Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજાવેદે હિંદુ યુવતીનું કરાવ્યું ધર્માંતરણ, નિકાહ બાદ પિતાને નોટિસ મોકલાવી: કાઝી સહિત...

    જાવેદે હિંદુ યુવતીનું કરાવ્યું ધર્માંતરણ, નિકાહ બાદ પિતાને નોટિસ મોકલાવી: કાઝી સહિત 9 સામે FIR

    હરિયાણા પોલીસે ધર્મ પરિવર્તન અધિનિયમની કલમ હેઠળ કેસ દાખલ કર્યો, હજુ સુધી કોઈ ધરપકડ નહીં.

    - Advertisement -

    હરિયાણા સ્થિત ફરીદાબાદમાંથી એક ધર્માંતરણ કરાવવાનો મામલો સામે આવ્યો છે. અહીં એક હિંદુ યુવતીને ઇસ્લામ કબૂલ કરાવ્યા બાદ નિકાહ કરાવી દેવામાં આવ્યા હતા. આરોપીનું નામ જાવેદ છે. યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે જાવેદ સહિત કુલ 9 આરોપીઓ સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઘટનામાં એક કાઝી પણ સામેલ છે. 

    યુવતીના પિતાએ ગત શુક્રવાર (2 ડિસેમ્બર 2022)ના રોજ ફરીદાબાદના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મામલાની FIR નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. પીડિતાના પિતા અનુસાર, તેમની 22 વર્ષીય યુવતી HDFC બેન્કમાં નોકરી કરે છે. એક વર્ષ પહેલાં આરોપી તેની અમ્મી, અબ્બા અને ભાઈ સાથે તેના ઘરે આવ્યો હતો અને તેમને તેમની પુત્રીના લગ્ન તેની સાથે કરાવવા માટે કહ્યું હતું. 

    ફરિયાદમાં આગળ જણાવવામાં આવ્યું કે, પીડિતે લગ્ન કરવાનો ઈનકાર કરીને પોતાને હિંદુ ગણાવ્યા તો આરોપીના પરિજનો નારાજ થઇ ગયા હતા. ત્યારબાદ તેઓ ‘લગ્ન માટે યુવતીના પિતાની મંજૂરી તેમના માટે જરૂરી નથી’ તેમ કહીને જતા રહ્યા હતા. પીડિતાના પિતાએ ત્યારબાદ તેમની પુત્રીને સમજાવી હતી, પણ તે ચૂપ રહી હતી. ફરિયાદમાં આગળ જણાવ્યું કે, 28 નવેમ્બર 2022ના રોજ તેની પુત્રીની બેન્કથી ફોન આવ્યો કે તે ઓફિસ પહોંચી ન હતી. 

    - Advertisement -

    આગળ પીડિત પિતાએ જણાવ્યું કે, ત્યારબાદ તેમણે તેમની પુત્રીને શોધવાનું શરૂ કર્યું હતું તો ખબર પડી કે તેણે જાવેદ સાથે નિકાહ કરી લીધાં છે. નિકાહ બાદ તેણે ફરીદાબાદ કોર્ટમાં જ પોતાના જ પિતા સામે પ્રોટેક્શન પિટિશન દાખલ કરી દીધી હતી. જેની નોટિસ બાદ પિતાને ખબર પડી હતી કે તેમની પુત્રીએ ધર્મ બદલી નાંખ્યો છે. તેમણે કહ્યું કે, આ હરિયાણા સરકારના નિયમો વિરુદ્ધ છે. 

    પીડિતાના પિતાએ જાવેદના કૃત્યને કાયદાકીય રીતે ખોટાં ગણાવ્યાં છે. આ ફરિયાદમાં તેમણે નિકાહની સાક્ષી યુવતી, બીજા સાક્ષી ઈર્શાદ, કાઝી અબ્દુલ સઝાન, નિકાહની નોટરી કરનાર ઈશ્વર પ્રસાદ, જાવેદના અબ્બા લિયાકત, જાવેદના ભાઈ ફિરોઝ અને તેની અમ્મીને પણ આરોપી બનાવ્યાં છે. તેમણે આ તમામને જાવેદ અને તેમની પુત્રીના ગુનામાં સરખા ભાગીદાર ગણાવ્યા છે. 

    પીડિતે ફરિયાદમાં એમ પણ જણાવ્યું કે, વર્તમાન સમયમાં મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ યુવતીઓને લવજેહાદની જાળમાં ફસાવવામાં આવી રહી છે. તેમણે તમામ 9 આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. 

    ધર્માંતરણ અને નિકાહ મામલેની ફરિયાદને આધારે પોલીસે હરિયાણા ધર્મ પરિવર્તન નિવારણ અધિનિયમ 2022ની કલમ 12 (1), 12 (5) હેઠળ FIR દાખલ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં