Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટટ્રેનમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર, હિંદુ મહિલાએ નકાર્યો 'પ્રેમનો પ્રસ્તાવ': કહ્યું- 'દુનિયાને મુર્ખ...

    ટ્રેનમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર, હિંદુ મહિલાએ નકાર્યો ‘પ્રેમનો પ્રસ્તાવ’: કહ્યું- ‘દુનિયાને મુર્ખ ન બનાવો’, જુઓ મુંબઈ લોકલનો વાયરલ Video

    આ જ વિડીયોમાં બીજી તરફથી સવાલ કરવામાં આવ્યો, "તમારા ભગવાનમાં એટલી શક્તિ હતી તો તે 3 ખીલ્લામાં મરી જાત શું? અમે માત્ર ચક્રધારીને ફોલોવ કરીએ છીએ, બીજા કોઈને નહીં. અમે કટ્ટર હિંદુ છીએ, અને કોઈની વાતોમાં નથી આવતા. તમે લોકો ફરી-ફરીને લોકોનું બ્રેઈનવોશ કરો છો."

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર મુંબઈની લોકલ ટ્રેનનો એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક યુવતીને અન્ય એક મહિલા સાથે ખ્રિસ્તી અને હિંદુ ધર્મ પર દલીલો કરતી જોઈ શકાય છે. લગભગ 2 મિનીટ 45 સેકન્ડ લાંબા આ વિડીયોમાં હિંદુ મહિલાને તે જવાબ આપતા પણ સાંભળી શકાય છે કે ખ્રિસ્તી મિશનરીઓ દેશમાં ધર્માંતરણ કરવામાં લાગેલી છે. ટ્રેનમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતી મહિલાનો Video વાયરલ થયો તેમાં તેને તેમ કહેતા પણ સાંભળી શકાય છે કે તે હિંદુઓનું ધ્યાન રાખે છે, એટલા માટે તે તેમને જીસસના સંદેશ સંભળાવી રહી છે.

    મુંબઈ લોકલ ટ્રેનમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતી મહિલાનો Video 9 મે 2023ના રોજ મુંબઈ ન્યુઝ નામના એક ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “મુંબઈની લોકલ ટ્રેનમાં ધર્માંતરણના પ્રયાસ કરતી એક મહિલા, જેને હિંદુ ધર્મમાં માનવાવાળી મહિલાઓએ પાઠ ભણાવ્યો.” જોકે આ વિડીયો ક્યારનો અને ક્યાંનો છે તેની સચોટ માહિતી હજુ સુધી સામે નથી આવી શકી.

    આ દલીલોમાં એક કાળા રંગની ટી શર્ટ પહેરેલી યુવતી લાલ રંગના કપડામાં બેસેલી અન્ય મહિલાને જીસસ વિશે સવાલ કર્યો. યુવતી પૂછે છે કે કોણ છે જીસસ? સાથે જ કહ્યું, “દુનિયાને #$#% બનાવી રહ્યાં છો. જે 4 ખીલ્લામાં લટકી ગયો તે અમારું રક્ષણ કરશે? પરમેશ્વરને માનો છો ને? જાઓ તમારા ઘરમાં માનો. તમે તમારા ચર્ચમાં મનાવો, અહીં દુનિયાને મુર્ખ ન બનાવો.”

    - Advertisement -

    આ બધા વચ્ચે વિડીયોમાં બીજી તરફથી એક મહિલાએ સવાલ કર્યો, “અમારા સનાતની ભાઈ બહેન કોઈને આ રીતે ટ્રેનમાં પકડે છે શું? અમારા હિંદુ ભાઈ પોતે ક%ના છે જે તમારી વાતોમાં આવી જાય છે અને કન્વર્ટ થઈ જાય છે.” આ વાતોના જવાબમાં જીસસનો પ્રચાર કરતી મહિલાએ કહ્યું કે અમે લોકો તમને પ્રેમ કરીએ છીએ, જોકે ત્રણમાં બેઠેલી હિંદુ મહિલાઓએ તે મહિલાના “પ્રેમનો પ્રસ્તાવ”ને નકારી દીધો અને કહ્યું કે તેની કોઈ જ જરૂર નથી, કારણકે અમારી પાસે લોકો છે. એક મહિલાએ કહ્યું કે, “અમારી પાસે એટલા દેવી-દેવતાઓ છે કે અમને તમારા ભગવાનની કોઈ જરૂર નથી.”

    આ જ વિડીયોમાં બીજી તરફથી સવાલ કરવામાં આવ્યો, “તમારા ભગવાનમાં એટલી શક્તિ હતી તો તે 3 ખીલ્લામાં મરી જાત શું? અમે માત્ર ચક્રધારીને ફોલોવ કરીએ છીએ, બીજા કોઈને નહીં. અમે કટ્ટર હિંદુ છીએ, અને કોઈની વાતોમાં નથી આવતા. તમે લોકો ફરી-ફરીને લોકોનું બ્રેઈનવોશ કરો છો.” આ વિડીયોમાં કાળા ટી શર્ટ વાળી યુવતીએ ઈસાઈ ધર્મનો પ્રચાર કરતી રહેલી મહિલાને ધર્માંતરણ કરાવવાનો પ્રયત્ન ન કરવાની ચેતવણી આપી, તેમણે કહ્યું કે અનેક લોકો આમની વાતોમાં આવી જાય છે.

    વાયરલ વિડીયોના અંતમાં ટ્રેનમાં રહેલી અન્ય મહિલાઓ આ ખ્રિસ્તી મહિલા પર ધર્માંતરણના બદલામાં પૈસા મેળવતી હોવાનો આરોપ લગાવે છે. જોકે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહેલી મહિલા તે વાતને નકારી કાઢે છે. આ બધા વચ્ચે તે ભગવતગીતાવાળાઓ પર પણ તેના જેવી જ હરકતો કરવાનો આરોપ લગાવે છે. ખ્રિસ્તી પ્રચારકે આ આરોપોના જવાબમાં જવાબ આપી રહેલી હિંદુ મહિલાએ કહ્યું કે ભગવતગીતા વાળા ઢોલ વગાડે છે અને ભક્તિનો પ્રચાર કરે છે. બીજી મહિલાએ પણ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહેલી મહિલાને પોતાના ગોડને પોતે માણવા અને બીજા પર ન થોપવાની સલાહ આપી હતી. અંતમાં ખ્રિસ્તી મહિલાએ કહ્યું કે તેમના પરમેશ્વર જીવિત છે અને ઉભી થઈને જતી રહી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં