Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રી 2024નું ઉદ્ઘાટન કરશે ગૃહમંત્રી અમિત શાહ: 2 દિવસીય ગુજરાત...

    અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રી 2024નું ઉદ્ઘાટન કરશે ગૃહમંત્રી અમિત શાહ: 2 દિવસીય ગુજરાત પ્રવાસમાં નવી કમિશ્નર કચેરી અને 447 કરોડના વિકાસ કાર્યક્રમોનું કરશે લોકાર્પણ

    નવી પોલીસ કમિશ્નર કચેરી 7 માળની બનાવામાં આવી છે તથા તેનો કંટ્રોલ રૂમ પણ એકદમ હાઇટેક છે. કન્ટ્રોલ રૂમમાં એક સાથે દોઢસો જેટલો સ્ટાફ બેસી શકે તેવી વ્યવસ્થા છે. તથા આવા જ 5 કોન્ફરન્સ હોલ બનાવાયા છે.

    - Advertisement -

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારથી (3 ઓક્ટોબર) નવરાત્રિના પ્રથમ બે દિવસ ગુજરાતના પ્રવાસ પર છે. (Amitshah in Gujarat) છે. નવરાત્રિના પ્રથમ નોરતે ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મનપાના ₹447 કરોડના વિવિધ વિકાસ લોકાર્પણ અને ખાતમુર્હુત કર્યું હતું. ઉપરાંત તેઓ વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નું ઉદ્ઘાટન પણ કરવાના છે.

    ગુજરાતના પ્રવાસ દરમિયાન 3 ઓક્ટોબરે સવારે ગૃહમંત્રી અમિત શાહે એસજી હાઈવે પર કારગીલ પેટ્રોલ પંપ પાસે આયોજિત મેગા મેડિકલ કેમ્પમાં હાજરી આપી હતી. આ પછી તેઓ સોલા સિવિલ હોસ્પિટલમાં ટેલી રિહેબિલેશન સેન્ટર,ગોતા વેજીટેબલ માર્કેટ, ભાડજ ખાતે નવી બનાવેલી નવી પ્રાથમિક શાળા સહિતના વિવિધ વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરવાના છે.

    ત્યારબાદ ભાડજમાં યોજાનાર જાહેરસભામાં ગાંધીનગર અને અમદાવાદના ₹447 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે.સાંજના સમયે ગૃહમંત્રી અમિત શાહ સાણંદ ખાતે ધારાસભ્ય કનુભાઈ પટેલના કાર્યાલયનું ઉદઘાટન કરશે. સાંજે 5 વાગ્યે અમદાવાદમાં શાહીબાગ ખાતે બનાવવામાં આવેલી નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે નવી પોલીસ કમિશ્નર કચેરી 7 માળની બનાવામાં આવી છે તથા તેનો કંટ્રોલ રૂમ પણ એકદમ હાઇટેક છે. કન્ટ્રોલ રૂમમાં એક સાથે દોઢસો જેટલો સ્ટાફ બેસી શકે તેવી વ્યવસ્થા છે. તથા આવા જ 5 કોન્ફરન્સ હોલ બનાવાયા છે. નિર્ભયા પ્રોજેકટનું સંચાલન પણ અહીથી જ કરાશે. તો સાથે જ 200થી 250 લોકો બેસી શકે તેવો ઓડિટોરિયમ હોલનું પણ નિર્માણ કરાયું છે. ઉલ્લેખનીય છે કે પાછલા 6 વર્ષોથી નવી કમિશ્નર કચેરીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું.

    કમિશ્નર કચેરીના ઉદ્ઘાટન બાદ રાત્રે 8 વાગ્યે GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિનું ઉદ્ઘાટન કરશે. આવતીકાલે 4 ઓક્ટોબરના રોજ સાંજે માણસાના બિલોદરા ગામ ખાતે સ્કૂલમાં પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી સાંજે માણસા નજીક આવેલા તેમના વતન ખાતે માતાજીની આરતીમાં હાજરી આપવાના છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં