Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ફેક ન્યૂઝ બંધ કરો': યુકેમાં હિન્દુઓએ 'ધ ગાર્ડિયન' ઓફિસની બહાર આકરો વિરોધ...

    ‘ફેક ન્યૂઝ બંધ કરો’: યુકેમાં હિન્દુઓએ ‘ધ ગાર્ડિયન’ ઓફિસની બહાર આકરો વિરોધ કર્યો, મીડિયા સંસ્થાઓ મુસ્લિમ કટ્ટરપંથીઓને છાવરી રહી હોવાનો આરોપ

    ઇંગ્લેન્ડના લેસ્ટરમાં હિંદુ વિરોધી હિંસા બાદ અહીંના મીડિયાએ હિંદુઓને જ આ હિંસા માટે જવાબદાર ઠેરવ્યા હતાં ત્યારબાદ અહીંની હિંદુ જનતાનો રોષ ફાટી નીકળ્યો છે અને તેઓ મીડિયા હાઉસ સામે દેખાવો કરી રહ્યાં છે.

    - Advertisement -

    યુકેમાં ભારતીયોએ ધ-ગાર્ડિયનની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શનકર્યું હતું, મુસ્લિમ ટોળાએ હિંદુઓ વિરુદ્ધ હિંસા આચરી બાદ પહેલાતો આંતરરાષ્ટ્રીય મીડિયાએ પીડિત હિંદુઓનો અવાજ ઉઠાવવાને બદલે તેમને બદનામ કર્યા, અને મુસ્લિમ કટ્ટરપંથીઓને બચાવવા પક્ષપાતી રિપોર્ટિંગ કર્યું. તેમાં બીબીસી જેવી મોટી મીડિયા સંસ્થાઓ પણ સામેલ હતી. હવે, તો હવે હિંદુ વિરોધી હિંસામાં પક્ષપાતી અહેવાલો છાપવાના પરિણામ સ્વરૂપ ભારતીયોએ ધ-ગાર્ડિયનની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે..

    લેસ્ટર ઉપરાંત બર્મિંગહામમાં પણ હિંદુઓ વિરુદ્ધ હિંસા થઈ હતી. ‘ધ ગાર્ડિયન’ એક બ્રિટિશ અખબાર છે, જે હિન્દુઓને બદનામ કરવામાં સતત વ્યસ્ત છે. તાજેતરમાં તેણે નાઝી ચિન્હ, જે ખ્રિસ્તી પ્રતીક ‘હુક્સ ક્રોસ’ માંથી આવ્યું છે, તેને હિન્દુ પ્રતીક સ્વસ્તિક સાથે જોડ્યું અને ત્યારબાદ તેને તેને હિંસા સાથે જોડ્યું. હવે અનેક પ્રદર્શનકારીઓ ‘હિન્દુ લાઈવ્સ મેટર’ અને ‘સ્ટોપ સ્પ્રેડિંગ ફેક ન્યૂઝ’ જેવા પોસ્ટરો સાથે મીડિયા સંસ્થાને વાસ્તવિકતાનું ભાન કરાવી રહી છે.

    ભારતીયોએ એવા પોસ્ટર પણ લગાવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે હિંદુ સમાજ શાંતિમાં માને છે અને ‘ધ ગાર્ડિયન’એ હિંદુઓને બદનામ કરીને તેમના જીવનને જોખમમાં નાખવાનું બંધ કરવું જોઈએ. ધ ગાર્ડિયને ‘હિન્દુ રાષ્ટ્રવાદ’ની વિકૃત વ્યાખ્યા આપતો અભિપ્રાય લેખ લખ્યો હતો અને યુકેની હિંસા માટે તેને જવાબદાર ઠેરવ્યો હતો . મીડિયા સંસ્થાએ લેસ્ટરમાં થયેલી હિંસા માટે હિંદુઓને જવાબદાર ઠેરવ્યા માત્ર એટલુજ નહિ, પરંતુ હિન્દુત્વ અને ‘દક્ષિણપંથી કટ્ટરવાદ’ને એકબીજાના સમાનાર્થી ગણાવ્યા હતા.

    - Advertisement -

    યુકે સ્થિત ડાબેરી મીડિયા આઉટલેટ ધ ગાર્ડિયનની પત્રકાર આઈના ખાને હવે દાવો કર્યો છે કે “સારા ઈમાન વાળા લોકો” લેસ્ટરમાં એક હિંદુ મંદિરની રક્ષા કરી રહ્યા હતા, જ્યારે સત્ય એ છે કે હિંદુઓના એક જૂથ પર ઈસ્લામિક કટ્ટરપંથીઓએ હિચકારો હુમલો કર્યો હતો. આયના ખાન મીડિયા સંસ્થામાં તેના ટ્વિટ્સ અને લેખો દ્વારા સતત હિન્દુઓને બદનામ કરતી રહે છે અને મુસ્લિમ ટોળાને બચાવવા માટે અવારનવાર ખોટા સમાચાર ફેલાવતી જોવા મળતી રહે છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં હિંદુઓ વિરુદ્ધ મુસ્લિમ ભીડે કરેલી હિંસાની ભારતીય હાઈકમિશને પણ નોંધ લીધી હતી, અને ઘટનાની કડક નિંદા કરી હતી. હાઈકમિશને એક નિવેદન જારી કરીને લીસેસ્ટરમાં ભારતીય સમુદાય વિરુદ્ધ હિંસા તેમજ હિંદુ પરિસરો અને હિંદુ પ્રતીકોને નુકસાન પહોંચાડવાની ઘટનાની કડક ટીકા કરી હતી. આ મામલો યુકે સરકાર સમક્ષ પણ મજબૂતાઈથી ઉઠાવવામાં આવ્યો છે અને કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં