Sunday, September 15, 2024
More
    હોમપેજદેશઆતંકવાદ પર વધુ એક પ્રહાર, મોદી સરકારે 'તહરીક-એ-હુર્રિયત' પર મૂકી દીધો પ્રતિબંધ:...

    આતંકવાદ પર વધુ એક પ્રહાર, મોદી સરકારે ‘તહરીક-એ-હુર્રિયત’ પર મૂકી દીધો પ્રતિબંધ: કાશ્મીરમાં ‘ઇસ્લામી શાસન’ સ્થાપવા કામ કરતું હતું સંગઠન

    ગૃહમંત્રી શાહે કહ્યું, "આતંકવાદ વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝીરો ટોલરન્સની નીતિ મુજબ, ભારત વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ અથવા સંગઠનને તાત્કાલિક નિષ્ફળ બનાવવામાં આવશે."

    - Advertisement -

    ભારત સરકાર રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. હજુ થોડા દિવસો પહેલાં જ જમ્મુ-કાશ્મીરના મુસ્લિમ લીગ સંગઠન (મસરત આલમ ગ્રુપ) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે બાદ હવે અન્ય એક સંગઠન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના ‘તહરીક-એ-હુર્રિયત’ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરોપ છે કે, આ સંગઠન કાશ્મીરમાં ઈસ્લામી શાસન લાગુ કરવાનું ષડયંત્ર રચી રહ્યું હતું.

    કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના સંગઠન તહરીક-એ-હુર્રિયત પર પ્રતિબંધ લગાવી દીધો છે. UAPA (અનલૉફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) અધિનિયમ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વિશેની જાણકારી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, “તહરીક-એ-હુર્રિયત, જમ્મુ-કાશ્મીરને UAPA હેઠળ ગેરકાનૂની સંગઠન ઘોષિત કરવામાં આવ્યું છે. આ સંગઠન જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવા અને અને ઈસ્લામી શાસન સ્થાપિત કરવાની ગતિવિધિઓમાં સામેલ છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “આ સંગઠન જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે ભારત વિરોધી પ્રચાર કરી રહ્યું છે અને આતંકવાદી ગતિવિધિઓ ચાલુ રાખી રહ્યું છે.” તેમણે ઉમેર્યું કે, “આતંકવાદ વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝીરો ટોલરન્સની નીતિ મુજબ, ભારત વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ અથવા સંગઠનને તાત્કાલિક નિષ્ફળ બનાવવામાં આવશે.”

    - Advertisement -

    કાશ્મીરને અલગ કરી ઈસ્લામી શાસન લગાવવા માંગતુ હતું સંગઠન

    તહરીક-એ-હુર્રિયત સંગઠન પર પ્રતિબંધ મામલેની જાણકારી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ સંગઠન જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદ ફેલાવી રહ્યું છે. આ લોકો આતંકીઓને શ્રદ્ધાંજલિ આપે છે અને પથ્થરમારાને પ્રોત્સાહન આપે છે. સંગઠનના લોકો ભારતીય કાયદાઓનું પાલન નથી કરતાં અને કાશ્મીરને ભારતથી અલગ કરીને ઈસ્લામી શાસન સ્થાપવા માંગે છે. સરકારે ચાર દિવસમાં કાશ્મીરમાં સક્રિય બીજા મોટા સંગઠન વિરુદ્ધ એક્શન લીધી છે. જે કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓને સમર્થન આપતું હતું.

    મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ જૂથ ) પર પણ પ્રતિબંધ

    નોંધનીય છે કે આ પહેલાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીર સ્થિત સંગઠન ‘મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ જૂથ) પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ બાબતની સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ સ્વયં ગૃહમંત્રી અમિત શાહે પણ પુષ્ટિ કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, દેશ વિરોધી ગતિવિધિઓના કારણે આ સંગઠન પર UAPA હેઠળ 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં દેશ વિરોધી અને અલગતાવાદી ગતિવિધિઓમાં સામેલ છે અને આતંકવાદી ગતિવિધિઓને સમર્થન આપે છે. તથા આ સંગઠન કાશ્મીરના લોકોને ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં