Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે: દમણ-સેલવાસને આપી ₹2448 કરોડના વિકાસકાર્યોની...

    ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે: દમણ-સેલવાસને આપી ₹2448 કરોડના વિકાસકાર્યોની ભેટ, કલોલમાં કરશે મેડિકલ કૉલેજનું ઉદ્ઘાટન

    ગૃહમંત્રી અમિત શાહ સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ગાંધીનગર કોર્પોરેશન દ્વારા સેક્ટર-21માં બનાવવામાં આવેલી અત્યાધુનિક લાઈબ્રેરીનું લોકાર્પણ કરશે. આ સાથે જ GUDAના 2663 આવાસોના ડ્રોમાં હાજરી આપશે.

    - Advertisement -

    કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહ હાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. સોમવારે (26 ફેબ્રુઆરી)એ અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને સેલવાસની મુલાકાતે હતા, જ્યારે મંગળવારે (27 ફેબ્રુઆરી) કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કૉલેજનું લોકાપર્ણ કરશે. આ ઉપરાંત કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપવાના છે.

    કાર્યક્રમની રૂપરેખા મુજબ અમિત શાહ સવારે અમદાવાદના સોલામાં શ્રીદશકોશી કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 25માં સમુહલગ્નોત્સવમાં હાજરી આપશે. જ્યાં બાદ તેઓ કલોલ સ્થિત કપિલેશ્વર મહાદેવ મંદિરમાં પૂજ- અર્ચના કરશે. ઉપરાંત કલોલના સઈજ ખાતે શ્રી સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરુકુલની ₹150 કરોડના ખર્ચે બનેલી મેડિકલ કૉલેજનું ઉદ્ઘાટન કરશે, જે પછી તેઓ ગાંધીનગરના ધોળાકુંવા સ્થિત ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા નવનિર્મિત વિદ્યાભવનનું લોકાર્પણ કરશે.

    ત્યાર બાદ ગૃહમંત્રી અમિત શાહ સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ગાંધીનગર કોર્પોરેશન દ્વારા સેક્ટર-21માં બનાવવામાં આવેલી અત્યાધુનિક લાઈબ્રેરીનું લોકાર્પણ કરશે. આ સાથે જ GUDAના 2663 આવાસોના ડ્રોમાં હાજરી આપશે. જે બાદ પેથાપુરમાં ગાંધીનગર મનપાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને અહીં જનસભાને સંબોધન પણ કરવાના છે.

    - Advertisement -

    સોમવારે (26 ફેબ્રુઆરી) કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને સેલવાસમાં ગૃહમંત્રી અમિત શાહે આશરે ₹2448 કરોડની કિંમતની 53 વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે દમણ અને દીવના વહીવટદાર પ્રફુલ પટેલ અને કેન્દ્રીય ગૃહ સચિવ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસકાર્યોના શિલાન્યાસ બાદ અમિત શાહે સંબોધનની શરૂઆતમાં વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે, વીર સાવરકરે પોતાનું આખું જીવન ભારતને આઝાદ કરાવવા અને પછી દેશને સાચો રસ્તો બતાવવા માટે હોમી દીધું. વીર સાવરકર જેવા મહાપુરુષો હજારો વર્ષમાં એકવાર જન્મે છે.

    કેન્દ્રીય ગૃહમંત્રીએ યોજનાઓ વિશે જણાવતા કહ્યું હતું કે, દમણમાં ₹191 કરોડના ખર્ચે 10, દીવમાં ₹340 કરોડના ખર્ચે 10 અને દાદરા અને નગર હવેલીના ₹1916 કરોડના ખર્ચે 33 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં એટલા બધા વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે કે જો તેમની ગણતરી કરવામાં આવે તો ખૂબ લાંબી સૂચિ બની જશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં