Monday, July 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઈતિહાસને પ્રમાણિત કરતી સંસ્થા આઈસીએચઆરમાં રાષ્ટ્રગાન કરાયું બંધ: ભારત માતા અને પંડિત...

  ઈતિહાસને પ્રમાણિત કરતી સંસ્થા આઈસીએચઆરમાં રાષ્ટ્રગાન કરાયું બંધ: ભારત માતા અને પંડિત દીનદયાળનો ફોટો પણ હટાવ્યા

  ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ પ્રમુખ રઘુવેન્દ્ર તંવર અને સભ્ય સચિવ ઉમેશ કદમે આ વાતની પુષ્ટિ કરી છે, પરંતુ આ અંગે વધુ વિગતો આપવાની ના પાડી છે. 

  - Advertisement -

  ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ દ્વારા લેવામાં આવેલો એક નિર્ણય વિવાદનું કારણ બન્યું છે. આઈસીએચઆરના કેમ્પસમાં કર્મચારીઓ દ્વારા રોજ સ્વેચ્છિક રીતે રાષ્ટ્રગાન ગાવામાં આવતું હતું, તેને બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે ત્યાં મુકવામાં આવેલી શ્યામા પ્રસાદ મુખર્જી અને ભારત માતાની તસ્વીર પણ દુર કરી દેવામાં આવી છે. આના કારણે આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

  એક મીડિયા રીપોર્ટ અનુસાર, ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ પ્રમુખ રઘુવેન્દ્ર તંવર અને સભ્ય સચિવ ઉમેશ કદમે આ વાતની પુષ્ટિ કરી છે, પરંતુ આ અંગે વધુ વિગતો આપવાની ના પાડી છે. 

  આઈસીએચઆરના કેમ્પસમાં કર્મચારીઓએ સ્વેચ્છાએ રોજ સવારે દસ વાગે રાષ્ટ્રગાન ગાતા હતા. આ ક્રમ છ મહિના પહેલા જ શરુ થયો હતો. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર જયારે આ નિત્યક્રમ શરુ કરવામાં આવ્યો, ત્યારે કોઈ જ લેખિત આદેશ હતો નહીં. માટે જ કોઈ પણ પ્રકારના લેખિત આદેશ વગર જ તેને બંધ પણ કરવામાં આવ્યું છે. 

  - Advertisement -

  સાથે સાથે એક હોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની સાથે ભારત માતા અને દીનદયાળ ઉપાધ્યાયજી નો ફોટો પણ લગાવેલો હતો, પરંતુ તેને પણ હટાવી દેવામાં આવ્યો છે. આ મામલે જ્યારે પૂછવામાં આવ્યું, ત્યારે સભ્ય સચિવ ઉમેશ કદમે કહ્યું, “તસવીરો મૂકવાનો કોઈ લેખિત આદેશ નહોતો. લોકો આવીને આવી વસ્તુઓ ગિફ્ટ કરે છે અને અમે તેને યોગ્ય જગ્યાએ મૂકીએ છીએ.” 

  ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ પ્રમુખ રઘુવેન્દ્ર તંવર આ મામલે તેમની કોઈ જ ભૂમિકા નથી, તેવું જણાવ્યું હતું અને સાથે કહ્યું હતું કે હું ગત 10 ફેબ્રુઆરીથી મુખ્યાલય ગયો જ નથી. એવું કહેવાઈ રહ્યું છે સદસ્ય સચિવ ઉમેશ કદમે પોતાનું પદ સંભાળ્યું, ત્યારથી રાષ્ટ્રગાન શરુ કરવામાં આવ્યું હતું. 

  તમને જણાવી દઈએ કે ICHR ની સ્થાપના 1972 માં ઇતિહાસના વૈજ્ઞાનિક લેખન માટે કરવામાં આવી હતી. આ સંસ્થાન ભારત સરકારના શિક્ષા મંત્રાલયના અંતર્ગત જ સ્વતંત્ર બોડી તરીકે કામ કરે છે. ભારતીય ઈતિહાસને પ્રમાણિત કરવાનું કાર્ય પણ તેમણે કરવાનું હોય છે. આ સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય એ હતો કે દેશભરના નિષ્ણાત ઈતિહાસકારોને એક મંચ પર લાવી તે અંગે ચર્ચાઓ કરી, ઈતિહાસને વૈજ્ઞાનિક આધાર પર પ્રમાણિત કરવા. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં