Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘બળાત્કાર થયાના કોઈ મેડિકલ પુરાવા નહીં’: 3 આરોપીઓને મુક્ત કરતાં હાથરસ કોર્ટે...

    ‘બળાત્કાર થયાના કોઈ મેડિકલ પુરાવા નહીં’: 3 આરોપીઓને મુક્ત કરતાં હાથરસ કોર્ટે કહ્યું- પીડિતાને નિવેદનો બદલવા માટે કહેવામાં આવ્યું હોય શકે

    કોર્ટે પોતાના 167 પાનાંના ચુકાદામાં નોંધ્યું છે કે તપાસ દરમિયાન પીડિતા સાથે ક્યાંય પણ ગેંગરેપ થયા હોવાના કોઈ મેડિકલ પુરાવાઓ મળ્યા ન હતા. તેમજ પોલીસ સામે નોંધાવેલા પ્રાથમિક નિવેદનમાં પણ પીડિતાએ પોતાની સાથે ગેંગરેપ થયો હોવાનું કહ્યું ન હતું. 

    - Advertisement -

    તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસ ખાતેના કથિત ગેંગરેપ અને હત્યા કેસ મામલે સ્પેશિયલ કોર્ટે કુલ ચારમાંથી ત્રણ આરોપીઓને દોષમુક્ત ઠેરવ્યા હતા અને એક આરોપીને બિનઈરાદાપૂર્વક હત્યા અને ST-SC એક્ટની કલમ હેઠળ દોષી ઠેરવ્યો હતો. સાથે કોર્ટે નોંધ્યું હતું કે પીડિતા સાથે કોઈ બળાત્કાર થયો ન હતો. હવે કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે. 

    હાથરસની સ્પેશિયલ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો, જેમાં એકેય આરોપીને ગેંગરેપના ગુના હેઠળ સજા કરવામાં આવી નથી અને માત્ર એક આરોપી સંદીપ સિસોદિયાને આઇપીસીની કલમ 304 હેઠળ બિનઈરાદાપૂર્વકની હત્યા હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો છે. બાકીના તમામ આરોપીઓને નિર્દોષ ઠેરવવામાં આવ્યા છે. 

    હાથરસ કેસ મામલે કોર્ટે પોતાના 167 પાનાંના ચુકાદામાં નોંધ્યું છે કે તપાસ દરમિયાન પીડિતા સાથે ક્યાંય પણ ગેંગરેપ થયા હોવાના કોઈ મેડિકલ પુરાવાઓ મળ્યા ન હતા. તેમજ પોલીસ સામે નોંધાવેલા પ્રાથમિક નિવેદનમાં પણ પીડિતાએ પોતાની સાથે ગેંગરેપ થયો હોવાનું કહ્યું ન હતું. 

    - Advertisement -

    પોલીસ રેકોર્ડ અને સાક્ષીઓનાં નિવેદનોના આધારે કોર્ટે નોંધ્યું કે ઘટનાના દિવસે પોલીસ મથકે પીડિતાએ કે તેની માતાએ સામુહિક બળાત્કાર થયો હોવાની વાત કહી ન હતી. તેમજ તે સમયે પીડિતા પૂરેપૂરા ભાનમાં હતી. જ્યાંથી હોસ્પિટલ લઇ જવામાં આવી ત્યાં પણ પત્રકારે તેને પૂછતાં પીડિતાએ માત્ર સંદીપનું જ નામ લીધું હતું અને બળાત્કારનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. 

    ઘટનાના 8 દિવસ બાદ 22 સપ્ટેમ્બરે અલીગઢની હોસ્પિટલમાં પીડિતાએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવતાં સામુહિક બળાત્કારની વાત કહી હતી અને અન્ય ત્રણ આરોપીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ અન્ય એક પોલીસ અધિકારી સમક્ષ પીડિતાએ સંદીપે દુપટ્ટાથી ગળું દબાવવાની અને અન્ય ત્રણ આરોપીઓએ ઘસડીને ખેતરમાં લઇ જવાની વાત કહી હતી પરંતુ બળાત્કાર વિશે જણાવ્યું ન હતું. 

    કોર્ટે આ તથ્યોનું અવલોકન કરીને નોંધ્યું કે ઘટના બન્યા બાદ રાજનીતિક સ્વરૂપ લઇ ચૂકી હતી અને પીડિત પરિવારને મળવા માટે ઘણા લોકો આવતા હતા. આ સંજોગોમાં એ સંભાવના નકારી શકાય નહીં કે પીડિતાને પરિજનો કે અન્ય લોકો દ્વારા નિવેદન બદલવા માટે કહેવામાં આવ્યું હતું અને જેના કારણે તેને 8 દિવસ બાદ સંદીપ સિવાય બાકીના ત્રણ આરોપીઓનું નામ લઈને બળાત્કારની વાત કહી હતી. 

    પરંતુ કોર્ટે નોંધ્યું કે મેડિકલ પરીક્ષણમાં ક્યાંય બળાત્કાર થયો હોવાના પુરાવા મળ્યા નથી. પરંતુ સંદીપે દુપટ્ટાથી ગળામાં ખેંચવાના કારણે પીડિતા બેભાન થઇ ગઈ હતી અને ત્યારબાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું. સાથે એ પણ કહ્યું કે પીડિતા 8 દિવસ સુધી વાતચીત કરતી રહી જેથી એવું પણ ન કહી શકાય કે આરોપીનો આશય પીડિતાની હત્યાનો જ હતો. જેથી તે આઇપીસીની કલમ 304 (બિનઈરાદાપૂર્વકની હત્યા) હેઠળ દોષી પુરવાર થાય છે, નહીં કે IPC કલમ 302(હત્યા) હેઠળ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં