Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણના વિરોધમાં જનઆક્રોશ: મુંબઈમાં વિશાળ રેલી યોજાઈ,...

    લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણના વિરોધમાં જનઆક્રોશ: મુંબઈમાં વિશાળ રેલી યોજાઈ, હજારો હિંદુઓ રસ્તા પર ઉતર્યા, કડક કાયદા બનાવવાની માંગ

    ‘હિંદુ જનઆક્રોશ મોરચા’ નામની આ વિશાળ રેલી મુંબઈના ‘સકલ હિંદુ સમાજ’ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.

    - Advertisement -

    મુંબઈમાં લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણ જેવી સમસ્યાઓ વિરુદ્ધ ‘હિંદુ જનઆક્રોશ મોરચા’ બેનર હેઠળ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંદુ સંગઠનો દ્વારા આયોજિત આ ભવ્ય રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને લવ જેહાદ અને ધર્માંતરણ વિરોધી કાયદો લાગુ કરવાની અને લેન્ડ જેહાદ જેવી સમસ્યાઓ પર સકંજો કસવાની માંગ કરી હતી. 

    ‘હિંદુ જનઆક્રોશ મોરચા’ નામની આ વિશાળ રેલી મુંબઈના ‘સકલ હિંદુ સમાજ’ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જે શહેરના શિવાજી પાર્કથી નીકળીને કામગાર મેદાન સુધી પહોંચી હતી. આ ચાર કિલોમીટરના રૂટ દરમિયાન હજારોની સંખ્યામાં લોકોએ જોડાઈને ‘લવ જેહાદ’, ‘લેન્ડ જેહાદ’ અને ધર્માંતરણ સામે નારાબાજી કરી હતી. 

    રેલીના કેટલાક વિડીયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે, જેમાં સમગ્ર માર્ગ કેસરિયા રંગે રંગાયેલો જોવા મળે છે અને કેસરિયા સાફ પહેરેલા અને ભગવા ઝંડા લઈને ચાલતા લોકોનો ખૂબ મોટો જનસમૂહ જોવા મળી રહ્યો છે. 

    - Advertisement -

    આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો તેમજ એકનાથ શિંદે જૂથની શિવસેનાના નેતાઓ પણ જોડાયા હતા. મુંબઈ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય આશિષ શેલારે આ રેલીને લઈને ટ્વિટ પણ કર્યું હતું. આ ઉપરાંત, ભાજપ નેતાઓ નિરેશ રાણે, પ્રવીણ દાંડેકર વગેરે પણ જોડાયા હતા. 

    ભાજપ નેતાએ કહ્યું કે, મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વધતા લવ જેહાદ જેવા મામલાઓના વિરોધમાં પ્રતિક્રિયા રૂપે સંપૂર્ણ હિંદુ સમુદાય દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જે સંપૂર્ણપણે બિનરાજનીતિક છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ એક કટ્ટર હિંદુ હોવાના નાતે આ મોરચામાં જોડાયા છે. 

    આ મોરચામાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. ઉપરાંત, લવ જેહાદનો શિકાર બનેલી પીડિતાના પરિજનો પણ જોડાયા હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. 

    અત્યાર સુધીમાં 30 જેટલી રેલીઓ યોજાઈ 

    ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં આ પ્રકારની 30 જેટલી રેલીઓ યોજાઈ ચૂકી છે. જેમાં હિંદુ સંગઠનો દ્વારા એકસાથે આવીને પ્રદર્શનો યોજીને ‘લવ જેહાદ’, ‘લેન્ડ જેહાદ’ અને ધર્માંતરણ જેવી સમસ્યાઓના ઉકેલ માટે કડક કાયદાઓ બનાવવાની માંગ કરી હતી. હવે પાટનગર મુંબઈમાં સૌથી મોટી અને ભવ્ય રેલી આયોજિત કરવામાં આવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં