Sunday, April 28, 2024
More
    હોમપેજદેશપુરુષોને લલચાવતી, ઘરમાં બોલાવીને અંગત પળો કેમેરામાં કેદ કરતી: હનીટ્રેપમાં ફસાવીને 'મોડેલ'...

    પુરુષોને લલચાવતી, ઘરમાં બોલાવીને અંગત પળો કેમેરામાં કેદ કરતી: હનીટ્રેપમાં ફસાવીને ‘મોડેલ’ મેહર કરતી સુન્નત અને ધર્માંતરણ માટે દબાણ; અબ્દુલ, યાસીન સહિત 3ની ધરપકડ

    એક પીડિત એન્જિનિયરે હિંમત દાખવી પોલીસ સમક્ષ આ ટોળકીનો ભાંડો ફોડતાં બ્લેકમેલિંગનો આખો ખેલ સામે આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં અત્યાર સુધી 12 લોકોને બ્લેકમેલ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ટોળકીની સંડોવણીની શંકા દ્વારા પોલીસ અધિકારીઓ અન્ય કેસોની પણ તપાસ કરી રહ્યા છે.

    - Advertisement -

    કર્ણાટક પોલીસે બુધવારે (16 ઓગષ્ટ, 2023) હનીટ્રેપ મામલે મુંબઈથી એક કથિત મોડલની ધરપકડ કરી છે. મેહર નામની એક મોડલ બેંગ્લોરમાં ગેંગ ચલાવી રહી છે, જેણે હમણાં સુધી 20 થી 50 વર્ષની વયજૂથના આશરે એક ડઝનથી પણ વધારે પુરુષોને ધમકાવીને તેમની પાસેથી મોટી રકમ પચાવી પાડી છે. આ મામલે બેંગ્લોરની પુત્તેનહલ્લી પોલીસે અબ્દુલ ખાદર અને યાસીન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જયારે તાજેતરમાં મેહરની પણ ધરપકડ થઇ ચુકી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હનીટ્રેપ મામલે મુખ્ય આરોપી મહિલા તરીકે મેહરની ઓળખ થઇ છે. તે નેહા નામથી ટેલિગ્રામ એપ્લિકેશન પરથી પુરુષોને ફસાવતી હતી. પુરુષોને પોતાની જાળમાં ફસાવ્યા બાદ મેહર અને તેની ટોળકી બ્લેકમેલ કરતી હતી. જેના બદલામાં ગેંગ મોટી રકમ વસુલતી હતી. આ ટોળકીએ પીડિતોને ધર્મ બદલાવીને ઇસ્લામ કબૂલવા અને સુન્નત કરાવવા માટે પણ દબાણ ઉભું કર્યું હોવાની વાત સામે આવી છે.

    આ રીતે કરતા હતા શિકાર

    પોલીસના જણાવ્યા મુજબ, નેહા ઉર્ફે મેહર બેંગ્લોરમાં 20 થી 50 વર્ષની ઉંમરના અનેક લોકો સાથે સંપર્ક કરતી હતી. તેમને ફસાવ્યા બાદ તે જેપી નગર સ્થિત તેના ઘરે શારીરિક સંબંધો બાંધવા બોલાવતી હતી. ઘરે બોલાવ્યા બાદ તે બિકીની પહેરીને તેનું સ્વાગત કરતી હતી. ત્યારબાદ તે પીડિતોને જબરદસ્તીથી ગળે વળગી ચુંબન કરતી હતી.

    - Advertisement -

    આ દરમિયાન હનીટ્રેપ ચલાવટી ગેંગના અન્ય સભ્યો પણ તેના ઘરમાં છુપાઈને મોડલ સાથે પીડિત પુરુષોના અપમાનજનક અશ્લીલ વિડીયો બનાવતા હતા. ત્યારબાદ આ ગેંગ પીડિતનો ફોન છીનવી લઇ તેના દરેક સંપર્કોનું લિસ્ટ લઇ લેતી હતી. આ રીતે તેઓ પીડિત પુરુષો પાસે પૈસાની માંગણી કરી બ્લેકમેલ કરતા હતા. જો તેઓની માંગણી સ્વીકારવામાં ન આવે તો પીડિત પુરુષોના દરેક સંપર્કો સહિતની મિત્રમંડળીને મોડલ સાથેના અશ્લીલ ફોટાઓ મોકલીને તેના પરિવારમાં બદનામ કરવા બાબતે ધમકી આપતા હતા.

    આ ટોળકી પીડિતને આરોપી મોડલ મેહર સાથે નિકાહ કરવા માટે પણ દબાણ કરતી હતી. તેઓ ભારપૂર્વક જણાવતા હતા કે, મોડલ મુસ્લિમ હોવાથી પીડિતે ઇસ્લામ કબૂલ કર્યા બાદ જ તેની સાથે નિકાહ કરવાના થશે. સાથે તેઓ પીડિતોને તાત્કાલિક સુન્નત કરાવવા માટે પણ દબાણ ઉભું કરતા હતા. આવી માંગણીઓથી ડરીને પીડિતો આ ટોળકીને મોટી રકમ આપી દેતા હતા.

    આ રીતે પર્દાફાશ થયો

    બેંગ્લોરના એક પીડિત એન્જિનિયરે હિંમત દાખવી પોલીસ સમક્ષ આ ટોળકીનો ભાંડો ફોડતાં બ્લેકમેલિંગનો આખો ખેલ સામે આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં અત્યાર સુધી 12 લોકોને બ્લેકમેલ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ટોળકીની સંડોવણીની શંકા દ્વારા પોલીસ અધિકારીઓ અન્ય કેસોની પણ તપાસ કરી રહ્યા છે.

    કર્ણાટક પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી શરણ પ્રકાશ બાલિગેરા, અબ્દુલ ખાદર અને યાસીનની ધરપકડ કરી હતી. જયારે મુખ્ય આરોપી મોડલ મેહર ફરાર હતી. પોલીસે 16 ઓગષ્ટે તેની પણ ધરપકડ કરી હતી. પોલીસ હવે આ ટોળકી સાથે સંકળાયેલ અન્ય આરોપી નદીમની શોધખોળ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં