Friday, October 11, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઘરે ITની રેડ, રૂપિયા એટલા મળ્યા કે નોટો...

    કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઘરે ITની રેડ, રૂપિયા એટલા મળ્યા કે નોટો ગણવાનાં મશીનો બંધ થઇ ગયાં: ઝારખંડના વિવિધ ઠેકાણાંઓ પર તપાસ ચાલુ

    કુલ રકમ કેટલી છે, તેની હાલ અધિકારીઓ ગણતરી કરી રહ્યા છે. સત્તાવાર આંકડા હજી જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ અંદાજે 100 કરોડથી વધુનો આંકડો માનવામાં આવી રહ્યો છે. 

    - Advertisement -

    ઝારખંડના કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘરે ITએ રેડ પાડતા ખૂબ મોટી સંખ્યામાં રોકડ રકમ મળી આવી છે. રકમ એટલી વધારે છે કે નોટો ગણવાના મશીન પણ બંધ થઈ ગયા હતા. નોટોના ઢગ જોઈને એમ જ લાગે કે જાણે આપણે RBIના છાપખાનામાં પહોંચી ગયા હોઈએ.

    ઝારખંડના કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઘર ઉપરાંત અલગ અલગ પાંચ જગ્યાઓ પર બુધવારે (6 ડિસેમ્બર 2023) ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જ્યાં એક જગ્યાએથી રોકડ રકમ ભરેલી એક તિજોરી મળી આવી હતી. જેમાં એટલી મોટી સંખ્યામાં રોકડ રકમ મળી હતી કે જેની નોટો ગણતા મશીન પણ બંધ થઇ ગયું હતું. કુલ રકમ કેટલી છે, તેની હાલ અધિકારીઓ ગણતરી કરી રહ્યા છે. સત્તાવાર આંકડા હજી જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ અંદાજે 100 કરોડથી વધુનો આંકડો માનવામાં આવી રહ્યો છે. 

    અહેવાલો પ્રમાણે બુધવારે ITની તપાસ ટીમ પશ્ચિમ બંગાળના કલકત્તા, ઓડીશાના બૌધ, બલાંગીર, રાયગઢા અને સંબલપુરના ઠેકાણાઓ સાથે ઝારખંડના રાંચી અને લોહરદગામાં પણ છાપેમારી કરી હતી. જેમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓડીશા ટીમ પણ સાથે હતી. તપાસમાં કોંગ્રેસ નેતા ધીરજ સાહુના નિવાસસ્થાનો પર તપાસ કરતા કોઈ વ્યક્તિ મળ્યું ન હતું. અલગ અલગ ઠેકાણે IT અધિકારીઓએ ડોક્યુમેન્ટ, કારોબારની માહિતીના દસ્તાવેજ તપાસ્યા હતા.

    - Advertisement -

    મળતી માહિતી મુજબ ધીરજ સાહુના અંગત એવા દારૂના વેપારી ડબલ્યુ સાહુના વિવિધ ઠેકાણાઓ ઉપર પણ તપાસ ચાલી રહી છે. સંબલપુર સ્થિત અમુક બેંકોના ખાતા પણ સીલ કરવામાં આવ્યા છે. 7 ડિસેમ્બરની વહેલી સવારથી જ બીજી અનેક જગ્યાઓ ઉપર પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર મામલો દારૂના ધંધામાં કરવામાં આવેલી ટેક્સ ચોરીથી સંબધિત છે. તપાસ ચાલુ હોવાથી IT વિભાગે કોઈપણ માહિતી જાહેર કરી નથી.

    કોણ છે કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ

    ઝારખંડના ધીરજ સાહુ કોંગ્રેસના સૌથી જુના નેતાઓમાંથી એક છે. 1977માં વિદ્યાર્થીનેતાના રૂપે રાજનીતિમાં પ્રવેશ થયો અને પછીથી તેઓ રાજનીતિમાં આગળ આવ્યા. અત્યાર સુધી તેઓ ત્રણ વાર રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. 2010 થી 2016 સુધી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રહ્યા હતા. 2018માં તેમને વિપક્ષ ચુંટણી લડ્ડી અને વિજેતા રહ્યા હતા. આ ઉપરાંત ધીરજ સાહુ 2003-2005 સુધી પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે.

    આ પહેલાં પણ કર્ણાટકના કોંગ્રેસના એક ઉમેદવારના ભાઈને ત્યાંથી ITની રેડમાં 1 કરોડ જેટલી રકમ મળી આવી હતી. આ રકમ એક ઝાડ પર છુપાવવામાં આવી હતી જેનો વિડીયો વાઈરલ થયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં