Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટપૂજા સમજી લગ્ન કર્યા તે મહિલા નીકળી 'હસીના બાનો', 12 વર્ષના પુત્રનું...

  પૂજા સમજી લગ્ન કર્યા તે મહિલા નીકળી ‘હસીના બાનો’, 12 વર્ષના પુત્રનું સુન્નત કરી ધર્માંતરણ કર્યું, હવે પતિને ધર્મ બદલવા દબાણ: ‘સર તનસે જુદા’ કરવાની ધમકી આપી

  ઉત્તર પ્રદેશના એક યુવકને લગ્નના લગભગ એક દાયકા બાદ ખબર પડી કે તેની પત્નીનું નામ પૂજા નહીં પરંતુ હસીના બાનો છે. આ અંગે હાલમાં આ યુવક અત્યંત ભયમાં જીવી રહ્યો હોવાનું પણ જાણમાં આવ્યું છે.

  - Advertisement -

  ઉત્તર પ્રદેશના અયોધ્યાથી બળજબરીથી ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. અહીં શાહનવાઝપુર હલકરાના ગામડાના રહેવાસી જગબીર કોરીએ 12 વર્ષ પહેલા પૂજા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ હવે ખુલાસો થયો છે કે તેનું સાચું નામ હસીના બાનો છે, હસીના બાનોએ ધર્મ છુપાવી લગ્ન તો કર્યા, પણ હવે 12 વર્ષે પતિને ધર્મ બદલવા દબાણ કરી રહી છે. ખુલાસો થયા બાદ પીડિત યુવકને ઈસ્લામ ન સ્વીકારવા બદલ સર તનસે જુદા કરવાની ધમકીઓ પણ મળી રહી છે. પીડીતે વરિષ્ઠ પોલીસ અધિક્ષક અને પોલીસ મહાનિરીક્ષકને ફરિયાદ કરી હતી. કાર્યવાહી ન કરવા બદલ તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ન્યાયની અપીલ કરી છે.

  અહેવાલો અનુસાર અયોધ્યાના રહેવાસી જગબીર કોરીના સંબંધીને 12 વર્ષ પહેલા રેલ્વે સ્ટેશન પર એક યુવતી રડતી જોવા મળી હતી. તે યુવતીએ પોતાનું નામ પૂજા જણાવ્યું હતું. જે બાદ પરિવારે તેના લગ્ન જગબીર કોરી સાથે કરાવ્યા હતા. 9 વર્ષ સુધી બધું બરાબર હતું, પરંતુ આટલા વર્ષો પછી તેને ખબર પડી કે તે જેને પોતાની હિંદુ પત્ની સમજીને સાથે રહી રહ્યો હતો તે વાસ્તવમાં પૂજા નહી પણ હસીના બાનો છે.

  યુવતીના સંબંધી તરીકે આવેલા રાજુએ જગબીર કોરીના પરિવારમાં પ્રવેશ કર્યો ત્યારે આ વાત બહાર આવી હતી. થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું, પણ પછી ખબર પડી કે પોતાને ઠાકુર કહેતો રાજુ હિંદુ નહીં પણ મુસ્લિમ છે અને તેનું સાચું નામ નિસાર છે.

  - Advertisement -

  આ પછી અચાનક યુવતીના અમ્મી અને અબ્બુ પણ જગબીરના ઘરે આવ્યા અને તેઓએ ધીમે ધીમે તેના પર ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. પણ જયારે તેણે ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કર્યો તો તેઓએ “સર તનસે જુદા” કરી નાખવાની ધમકી પણ આપી.

  અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર વિરોધ કરવા પર મુસ્લિમ પત્નીના પક્ષના તમામ લોકો હુમલાખોર બની ગયા હતા અને તેને ગાળો પણ આપી હતી. તેઓએ તેને કહ્યું કે તેની જમીન અને ઘર વેચી દો અને તમામ પૈસા તેની પુત્રીને આપી દો અને તેની સાથે મોકલો, નહીં તો તેના ધર્મના લોકો તેનું (જગબીર કોરી) સર કલમ કરી નાંખશે. આ પછી તમામ લોકોએ તેની પાસેથી કિંમતી સામાન, બેંકના કાગળો વગેરે છીનવી લીધા હતા.

  પત્નીના મુસ્લિમ પરિવારના જતારહ્યાં બાદ જગબીર કોરીએ ઘરમાં રાખેલા બોક્સની તલાશી લીધી તો તેમાંથી જૂના કાગળો મળી આવ્યા હતા. આ મળી આવેલા કાગળોમાં તેની પત્નીનું નામ પૂજા નહી પરંતુ હસીના બાનો, પુત્રી અમાનતુલ્લા નિવાસી બુધનપુર જિલ્લા આઝમગઢ લખવામાં આવ્યું હતું.

  જગબીર કોરીના કહેવા પ્રમાણે, તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેઓએ બળજબરીથી તેના પુત્રને ઇસ્લામ કબૂલ કરવા અને તેની સુન્નત કરાવી દીધી હતી. હવે પૂજા ઉર્ફે હસીના બાનોના પરિવારજનો જગબીર કોરીને સતત હેરાન કરી રહ્યા છે, જેની જગબીરે પોલીસમાં ફરિયાદ કરી છે. હાલમાં જ નિસાર ઉર્ફે રાજુની પોલીસે ઘર્ષણ બાદ ધરપકડ કરી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં