Wednesday, October 16, 2024
More
    હોમપેજદેશહરિયાણાના હિંદુઓએ મુસ્લિમોનાં આર્થિક, સામાજિક બહિષ્કાર માટે કર્યું આહ્વાન: નૂંહની હિંદુવિરોધી હિંસા...

    હરિયાણાના હિંદુઓએ મુસ્લિમોનાં આર્થિક, સામાજિક બહિષ્કાર માટે કર્યું આહ્વાન: નૂંહની હિંદુવિરોધી હિંસા બાદ ગુરુગ્રામના તિઘરામાં હિંદુસમાજની મહાપંચાયતમાં લેવાયો નિર્ણય

    ગુરુગ્રામના તિઘરામાં 6, ઓગસ્ટ ને રવિવારના રોજ હિંદુઓએ મહોમ્મદપુર ગામના સરપંચ અત્તરસિંહની અધ્યક્ષતામાં મહાપંચાયત બેસાડી હતી. મહાપંચાયતમાં ગુરુગ્રામ સહિત અન્ય જિલ્લાઓના 200 ગામમાંથી 700થી વધારે હિંદુઓ ઉપસ્થિત રહ્યા હતા.

    - Advertisement -

    હરિયાણાના નૂંહમાં હિંદુસમાજની જલાભિષેક યાત્રા દરમિયાન કટ્ટરપંથી મુસ્લિમોનાં ટોળાં દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે દરમિયાન તેઓએ પથ્થરમારો કર્યો, ગોળીઓ ચલાવી અને બર્બરતાપૂર્વક હિંદુઓની હત્યાઓ કરી હતી. ભડકી ઉઠેલી આ હિંસામાં 6 લોકોના મોત થયા હતા. આ ઘટનાને ધ્યાને લઈને 6, ઓગસ્ટ 2023 ને રવિવારના રોજ ગુરુગ્રામના તિઘરામાં હિંદુઓની મહાપંચાયત બેઠી હતી. આ મહાપંચાયતમાં હિંદુસમાજના અગ્રણીઓ, વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો, બજરંગ દળના બજરંગીઓ અને અન્ય ઘણા નામી-અનામી હિંદુસમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહાપંચાયતમાં હાજર હિંદુઓએ 31 જુલાઈના રોજ મુસ્લિમો દ્વારા કરાયેલા હુમલાને લઈને, મુસ્લિમોનો આર્થિક અને સામાજિક બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું હતું.

    નૂંહમાં હિંદુઓની શોભાયાત્રા પર મુસ્લિમોએ કરેલા હુમલાના પડઘા હવે ગુરુગ્રામના તિઘરામાં વાગ્યા છે. અહેવાલો દ્વારા જાણવા મળી યહ્યું છે કે ગુરુગ્રામના તિઘરામાં 6, ઓગસ્ટ ને રવિવારના રોજ હિંદુઓએ મહોમ્મદપુર ગામના સરપંચ અત્તરસિંહની અધ્યક્ષતામાં મહાપંચાયત બેસાડી હતી. મહાપંચાયતમાં ગુરુગ્રામ સહિત અન્ય જિલ્લાઓના 200 ગામમાંથી 700થી વધારે હિંદુઓ ઉપસ્થિત રહ્યા હતા.

    તિઘરામાં યોજાયેલી હિંદુઓની મહાપંચાયતમાં બધા લોકોએ એકસૂરમાં મુસ્લિમોનો આર્થિક અને સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. પંચાયતમાં બધા નિવાસીઓને મુસલમાનોને ભાડેથી મકાન, નોકરી કે રોજગારી ન આપવાની અપીલ કારાઈ હતી. મહાપંચાયતે હિંદુ બહુમત ધરાવતા સેક્ટર-57 વિસ્તારમાં આવેલી અંજુમન મસ્જિદને હટાવવાની માંગ પણ કરી હતી. આ સાથે જ પંચાયત દ્વારા કહેવાયું કે, “પોલીસ દ્વારા પકડીને લઈ જવાયેલા હિંદુઓને જો છોડવામાં ના આવ્યા તો એક મોટો નિર્ણય લેવાશે.” પંચાયતે આ સમગ્ર મામલે ધ્યાન રાખવા માટે 101 સભ્યોની સમિતિ બનાવી છે.

    - Advertisement -

    ભૂતપૂર્વ કાઉન્સિલર સુબેસિંહ વોહરાએ પંચાયતમાં કહ્યું કે, “અમારા બાળકો અનાથ નથી કે પોલીસ તેને વગર તપાસે ઉઠાવીને લઈ ગઈ. અમને બાળકો વિરુદ્ધના પુરાવાઓ બતાવવા જોઈએ, મસ્જિદની નજીક રહેવાવાળા લોકોને મુસ્લિમો દ્વારા હેરાન કરવામાં આવે છે અને ટાર્ગેટ બનાવવામાં આવે છે.”

    પંચાયત દ્વારા લેવાયેલા મોટા નિર્ણયો

    મુસ્લિમોનો આર્થિક અને સામાજિક બહિષ્કાર કરવાનું આહ્વાન કરાયુ

    બધા નિવાસીઓને મુસ્લિમોને ભાડે મકાન, નોકરી અને રોજગારી ન આપવા માટેની અપીલ કરાઈ

    સેક્ટર-57 માં સ્થિત અંજુમન મસ્જિદને હટાવવાની માંગ કરાઈ

    તમામ બાબતોનું ધ્યાન રાખવા 101 લોકોની સમિતિ બનાવાઈ

    હિંદુ બાળકોને છોડવા માટે પોલીસને 7 દિવસનું અલ્ટીમેટમ અપાયું

    એક સપ્તાહ સુધી મંત્રીઓ અને સાંસદોને આવેદન પત્ર આપી હિંદુ બાળકોને છોડાવવા માંગ કરવાનો નિર્ણય

    31 જુલાઈએ હિંદુઓની શોભાયાત્રા પર થયો હતો હુમલો

    હરિયાણાના મેવાત વિસ્તારના નૂંહમાં સોમવારે (31 જુલાઈ, 2023) ના રોજ મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. હિંદુઓ દ્વારા આયોજિત ધાર્મિક શોભાયાત્રા પર મુસ્લિમ ભીડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ પથ્થરમારો કરવો, ગોળીઓ વરસાવવી ,આગચંપી જેવી ભયાનક ઘટનાઓ બની હતી. આ મામલે અનેક FIR દાખલ કરવામાં આવી હતી, જેમાં ઇસ્લામી ભીડનાં કૃત્યોનો ખુલાસો થયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં