Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાજેને આતંકીઓ ગણાવતા હતા પયગંબર મોહમ્મદનો વંશજ, તે થયો ઇઝરાયેલી હુમલામાં ઠાર:...

    જેને આતંકીઓ ગણાવતા હતા પયગંબર મોહમ્મદનો વંશજ, તે થયો ઇઝરાયેલી હુમલામાં ઠાર: 20 દિવસ બાદ હિઝબુલ્લાહે કરી નસરલ્લાહના ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનના મોતની પુષ્ટિ

    આતંકી હાશેમ સફીદ્દીન પોતાને પયગંબર મોહમ્મદનો વંશજ ગણાવી રહ્યો હતો. તે હિઝબુલ્લાહના જેહાદ કાઉન્સિલનો સભ્ય પણ રહી ચૂક્યો છે. સફીદ્દીનની ગણતરી હિઝબુલ્લાહના ટોપ 3 કદાવર આતંકીઓમાં થતી હતી, તે ઘણા સમયથી ઇઝરાયેલી હુમલાથી બચવા માટે આમતેમ ભાગી રહ્યો હતો.

    - Advertisement -

    ઇઝરાયેલી સેનાની (Israeli Army) એરસ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહનો નવો ચીફ (Hezbollah Chief) હાશેમ સફીદ્દીન (Hashem Safieddine) ઠાર થયો છે. આ બાબતની પુષ્ટિ હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવી છે. નસરલ્લાહના (Nasrallah) મોત બાદ આતંકી સંગઠન હિઝબુલ્લાહની કમાન હાશેમ સફીદ્દીનને સોંપવામાં આવી હતી. થોડા દિવસો પહેલાં ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે, આતંકી સંગઠનનો નવો ચીફ પણ ઠાર મરાયો છે. પરંતુ, લેબાનાન અને હિઝબુલ્લાહ તે વાતને નકારી રહ્યા હતા, જ્યારે હવે ખુદ હિઝબુલ્લાહે પુષ્ટિ કરી છે કે, તેનો નવો ચીફ ઇઝરાયેલી હુમલામાં માર્યો ગયો છે.

    માહિતી અનુસાર, હિઝબુલ્લાહે એક નિવેદનમાં કહ્યું છે કે, હિઝબુલ્લાહનો નવો ચીફ સફીદ્દીન ઇઝરાયેલી એરસ્ટ્રાઈકમાં (Israeli Airstrike) માર્યો ગયો છે. CNNના રિપોર્ટ અનુસાર, આતંકી સંગઠન હિઝબુલ્લાહે હજુ સુધી તેના મોતની તારીખ જાહેર નથી કરી, પરંતુ આતંકી સંગઠને પુષ્ટિ જરૂર કરી છે કે, તેનો નવો ચીફ પણ ઇઝરાયેલી હુમલામાં માર્યો ગયો છે. અહીં નોંધવા જેવું છે કે, ઇઝરાયેલી સેનાએ આ પહેલાં આતંકી હાશેમ સફીદ્દીનના મોતનો દાવો કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, લગભગ 20 દિવસ પહેલાં ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે, હિઝબુલ્લાહનો નવો ચીફ ઇઝરાયેલી એરસ્ટ્રાઈકમાં ઠાર થયો છે. ધ ટાઈમ્સ ઑફ ઇઝરાયેલ અનુસાર, IDFએ હુમલા દરમિયાન હિઝબુલ્લાહના ગુપ્ત મુખ્યાલયના કમાન્ડર હુસૈન અલી હાજીમાની સાથે સફીદ્દીનને પણ ફૂંકી પણ માર્યો હતો. સફીદ્દીનને વર્ષ 2017માં અમેરિકા દ્વારા આતંકી ઘોષિત કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સાથે પણ નોંધવા જેવું છે કે, આતંકી હાશેમ સફીદ્દીન પોતાને પયગંબર મોહમ્મદનો વંશજ ગણાવી રહ્યો હતો. તે હિઝબુલ્લાહના જેહાદ કાઉન્સિલનો સભ્ય પણ રહી ચૂક્યો છે. સફીદ્દીનની ગણતરી હિઝબુલ્લાહના ટોપ 3 કદાવર આતંકીઓમાં થતી હતી, તે ઘણા સમયથી ઇઝરાયેલી હુમલાથી બચવા માટે આમતેમ ભાગી રહ્યો હતો અને નવી સુરક્ષિત જગ્યાઓ પણ શોધી રહ્યો હતો. પરંતુ આખરે ઇઝરાયેલી સેનાએ તેને ઠાર મારી દીધો છે.

    2017માં હાશેમ સફીદ્દીને ઇઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ છેડ્યા બાદ અમેરિકાએ તેને આતંકી ઘોષિત કરી દીધો હતો. 2017માં તેણે પોતાના આતંકી સંગઠનના કમાન્ડરોને કહ્યું હતું કે, ‘દુશ્મનોને રડવા માટે મજબૂર કરી દો.’ જોકે, હવે ઇઝરાયેલી સેનાએ તેને ઠાર મારીને તેના સંગઠનને રડવા માટે મજબૂર કરી દીધું છે. જોકે, શરૂઆતમાં હિઝબુલ્લાહે ઇઝરાયેલી સેનાનો દાવો સ્વીકારવાથી ઇનકાર કરી દીધો હતો, પરંતુ હવે તેના મોતની પુષ્ટિ આતંકી સંગઠને પોતે જ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં