Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબ યુનિવર્સિટીમાં હોળી રમતા વિદ્યાર્થીઓ પર મુસ્લિમ ટોળાએ કર્યો હુમલો, સુરક્ષાકર્મીઓ પણ...

    પંજાબ યુનિવર્સિટીમાં હોળી રમતા વિદ્યાર્થીઓ પર મુસ્લિમ ટોળાએ કર્યો હુમલો, સુરક્ષાકર્મીઓ પણ હુમલામાં સામેલ: લાહોરની ઘટના, હિંદુઓએ કહ્યું- અમે સુરક્ષિત નથી

    લાહોરની પંજાબ યુનિવર્સિટીમાં હોળી રમતા હિંદુ વિદ્યાર્થીઓ પર હુમલાના સમાચાર મળ્યા છે. આ હુમલો ઇસ્લામી જમિયત તુલબા (IJT) નામના કટ્ટરવાદી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. હુમલામાં 15 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

    - Advertisement -

    સોમવાર, 6 માર્ચ 2023ના રોજ પાકિસ્તાનના લાહોરની પંજાબ યુનિવર્સિટીમાં હોળી રમતા હિંદુ વિદ્યાર્થીઓ પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલો ઇસ્લામી જમિયત તુલબા (IJT) નામના કટ્ટરવાદી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. હુમલામાં 15 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પીડિત વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે તેઓએ આ કાર્યક્રમ માટે યુનિવર્સિટી વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લીધી હતી. આરોપ છે કે યુનિવર્સિટીના ગાર્ડે પણ હુમલાખોરોનો પક્ષ લીધો હતો. આ મામલે હજુ સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંધ કાઉન્સિલના જનરલ સેક્રેટરી કાસિફ બ્રોહીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે હિંદુ વિદ્યાર્થીઓએ કાર્યક્રમ માટે પરવાનગી લીધી હતી. તેમનું કહેવું છે કે આ કાર્યક્રમ દરમિયાન ઇસ્લામી જમિયત તુલબાના સભ્યો યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચ્યા હતા.

    એવું માનવામાં આવે છે કે આ કટ્ટરપંથી જૂથને હિંદુ વિદ્યાર્થીઓ દ્વારા ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટમાંથી યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમની માહિતી મળી હતી. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર હિંદુ વિદ્યાર્થીઓને ધમકી પણ આપી હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    - Advertisement -

    ઘટનાના દિવસે સોમવારે કાર્યક્રમ દરમિયાન જ IJTના સભ્યો યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચ્યા હતા. તેઓ ત્યાં પહોંચતા જ હિંદુ વિદ્યાર્થીઓને ધમકાવવા લાગ્યા. થોડી જ વારમાં ઝપાઝપી શરૂ થઈ ગઈ. હોળીના આ કાર્યક્રમ દરમિયાન 30 જેટલા હિંદુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. હુમલાખોરોના હાથમાં બંદૂક અને લાકડીઓ હોવાનો દાવો કરવામાં આવે છે.

    આરોપ છે કે હુમલાખોરો હાથમાં કુરાન લઈને ગયા હતા. આ દરમિયાન અંધાધૂંધીના કારણે હોળીનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં જ્યારે હિંદુ વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ નોંધાવવા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર ગાર્ડોએ તેમને પણ લાકડીઓ વડે માર માર્યો હતો.

    અન્ય એક વીડિયોમાં એક વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો છે કે તેને પથ્થર મારવામાં આવ્યો હતો. બીજી તરફ અન્ય એક વિદ્યાર્થીનું કહેવું છે કે તે યુનિવર્સિટીમાં સુરક્ષિત નથી. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ હાથમાં બેનર લીધા હતા. તેઓ લઘુમતી બચાવો ના નારા લગાવતા સાંભળી શકાય છે. આ સિવાય તે એમ પણ કહે છે કે તેનેમ કોઈ સ્વતંત્રતા નથી, હોળી રમવા માટે તેમના પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે.

    એવો પણ આરોપ છે કે યુનિવર્સિટીના સિક્યોરિટી ગાર્ડ 4 થી 5 હિંદુ વિદ્યાર્થીઓને તેમની સાથે એક કારમાં લઈ ગયા હતા. આ હુમલાને કારણે પીડિત વિદ્યાર્થીઓ તેમની ફરિયાદ પણ નોંધાવી શક્યા ન હતા.

    પાકિસ્તાનના સત્તાવાર પ્રવક્તાએ કહ્યું કે આ હુમલામાં લગભગ 15 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓના નામ બિશન લાલ, વિજય કુમાર, વિશાલ કુમાર છે. તેમણે કહ્યું કે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કે ધરપકડ અંગે કોઈ માહિતી નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં