ગેરકાયદેસર મદરેસા બનાવવામાં આવ્યું હતું.

  કોર્ટમાં ચાલેલી લાંબી લડાઈ બાદ જ્યારે હાઇકોર્ટ દ્વારા અરજદાર પાસે આ જમીનના માલિકાના હક બાબતના પુરાવા માંગવામાં આવ્યા તો વક્ફ બોર્ડ એ પૂરા પાડવામાં નિષ્ફળ રહ્યું અને સાબિત થયું કે અરજદાર દ્વારા સરકારી જમીનને ખોટી રીતે વક્ફ બોર્ડની મિલકત દર્શાવી ત્યાં ગેરકાયદેસર મદરેસાનું બાંધકામ કરાયું હતું. જેથી અંતમાં કોર્ટે સુરત કોર્પોરેશની તરફેણમાં આદેશ આપી આ ગેરકાયદેસર મદરેસા પર બુલડોઝર ફેરવવાને લીલી ઝંડી આપી હતી.

  ઉલ્લેખનીય છે કે અગાઉ નવેમ્બર 2021માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્યમથક મુગલીસરાને વકફ મિલકત તરીકે જાહેર કરવામાં આવી હતી. બોર્ડે દાવો કર્યો હતો કે શાહજહાંના મુઘલ શાસન દરમિયાન, તેમની પુત્રી જહાનઆરા બેગમ સુરતની રખાત હતી અને તેમના વિશ્વાસુ ઈશાકબૈલ યઝદી ઉર્ફે હકીકત ખાને 1644માં આ ઈમારતનું નિર્માણ કર્યું હતું. તેનું નામ હુમાયુ સરાય રાખવામાં આવ્યું હતું. તે કથિત રીતે હજ યાત્રીઓને આરામ કરવા માટે દાનમાં આપવામાં આવ્યું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં