Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોલના હિંદુ કર્મચારીને સાન્તાક્લોઝ ડ્રેસ અને ટોપી ન પહેરવી પડી મોંઘી, મેનેજરે...

    મોલના હિંદુ કર્મચારીને સાન્તાક્લોઝ ડ્રેસ અને ટોપી ન પહેરવી પડી મોંઘી, મેનેજરે પગાર વગર કાઢી મૂક્યો: હિંદુ સંગઠનના વિરોધ બાદ ફરિયાદ નોંધાઈ

    પીડિત અમિત કુમારે કહ્યું, "અમે હિંદુ છીએ અને અમે સાન્તાક્લોઝની કેપ પહેરતા નથી, પરંતુ જ્યારે ફોટો પાડવાનું કહેવામાં આવ્યું ત્યારે અમે તે સમયે કેપ પહેરી હતી. તે પછી અમે કેપ ઉતારી પરંતુ મેનેજરે અમને કેપ પહેરવાની ફરજ પાડી જેનો મેં સીધો વિરોધ કર્યો હતો."

    - Advertisement -

    રવિવાર, 25 ડિસેમ્બરે દુનિયાભરમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પરંતુ ઉત્તર પ્રદેશના આગ્રામાં નાતાલના દિવસે એક વિવાદ થયો હતો. જ્યાં મોલના એક હિંદુ કર્મચારીને સાન્તાક્લોઝની ટોપી અને કોસ્ચ્યુમ ન પહેરવાનું મોંઘુ પડ્યું હતું. જ્યારે કર્મચારીએ આવું કર્યું ત્યારે તેના મેનેજરે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.

    આ ઘટનાની જાણ થતાં જ યોગી યુથ બ્રિગેડ આર્મીના કાર્યકર્તાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મોલની બહાર હંગામો શરૂ કર્યો હતો. જો કે આ સમગ્ર મામલે સદર પોલીસ સ્ટેશને મોલ મેનેજર સહિત અન્ય 3 સામે ગુનો નોંધ્યો છે.

    હિંદુ કર્મચારીને આગળનો પગાર આપ્યા વગર કાઢી મુકાયો

    અહેવાલો મુજબ, અમિત કુમાર આગ્રાના શમશાબાદ રોડ પર સ્થિત ગામ ડિગ્નેરના રહેવાસી છે. અમિતે જણાવ્યું કે તે વી-બજાર મોલમાં કામ કરે છે. નાતાલના દિવસે મોલના મેનેજરે તેને સાન્તાક્લોઝની ટોપી પહેરવા, ફોટો પડાવીને કંપનીને મોકલવાનું કહ્યું હતું. અમિતે કહ્યું કે તેણે કેપ પહેરીને પોતાનો ફોટો પાડ્યો અને પછી કેપ ઉતારીને નીચે મૂકી દીધી હતી.

    - Advertisement -

    થોડા સમય પછી મેનેજરે તેને ટોપી પહેરી રાખવા કહ્યું, જેનો તેણે વિરોધ કર્યો. માત્ર આ વાતને લઈને વિવાદ થયો હતો. જેને જોઈને સ્થાનિક મેનેજર પણ સ્થળ પર આવી ગયા હતા અને યુવકને પગાર વગર નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.

    હિંદુ સંગઠન યોગી યુથ બ્રિગેડ આવી યુવાનની મદદે

    પીડિત અમિત કુમારે કહ્યું, “અમે હિંદુ છીએ અને અમે સાન્તાક્લોઝની કેપ પહેરતા નથી, પરંતુ જ્યારે ફોટો પાડવાનું કહેવામાં આવ્યું ત્યારે અમે તે સમયે કેપ પહેરી હતી. તે પછી અમે કેપ ઉતારી પરંતુ મેનેજરે અમને કેપ પહેરવાની ફરજ પાડી જેનો મેં સીધો વિરોધ કર્યો હતો.”

    નોંધનીય રીતે યોગી યુથ બ્રિગેડ આર્મીને આ બાબતની જાણ થતાં તેમના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મેનેજર સહિત 3 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    હોબાળા બાદ મેનેજર સહીત 3 સામે ફરિયાદ નોંધાઈ

    આમ યોગી યુથ બ્રિગેડ આર્મીના કાર્યકર્તાઓ દ્વારા પીડિત હિંદુ યુવાનના સમર્થનમાં હોબાળો કરાયા બાદ સાથનિક પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.

    આ મામલામાં એસીપી સદર અર્ચના સિંહનું કહેવું છે કે તેમને ઘટનાની માહિતી મળી હતી. વી-બજાર મોલના મેનેજર સહિત ત્રણ લોકો પર પગાર વગર નોકરીમાંથી કાઢવા અને અભદ્ર વર્તન કર્યાનો આરોપ છે. પોલીસે મોલ મેનેજર સહિત 3 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં