Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપુરુષોની પણ છે ‘ધ કેરાલા સ્ટોરી’: ઇસ્લામ ધર્માંતરણ બાદ ISISમાં કરાવવામાં છે...

    પુરુષોની પણ છે ‘ધ કેરાલા સ્ટોરી’: ઇસ્લામ ધર્માંતરણ બાદ ISISમાં કરાવવામાં છે ભરતી; વેંકટેશને બનાવ્યો અલી, નિહાર બન્યો અબૂ અને શંકરને બનાવ્યો અબ્દુલ્લા

    રણ અને ISIS માટે ગુલામ તૈયાર કરવાના ખેલનો શિકાર મહિલાઓ સુધી સીમિત નથી રહ્યો. આ રેકેટમાં હિંદુ પુરુષો પણ ભોગ બન્યા છે. કેટલાય કિસ્સા એવા છે જેમાં હિંદુ પુરુષોને પણ મુસ્લિમો સાથે આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    સુદીપ્તો સેનની ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દર્શકો ફિલ્મને ખૂબ વખાણી રહ્યા છે પરતું ઇસ્લામવાદીઓ, હિંદુ અને ભારત વિરોધી વિચારસરણી ધરાવતા લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરનારા કેરળ લવ જેહાદ, ધર્મ પરિવર્તન અને ISISમાં ભરતી સાથે જોડાયેલાં તથ્યોને ભૂલી જાય છે.

    અદા શર્મા અભિનિત ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ એ યુવતીની કહાણી છે જેના બ્રેઈનવૉશિંગ બાદ ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે અને ISIS કૅમ્પમાં મોકલી દેવામાં આવે છે. જોકે, ધર્માંતરણ અને ISIS માટે ગુલામ તૈયાર કરવાના ખેલનો શિકાર મહિલાઓ સુધી સીમિત નથી રહ્યો. આ રેકેટમાં હિંદુ પુરુષો પણ ભોગ બન્યા છે. કેટલાય કિસ્સા એવા છે જેમાં હિંદુ પુરુષોને પણ મુસ્લિમો સાથે આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ કરવામાં આવ્યા છે.

    આ રિપોર્ટમાં એવા ત્રણ હિંદુ યુવાનો વિશે વાત કરવામાં આવી છે જે લોકોએ ISIS જોઈન કરતાં પહેલા ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. NIAના દસ્તાવેજોમાં તેમના નામ શંકર વેંકટેશ પેરુમલ ઉર્ફે અલી મુઆવિયા, શૈબુ નિહાર વીકે ઉર્ફે અબૂ મરિયમ અને મદેશ શંકર ઉર્ફે અબ્દુલ્લા છે.

    - Advertisement -

    શંકર વેંકટેશ પેરુમલ (અલી મુઆવિયા)

    ISIS મોડ્યુલ કેસની તપાસ કરી રહેલી NIAની ટીમે માર્ચ 2021માં કેરળના કેટલાક લોકો પર UAPA અને IPCની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન NIAને મોહમ્મદ અમીન ઉર્ફે અબૂ યાહ્યા વિશે જાણકારી મળી, જે રાજ્યમાં ‘ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS)’ની વિચારધારા ફેલાવવા અને યુવાનોને કટ્ટર બનાવવા માટે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હતો. તેનું કામ નવા સભ્યોની ભરતી કરાવવાનું હતું. તપાસ દરમિયાન NIAએ મોહમ્મદ અમીન સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.

    ત્યારબાદ NIAની ટીમે 4 ઓગસ્ટ 2021ના રોજ જમ્મુ-કાશ્મીર, કર્ણાટક અને કેરળમાં દરોડા પાડ્યા હતા અને ચાર લોકોની ધરપકડ કરી હતી. તેમાં બેંગલોરથી પકડાયેલા શંકર વેંકટેશ પેરુમલ (અલી મુઆવિયા)નું નામ પણ સામે આવ્યું હતું.

    ધર્મ પરિવર્તન કરીને અલી મુઆવિયા બનેલો શંકર વેંકટેશ એ સમૂહનો ભાગ હતો જેમાં લોકોનું બ્રેઈનવૉશ કરીને તેમને કટ્ટરપંથી બનાવવામાં આવતા હતા. મોહમ્મદ અમીનના નેતૃત્વમાં જ આ કટ્ટરપંથીઓએ કેરળથી લઈને કર્ણાટક સુધી એવા લોકોની યાદી બનાવી હતી જેમની હત્યા થવાની હતી.

    શૈબુ નિહાર વીકે (અબૂ મરિયમ)

    9 એપ્રિલ 2019ના રોજ શૈબુ નિહાર વીકે (અબૂ મરિયમ) કતારથી ભારત આવી રહ્યો હતો ત્યારે NIAએ તેની કેરળના એરપોર્ટ પર ધરપકડ કરી હતી. આ પહેલા તે બહેરીનમાં એક એડવર્ટાઈઝિંગ એજન્સી ચલાવતો હતો. આ ધરપકડ ISISના વંદૂર મોડ્યુલ મામલે કરવામાં આવી હતી અને કુલ આઠ લોકોને UAPA હેઠળ આરોપી બનાવવામાં આવ્યા હતા.

    શૈબુ નિહાર વીકે ઉર્ફે અબૂ મરિયમને 14 સપ્ટેબર 2022ના રોજ એર્નાકુલમની NIA કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે ISIS/Daesh માટે કામ કરતો હતો અને સંગઠન માટે ફંડ એકઠું કરતો હતો.

    મદેશ શંકર (અબ્દુલ્લા)

    NIA અનુસાર મદેશ શંકર અબૂ યાહ્યાના સાથીઓમાંથી એક હતો. મદેશ શંકર અને તેના સાથી સોશિયલ મીડિયાના માધ્યમથી કટ્ટરપંથીઓનો સંદેશ ફેલાવવાનું કામ કરતા હતા. તેમનું કામ ISIS માટે નવી ભરતી અને ફંડની વ્યવસ્થા કરવાનું હતું. ISISમાં જોડાયો એ પહેલા જ મદેશ શંકરે ઇસ્લામ ધર્મ કબૂલીને પોતાનું નામ અબ્દુલ્લા રાખ્યું હતું.

    શંકર વેંકટેશ, શૈબુ નિહાર અને મદેશ શંકર જેવા કેટલાય યુવાનોના ઉદાહરણો પરથી એ સ્પષ્ટ થાય છે કે કટ્ટરપંથીઓએ મહિલાઓ ઉપરાંત બિન-મુસ્લિમ પુરુષોને પણ જેહાદ માટે ઇસ્લામ ધર્મ કબૂલ કરાવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં