Monday, May 6, 2024
More
    હોમપેજદેશરાજસ્થાનમાં પણ લાગશે હિજાબ પર પ્રતિબંધ?: હોબાળા બાદ શિક્ષણ મંત્રાલયે કરી લાલ...

    રાજસ્થાનમાં પણ લાગશે હિજાબ પર પ્રતિબંધ?: હોબાળા બાદ શિક્ષણ મંત્રાલયે કરી લાલ આંખ, મુસ્લિમ વિદ્યાર્થીનીઓ ઉતરી હતી રસ્તા પર

    વધતા હોબાળામાં લાગ જોઇને કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને પણ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બાલમુકુંદાચાર્યની વાતનો વિરોધ કર્યો હતો. તો બીજી તરફ કૃષિ મંત્રી કિરોડી લાલ મીણાએ પણ હિજાબના નામે કરવામાં આવેલા બખેડામાં લાલ આંખ કરી છે.

    - Advertisement -

    સોમવારથી (29 જાન્યુઆરી 2024) રાજસ્થાનમાં હિજાબ પર ધમાસાણ ચાલી રહ્યું છે. જયપુરની હવામહેલ સીટના ધારાસભ્ય બાલમુકુંદાચાર્યએ હિજાબ પર સવાલ ઉભા કર્યા બાદ આ આખો મામલો ગરમાયો છે. ભાજપના ધારાસભ્યના નિવેદન બાદ જયપુરની મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીનીઓએ સુભાષ ચોક પોલીસ સ્ટેશનને ઘેરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મુસ્લિમ આગેવાનો પણ જોડાયા હતા.

    બીજી તરફ વધતા હોબાળામાં લાગ જોઇને કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને પણ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બાલમુકુંદાચાર્યની વાતનો વિરોધ કર્યો હતો. તો બીજી તરફ કૃષિ મંત્રી કિરોડી લાલ મીણાએ પણ હિજાબના નામે કરવામાં આવેલા બખેડામાં લાલ આંખ કરી છે. તેમણે કહ્યું હતું કે, “હિજાબ ભારતીય સંસ્કૃતિમાં નથી. તેથી, શાળા હોય કે મદરેસા, હિજાબને ક્યાંય મંજૂરી ન આપવી જોઈએ.”

    કિરોડી લાલ મીણાએ બાલમુકુંદાચાર્યના તર્કને સમર્થન આપતા કહ્યું હતું કે, “હું આ વિષય પર મુખ્યમંત્રી ભજનલાલ સાથે વાત કરશે. તમામ શાળાઓમાં એક સમાન ગણવેશ હોવો જોઈએ. હિજાબનું સમર્થન કરનારા લોકો નથી ઈચ્છતા કે મુસ્લિમ મુદાયના બાળકો શિક્ષિત બને. મુસ્લિમોનો DNA પણ હિન્દુસ્તાની છે અને મુઘલ અક્રમનકારીઓ સાથે હિજાબ અને બુરખો ભારતમાં આવ્ય છે. હવે તો મુસ્લિમ દેશોમાં પણ અનેક જગ્યાએ હિજાબ પર પ્રતિબંધ છે.”

    - Advertisement -

    બીજી તરફ આ આખા મામલામાં હવે શિક્ષણ વિભાગ પણ એક્ટીવ થયું છે. રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે શિક્ષણ વિભાગ પાસે રીપોર્ટ માંગ્યો છે. આ રીપોર્ટમાં તેમણે કયા કયા રાજ્યોમાં હિજાબ પર પ્રતિબંધ છે તેના પર સંપૂર્ણ માહિતી માંગી છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર મદન દિલાવરે બપોર સુધીમાં આ રીપોર્ટ તૈયાર કરીને મોકલી આપવા નિર્દેશ આપ્યા છે.

    શું હતી આખી ઘટના?

    ગત 26 જાન્યુઆરીના રોજ જયપુરની હવામહેલ સીટના ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય ગંગાપોલ વિસ્તારમાં આવેલી સરકારી સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. આ દરમિયાન તેમણે જોયું કે શાળામાં વિદ્યાર્થીઓના બે અલગ અલગ જૂથ છે. જેમાંથી એક જૂથ શાળાના ગણવેશમાં હતો જયારે બીજું જૂથ હિજાબ પહેરેલો હતો. આ જોઇને તેમણે કહ્યું હતું કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ એક સમાન હોય છે તો તેમના ગણવેશ પણ સરખા હોવા જોઈએ. આ દરમિયાન ધ્વજ વંદનના કાર્યક્રમમાં તેમણે ‘ભારત માતાની જય’ના નારા પણ બોલાવ્યા હતા જે બાદ મુસ્લિમ વિદ્યાર્થીનીઓ એ તેમનો વિરોધ કર્યો હતો અને રાજસ્થાનમાં હિજાબ પર ધમાસાણ શરૂ થઈ ગયું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં