Thursday, April 25, 2024
More
  હોમપેજગુજરાતમુન્દ્રાની જે શાળામાં ક્યારેય ઉજવાતો ન હતો હિંદુ તહેવાર, ત્યાં હિંદુ બાળકોને...

  મુન્દ્રાની જે શાળામાં ક્યારેય ઉજવાતો ન હતો હિંદુ તહેવાર, ત્યાં હિંદુ બાળકોને પઢાવાઇ નમાજ: વિહિપની કડક પગલાં લઈ માન્યતા રદ કરવાની માંગ

  વાલીઓ દ્વારા ઈદની ઉજવણી ન કરવા માટે જણાવાયા હોવા છતાં શાળામાં બાળકોને પરાણે નમાજ પઢાવવામાં આવતા વાલીઓ અને હિંદુ સંગઠનો વધુ આક્રોશિત થયા હતા.

  - Advertisement -

  ઈદના દિવસે હિંદુ બાળકોને નમાજ પઢાવવા મામલે શરૂ થયેલો મુન્દ્રાની પર્લ સ્કુલનો વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. સોશિયલ મીડિયામાં શાળાનો વિડીયો વાયરલ થયા બાદ શરૂ થયેલા વિરોધે હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વકરેલા વિવાદ બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ આપેલા તપાસના આદેશ બાદ તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે તો નવા ઘટસ્ફોટ પણ થઇ રહ્યા છે. શાળાના ટ્રસ્ટીએ વાલીઓ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમણે શાળામાં અગાઉ ક્યારેય હિંદુ તહેવારની ઉજવણી કરી ન હતી. બીજી તરફ, આ મામલે હિંદુ સંગઠનો પણ સક્રિય થઇ ગયાં છે અને શાળાની માન્યતા રદ કરવાની માંગ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

  મળતી માહિતી અનુસાર મુન્દ્રા સ્થિત પર્લ નામની ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને ઈદના દિવસે મુસ્લિમ ટોપી પહેરાવીને ‘સ્કૂલ એક્ટિવિટી’ના નામે નમાજ અદા કરાવડાવવામાં આવી હતી. જેનો વિડીયો શાળાએ પોતાના ફેસબુક પેજ પર પણ મૂક્યો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણતંત્ર એક્શનમાં આવ્યું હતું અને શાળાના પ્રિન્સીપાલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાના આદેશ અપાયા હતા. જોકે તે છતાં હજુ પણ વિવાદ શમ્યો નથી અને મુન્દ્રાની શાળા વિરુદ્ધ કડક પગલાં લઈ માન્યતા રદ્દ કરવાની માંગ વાલીઓ અને હિંદુ સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવી છે.

  સાભાર- સંદેશ દૈનિક

  શાળામાં એક પણ હિંદુ તહેવાર નથી ઉજવાતો, તિલક કરીને આવતા વિદ્યાર્થીઓને ટોકવામાં આવતા

  વિવાદ વધવા પાછળનું વધુ એક કારણ તે પણ છે કે શાળામાં બહોળી સંખ્યામાં હિંદુ વિદ્યાર્થીઓ ભણતા હોવા છતાં ક્યારેય કોઈ પણ હિંદુ તહેવારોની ઉજવણી કરવામાં આવતી નહોતી. આ વાત શાળાના ટ્રસ્ટીએ પોતે પણ કબૂલી હતી. કેટલાક મીડિયા અહેવાલો મુજબ શાળામાં તુલસીની માળા પહેરી કે પછી તિલક કરી આવતા વિદ્યાર્થીઓને ટોકીને તેમને આમ કરતા અટકાવવામાં આવતા હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ઈદની ઉજવણી ન કરવા માટે જણાવાયા હોવા છતાં શાળામાં બાળકોને પરાણે નમાજ પઢાવવામાં આવતા વાલીઓ અને હિંદુ સંગઠનો વધુ આક્રોશિત થયા હતા.

  - Advertisement -

  તો બીજી તરફ હિંદુ બાળકોને નમાજ પઢાવવાની ઘટના સામે આવ્યા બાદ ડીડીઓ તથા જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તપાસ કરીને નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રકાશ પરમારે પણ જણાવ્યું હતું કે, “જિલ્લા કક્ષાએથી તપાસ ટીમ મોકલીને તાલુકા શિક્ષણ અધિકારીની આગેવાનીમાં તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ શાળા પર કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે શાળાની માન્યતા રદ કરવાની ભલામણ ગાંધીનગર કક્ષાએ કરવામાં આવશે.”

  હિંદુ સંગઠનોએ કર્યો વિરોધ, માન્યતા રદ કરવા માંગ

  પર્લ સ્કૂલના આ વિવાદ બાદ હિંદુ સંગઠનોએ શનિવારે (1 જુલાઈ, 2023) રેલી આયોજિત કરીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને શાળાની માન્યતા રદ કરવા માટે માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે, વાલીઓને અંધારામાં રાખીને આ ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું અને અન્ય ધર્મની વિચારધારાને બાળકોનાં કુમળાં માનસમાં ઠસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકોને ધર્માંતરણ તરફ ધકેલવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા હતા. 

  નોંધનીય છે કે મુન્દ્રાની પર્લ સ્કૂલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં અમુક બાળકોના માથે મુસ્લિમો પહેરે તેવી ગોળ ટોપી પહેરાવવામાં આવી હતી અને તેઓ નમાજ અદા કરતા જોવા મળી રહ્યા હતા. આ વિડીયો શાળાએ જ પોતાના ફેસબુક પેજ પર અપલોડ કર્યો હતો, પરંતુ વિવાદ થયા બાદ તે હટાવી લેવામાં આવ્યો હતો. શાળાની વેબસાઈટ અનુસાર, અબુ સાહબાન મોહમદ નજિબ અબ્બાસી ટ્રસ્ટના પ્રમુખ છે. જ્યારે અબ્દુલહમિદ ઇબ્રાહિમ ખત્રી કોષાધ્યક્ષ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં