Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુઓના મંદિરો પર રહેશે હિંદુઓનું નિયંત્રણ: મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારનો ઐતિહાસિક નિર્ણય, કેબીનેટની...

    હિંદુઓના મંદિરો પર રહેશે હિંદુઓનું નિયંત્રણ: મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારનો ઐતિહાસિક નિર્ણય, કેબીનેટની મળી મંજુરી

    મધ્ય પ્રદેશની ભાજપ સરકાર સતત હિન્દુ મંદિરો માટે કામ કરી રહી છે. ગયા વર્ષે, પૂજારીઓને વધેલા માનદ વેતન ચૂકવવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. જેમની પાસે ખેતીલાયક જમીન નથી તેવા મંદિરો અથવા પુજારીઓને માસિક 5000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    મધ્યપ્રદેશના હિંદુ મંદિરો પર હિંદુઓનું જ નિયંત્રણ રહેશે તે વચન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પૂર્ણ કર્યું છે. એપ્રિલ 2023માં તેમણે જાહેરાત કરી હતી કે મંદિરોની ગતિવિધિઓ પર સરકારનું કોઈ નિયંત્રણ નહીં રહે. મંદિરની જમીનોની હરાજી કલેક્ટરો દ્વારા નહીં પરંતુ પુજારીઓ દ્વારા કરવામાં આવશે. સાથે જ તેમણે ખાનગી મંદિરોના પૂજારીઓને સન્માનજનક માનદ વેતન આપવાની વાત પણ કરી હતી. લગભગ એક મહિના બાદ તેમની સરકારે આ નિર્ણયોને મંજૂરી આપી દીધી છે. જેનો સીધો અર્થ તે છે કે હવે મધ્યપ્રદેશના હિંદુ મંદિરો પર હિંદુઓનું જ નિયંત્રણ રહેશે.

    આ મામલે ભાજપના પ્રદેશ મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે બુધવારે (17 મે, 2023) કહ્યું હતું કે, જે મંદિરોનું સંચાલન સરકાર સંભાળી રહી છે તેવા મંદિરોમાં 10 એકર સુધીની ખેતીની જમીનમાંથી થતી આવક પૂજારીઓની રહેશે. બાકીની જમીનોની ખેતી માટે હરાજી કરવામાં આવશે અને તેમાંથી આવતા નાણાં મંદિરના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. મંદિરની જમીનને અતિક્રમણ મુક્ત બનાવવા માટે એક અભિયાન પણ શરૂ કરવામાં આવશે.

    મધ્ય પ્રદેશની ભાજપ સરકાર સતત હિન્દુ મંદિરો માટે કામ કરી રહી છે. ગયા વર્ષે, પૂજારીઓને વધેલા માનદ વેતન ચૂકવવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. જેમની પાસે ખેતીલાયક જમીન નથી તેવા મંદિરો અથવા પુજારીઓને માસિક 5000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવી રહ્યું છે. જે મંદિરો કે પૂજારીઓ પાસે 5 એકર ખેતીની જમીન છે તેમને પણ દર મહિને 2,500 રૂપિયા મળશે. રાજ્ય સરકારે ગરીબ પૂજારીઓની આજીવિકા માટે આ નિર્ણય લીધો છે.

    - Advertisement -

    આ ઉપરાંત મધ્યપ્રદેશની કેબિનેટે આનાથી પણ મોટા નિર્ણયો લેવામાં આવ્યાં છે. ‘મુખ્યમંત્રી લાડલી બહેન યોજના’ અંતર્ગત રાજ્યની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. સીએમ ચૌહાણે કહ્યું કે ‘મુખ્યમંત્રી સિખો-કમાઓ યોજના’ હેઠળ યુવાનો કામ શીખશે અને તેઓ સાથે મળીને દર મહિને 8,000 થી 10,000 રૂપિયા સુધીની કમાણી કરશે. તેમણે બેરોજગારી ભથ્થાને બદલે કૌશલ્ય વિકાસ અને તેના બદલે પૈસા આપવા પર ભાર મૂક્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં