Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત સાથે હિમાચલમાં પણ ભગવો લહેરાવાના અણસાર, AAPનું ખાતું પણ ખૂલવું મુશ્કેલ:...

    ગુજરાત સાથે હિમાચલમાં પણ ભગવો લહેરાવાના અણસાર, AAPનું ખાતું પણ ખૂલવું મુશ્કેલ: MCDમાં ઝાડુ ચાલી શકે

    દિલ્હી MCDના પરિણામો 7 ડિસેમ્બરે જ્યારે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીનાં પરિણામો 8 ડિસેમ્બરે આવશે.

    - Advertisement -

    ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીના વાસ્તવિક પરિણામો 8મી ડિસેમ્બરે જાહેર થશે, પરંતુ તમામ એક્ઝિટ પોલમાં પીએમ નરેન્દ્ર મોદીના ગૃહ ગુજરાતમાં મોટી જીતની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હિમાચલ અને MCD એક્ઝિટ પોલ જોતા હિમાચલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ગાઢ મુકાબલો ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ભાજપ કોઈને કોઈ રીતે સરકાર બનાવતી જોવા મળી રહી છે. તો બીજી તરફ દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો હાથ ઉપર દેખાઈ રહ્યો છે. દિલ્હી MCDના પરિણામો 7 ડિસેમ્બરે જ્યારે ગુજરાત અને હિમાચલના પરિણામો 8 ડિસેમ્બરે આવશે. જાણીએ વિવિધ એજન્સીઓ મારફત થયેલા હિમાચલ અને MCD એક્ઝિટ પોલ શું કહે છે.

    હિમાચલ પ્રદેશ પર નજર કરીએ તો ઇન્ડિયા ટુડે-એક્સીસ ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ રાજ્યમાં કુલ 68 વિધાનસભા બેઠકોમાંથી 24થી 34 સીટો ભારતીય જનતા પાર્ટીને મળવાના અણસાર છે જયારે કોંગ્રેસને 30 થી 40 સીટો મળતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જયારે આમ આદમી પાર્ટી સાવ શૂન્ય પર જોવા મળી રહી છે, તો અન્યના ખાતે 4 થી 8 સીટો જવાનાં અનુમાન છે.

    TV9 મુજબ હિમાચલ પ્રદેશમાં ભાજપના ખાતે 33 સીટો જવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, તો કોંગ્રેસના ખાતે 31 સીટો જતી જોવા મળી રહી છે, આ પોલમાં પણ આમ આદમી પાર્ટીનું ખાતું પણ નથી ખુલી રહ્યું, જયારે અન્યના ભાગે 4 સીટો જવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

    - Advertisement -

    જનકી બાતના પોલ્સની જો વાત કરીએ તો ભાજપના ખાતે 33 સીટો જવાનું અનુમાન છે, કોંગ્રેસના ખાતે 31 તો હિમાચલની જનતા AAPને ખાતે 0 લખતી જોવા મળી રહી છે, જયારે અન્યને 2 થી 1 સીટો મળવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

    દિલ્હી MCDની ચૂંટણીની વાત કરવામાં આવે તો અહીં આમ આદમી પાર્ટીનું જોર જોવા મળી રહ્યું છે. દિલ્હી MCDમાં કુલ 250 સીટો પર મતદાન થયું હતું,

    ઇન્ડિયા ટુડે-એક્સીસ ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ દિલ્હી MCDમાં AAP આગળ ચાલી રહ્યું છ, જેમાં AAPના ખાતે 149 થી 171 સીટો જાય તેવો અંદાજ છે. જયારે ભાજપના ખાતે 69 થી 91 સીટો આવતી જોવા મળી રહી છે, તો કોંગ્રેસને 3 થી 7 સીટોમાં સંતોષ માનવો પડી શકે છે.

    TV9ના પોલ અનુસાર, તેમાં પણ AAP 145 સીટ સાથે લીડ કરી રહી છે. જ્યારે ભાજપના ખાતે 94 સીટો જતી જોવા મળી રહી છે તો કોંગ્રેસના ખાતે 8 અને અન્યને 3 સીટો મળે તેવી શક્યતાઓ છે.

    ગુજરાતમાં ફરીવાર ભાજપ સરકાર

    જો ગુજરાતની વાત કરીએ તો વિવિધ એજન્સીઓ-ચેનલોના એક્ઝિટ પોલ્સ મુજબ, ગુજરાતમાં સતત સાતમી વખત ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપ માત્ર સરકાર બનાવવા જઇ રહી છે એટલું જ નહીં પરંતુ પાર્ટીની બેઠકોમાં પણ 2017 કરતાં જંગી વધારો થશે તેમ જાણવા મળી રહ્યું છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ 77 બેઠકો જીતી હતી.

    ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ 127 બેઠકોનો છે, જે 2002માં પાર્ટીએ જીતી હતી. ત્યારબાદ પાર્ટી આ આંકડો પાર કરી શકી નથી. બીજી તરફ, રાજ્યનો પોતાનો રેકોર્ડ 149 બેઠકોનો છે, જે માધવસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટીએ મેળવી હતી. ભાજપ આ રેકોર્ડ તોડવાની નજીક જતી દેખાઈ રહી છે. જોકે, સાચું ચિત્ર તો આઠમી ડિસેમ્બરે જ સ્પષ્ટ થઇ શકશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં