Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'PM મોદીએ કાલીને 'મા' કેમ કહ્યા, તે મહિલા વિરોધી છે': HT પત્રકાર...

    ‘PM મોદીએ કાલીને ‘મા’ કેમ કહ્યા, તે મહિલા વિરોધી છે’: HT પત્રકાર કનિકાએ ઉઠાવ્યા હિંદુ આસ્થા પર સવાલ, પૂછ્યું- શિવને પિતા કેમ નથી કહેતા?

    મોદીએ કાલીને માતા કહ્યા એમાં આટલો વિરોધ કરનારને શું ખ્યાલ નહીં હોય કે હિન્દુઓ સદીઓથી કાલીને માતા કહીને જ સંબોધે છે!!!

    - Advertisement -

    હિન્દુસ્તાન ટાઈમ્સની પત્રકાર કનિકા ગેહલોતે રવિવારે (10 જુલાઈ, 2022) ના રોજ પોતાના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુ દેવી કાલીને ‘કાલી મા’ કહ્યા પછી વાંધો ઉઠાવ્યો હતો. કનિકા કહે છે કે કાલીને માતા કેમ કહેવામાં આવે છે. તેનાથી આગળ વધતાં તે એ પણ પૂછે છે કે શું હિન્દુઓ શિવને ‘પાપા’ કહે છે?

    પોતાના ટ્વીટમાં કનિકા ગેહલોતે લખ્યું કે, “નરેન્દ્ર મોદીએ હિન્દુ દેવી કાલીને મા કાલી કેમ કહ્યા? તે સર્વોચ્ચ દેવી છે અને તેની વિવિધ રીતે પૂજા કરી શકાય છે. દરેક વ્યક્તિએ તેને માતાની જેમ જોવાની જરૂર નથી.”

    કનિકાએ તેના આગામી ટ્વીટમાં હિંદુઓને નિશાન બનાવતા કહ્યું, “હિંદુઓ દરેક મહિલાને માતા કે બહેન બનાવવાના વધુ શોખીન છે. આ બહુ નુકસાનકારક અને નારીવાદ વિરોધી બાબત છે. શું તમે ક્યારેય શિવને શિવ પાપા કહીને બોલાવ્યા છે? કેમ નથી બોલાવ્યા?”

    - Advertisement -

    કનિકા ગેહલોતનું આવું નિવેદન વાંચીને નેટીઝન્સ હવે તેની મજાક ઉડાવી રહ્યા છે. પોતાને પત્રકાર ગણાવતી કનિકા પર લોકો હસી રહ્યા છે, કારણ કે સદીઓથી લોકો દેવી કાલીને માતા તરીકે બોલાવતા આવ્યા છે. તેથી જ વડાપ્રધાન મોદીએ પણ તેને માતા કહીને બોલાવ્યા હતા જેમાં કાઇ જ ખોટું નથી.

    લોકો આ મામલે પૂછી રહ્યા છે કે જો દરેકને પોતાની રીતે કાલીની પૂજા કરવાનો અધિકાર છે તો મોદી તેને ‘મા’ કહે તો શું વાંધો છે. આ સવાલોના જવાબમાં કનિકા કહે છે કે તે કાળી માતા છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર માત્ર મોદીને જ કેમ હોવો જોઈએ. શા માટે લીના અને મહુઆને કાલીને પોતાની રીતે જોવાનો અધિકાર નથી. તે તેમને કેવી રીતે જુએ છે તે તેમના પર છે.

    નોંધનીય છે કે કાલી ડોક્યુમેન્ટ્રી માતા કાલીને ટોરન્ટોની સડકો પર સિગારેટ પીતી બતાવવામાં આવ્યા બાદ હિંદુ દેવીના અપમાનનો આખો મામલો સામે આવ્યો હતો. આ પછી, રવિવારે પીએમએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે મા કાલીના અઢળક અને અસીમ આશીર્વાદ હંમેશા ભારત સાથે છે.

    આ સાંભળીને કનિકાએ પોતાના આ ટ્વિટ કર્યા હતા. તેના ટ્વીટથી સ્પષ્ટ છે કે તે લીનાના પક્ષમાં પોતાનો અવાજ ઉઠાવી રહી છે, તેથી જ તેણે પોતાની પ્રોફાઇલની મુખ્ય તસવીર પર સિગારેટ પીતી કાલી પણ લગાવી છે અને પીએમ મોદીના મોઢે મા કાલી સાંભળી તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.

    બીજી તરફ, નેટીઝન્સે તેમને પૂછ્યું હતું કે જ્યારે લોકો ચર્ચમાં જાય છે અને અજાણ્યા વ્યક્તિને પિતા કહે છે, તો પછી આમાં આટલો વાંધો કેમ તે ખબર નથી પડતી. યુઝર્સે હિન્દુસ્તાન ટાઈમ્સને પણ પૂછ્યું છે કે શું તેઓ આવા લોકોને લેખ લખવા માટે રાખે છે.

    અત્રે નોંધનીય છે કે આ કથિત પત્રકારને હિન્દુઓ સ્ત્રીઓને માતા અથવા બહેન ગણીને માન આપે એ પણ પચતું નથી હવે. હિન્દુ દ્વેષ અને મોદી દ્વેષમાં અમુક લિબરલ્સ ખરેખર એટલા ઊંડા ઉતરી ગયા છે કે શું બોલવું શું ના બોલવું, શું લખવું શું ના લખવું એવું પણ ભાન હવે એમને રહ્યું નથી. મોદીએ કાલીને માતા કહ્યા એમાં આટલો વિરોધ કરનારને શું ખ્યાલ નહીં હોય કે હિન્દુઓ સદીઓથી કાલીને માતા કહીને જ સંબોધે છે!!!

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં