Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકુશીનગરમાં દલિતોએ 'મકાન વેચાણ છે' ના પોસ્ટરો લગાવ્યા, કહ્યું: સરપંચના પતિ મહેફૂઝ...

    કુશીનગરમાં દલિતોએ ‘મકાન વેચાણ છે’ ના પોસ્ટરો લગાવ્યા, કહ્યું: સરપંચના પતિ મહેફૂઝ ખાનને એટલો ત્રાસ આપ્યો કે હવે સ્થાળાંતર કરવા મજબુર થયા છીએ

    ગ્રામજનો સાથે વાત કર્યા બાદ એડીએમ દેવીદયાલ વર્મા અને એએસપી રિતેશ કુમાર સિંહે વહીવટીતંત્રને પાણીની ટાંકી માટે કેટલીક અન્ય જમીનની ફાળવણી કરવાનો નિર્દેશ આપ્યા બાદ ગામલોકો શાંત થયા હતા.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કુશીનગરના રામકોલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સ્થિત સાફા દહૌર ટોલામાં ગામના મુસ્લિમ સરપંચના પતિના ત્રાસથી દલિત હિંદુઓ સ્થળાંતર કરવા મજબુર થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગામના હિંદુઓનું કહેવું છે કે તેઓને મુસ્લીમોના ત્રાસથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે. અંદાજે 20 ઘરોની બહાર ‘મકાન વેચવાનું છે’ના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. દલિત વસ્તીના લોકોનું કહેવું છે કે ગામના સરપંચના પતિ અને પ્રતિનિધિ મહફૂઝ ખાન તેમને પાણીની ટાંકીના નામે પરેશાન કરી રહ્યો છે. લોકો તેને “માથાભારે માણસ” કહી રહ્યા છે.

    મહફૂઝ ખાન પર આરોપ છે કે તે દલિતો હિંદુઓને ધમકી આપતો રહે છે. તેના ત્રાસથી કંટાળીને લોકોએ પોતાના મકાનો વેચવાનો નિર્ણય કર્યો છે. આ વસાહતમાં મોટાભાગના લોકો અનુસૂચિત જાતિ (SC)ના છે. પોસ્ટર ચોંટાડવાના સમાચાર મળ્યા બાદ પોલીસ પણ સોમવારે (5 સપ્ટેમ્બર, 2022) મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસકર્મીઓએ આ પોસ્ટરો ફાડી નાખ્યા હતા, પરંતુ લોકો હજુ પણ મકાન વેચવા માટે મક્કમ છે. ગ્રામજનોનું કહેવું છે કે હરિજનોની જમીનનો કબજો લઈને તેના પર પાણીની ટાંકી બનાવ્યા બાદ તેમણે ગામ છોડવું પડશે.

    દરમિયાન પોલીસ અધિકારીઓએ લોકોને સમજાવવાની ઘણી મથામણ કરી હતી. આ વિવાદ દલિત વસાહતના નામે રહેલી કપ્તાનગંજ તહસીલના સાફા દહૌર ટોલા ખાતેની જમીન નંબર 284ને લઈને છે. ઈશરત જહાં ગામની સરપંચ છે અને તેના પતિ અને પ્રતિનિધિ મેહફૂઝ ખાને આ જમીનનો કબજો લઈ લીધો છે અને અહીં પાણીની ટાંકી બનાવવાનો પ્રસ્તાવ પાસ કરાવી લીધો છે. વિરોધ કરવા પર તેણે દલિતો વિરુદ્ધ કેસ પણ નોંધાવ્યો હતો. મહેફૂઝ ખાન પર ગ્રામજનોને હેરાન કરવાનો પણ આરોપ છે.

    - Advertisement -

    મહેફૂઝ ખાનના વધતા જતા ત્રાસથી ગામના ત્રાહિત લોકોએ ગામમાંથી સામૂહિક સ્થળાંતરનો નિર્ણય લીધો હતો. ગ્રામજનો સાથે વાત કર્યા બાદ એડીએમ દેવીદયાલ વર્મા અને એએસપી રિતેશ કુમાર સિંહે વહીવટીતંત્રને પાણીની ટાંકી માટે કેટલીક અન્ય જમીનની ફાળવણી કરવાનો નિર્દેશ આપ્યા બાદ ગામલોકો શાંત થયા હતા. હાલ પાણીની ટાંકી માટે અન્ય કેટલીક સરકારી જમીનની શોધ ચાલી રહી છે. ‘મકાન વેચવાના છે’નું પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આ મામલાની નોંધ લીધી હતી .

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં