Sunday, April 28, 2024
More
    હોમપેજદુનિયાવિદ્યાર્થીને કુરાનની આયાત ન આવડી તો મૌલવીએ ઢોર માર માર્યો, કરાવવું પડ્યું...

    વિદ્યાર્થીને કુરાનની આયાત ન આવડી તો મૌલવીએ ઢોર માર માર્યો, કરાવવું પડ્યું આંખનું ઓપરેશન: હોંગકોંગની મદરેસાની ઘટના

    માર મારવાના લીધે વિદ્યાર્થીની ડાબી આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાના બીજા દિવસે પીડિત વિદ્યાર્થીએ પોતાના પરિવારજનોને આંખમાં દુખાવો થતો હોવાની જાણ કરી હતી.

    - Advertisement -

    હોંગકોંગની એક મદરેસામાં મૌલવીએ એક વિદ્યાર્થીને માર માર્યાની ઘટના સામે આવી હતી. જાણવા મળી રહ્યું છે કે મૌલવી મૂળ પાકિસ્તાની વિદ્યાર્થી દ્વારા કુરાનની આયાત સંભળાવી ન શકવાથી ગુસ્સે હતો. મૌલવીએ માર મારવાથી 13 વર્ષીય પીડિત વિદ્યાર્થીને અન્ય ઈજાઓ સહિત આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટના શનિવાર (5 ઓગસ્ટ)ની હોવાનું જાણવા મળી રહ્યું છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે મદરેસામાં મૌલવી દ્વારા વિદ્યાર્થી સાથે મારપીટ કરવામાં આવી હતી એ તેમાં મોટાભાગે પાકિસ્તાની વિદ્યાર્થીઓ ઈસ્લામિક શિક્ષણ મેળવી રહ્યા છે. ઘટનાને દિવસે મદરેસામાં ભણાવતા મૌલવીએ વિદ્યાર્થીને કુરાનની એક આયાત સંભળાવવાનું કહ્યું હતું. વિદ્યાર્થી આયાત ન સંભળાવી શકતા ગુસ્સે થયેલા આરોપી મૌલવીએ તેને માર માર્યો હતો. માર મારવાના લીધે વિદ્યાર્થીની ડાબી આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાના બીજા દિવસે રવિવારે પીડિત વિદ્યાર્થીએ પોતાના પરિવારજનોને આંખમાં દુખાવો થતો હોવાની જાણ કરી હતી. વિદ્યાર્થીએ તેના પરિવારને જણાવતા મૌલવી દ્વારા માર માર્યાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    ત્યારબાદ પીડિત વિદ્યાર્થીના પરિવારજનો વિદ્યાર્થીને હોંગકોંગના ચાઈ-વાન વિસ્તારમાં આવેલી ઈસ્ટર્ન હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં આંખની ઈજાઓને ગંભીર ગણાવી ડોક્ટરોએ સર્જરી કરી હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર, 6 મહિના બાદ ફરી એકવાર આંખની સર્જરી કરવામાં આવશે. પીડિત વિદ્યાર્થીના પરિવારે આરોપી મૌલવી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ પીડિત વિદ્યાર્થીના પરિવાર સહિત મદરેસાના અધિકારીઓના સંપર્કમાં છે અને તપાસની સાથે-સાથે જરૂરી કાર્યવાહી પણ કરી રહ્યા છે.

    - Advertisement -

    બીજી તરફ હોંગકોંગની ઈસ્લામિક કાઉન્સિલે મૌલવીના આ કૃત્યની નિંદા કરી હતી. કાઉન્સિલે દેશના મુસ્લિમ સમુદાયને મદરેસામાં CCTV લગાવવાનું અને આવી ઘટનાઓને રોકવાનું વચન આપ્યું છે. સંસ્થાના સ્થાપક આદિલ મલિકે વિદ્યાર્થીને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું, જ્યારે શહેરના ઈમામ મુફ્તી મહોમ્મદ અરશદનો દાવો છે કે, વિદ્યાર્થિની આંખમાં પહેલાથી જ કોઈ સમસ્યા હતી. જોકે તેમણે આરોપી મૌલવી દ્વારા વિદ્યાર્થીને માર માર્યાની ઘટનાને નકારી નહોતી. મુફ્તી મહોમ્મદ અરશદે વિદ્યાર્થીઓને ભણાવવા માટે મદરેસાના શિક્ષકોને તાલીમ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં