Thursday, May 16, 2024
More
    હોમપેજદેશગૌરક્ષક બિટ્ટુ બજરંગીને આખરે જામીન…. 14 દિવસ બાદ મળી રાહત: નૂંહ હિંસા...

    ગૌરક્ષક બિટ્ટુ બજરંગીને આખરે જામીન…. 14 દિવસ બાદ મળી રાહત: નૂંહ હિંસા બાદ થઇ હતી ધરપકડ

    બિટ્ટુ પર હથિયાર આંચકી લેવાનો અને પોલીસ સાથે ઝપાઝપીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બિટ્ટુ બજરંગી સામે નૂંહ જિલ્લાનાં ASP ઉષા કુંડુની ફરિયાદના આધારે દાખલ થયેલી FIR બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    - Advertisement -

    હરિયાણાના નૂંહમાં હિંસા ફાટી નીકળ્યાના થોડા દિવસો બાદ પકડાયેલા ગૌરક્ષક બિટ્ટુ બજરંગી ઉર્ફે રાજકુમારને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. તેમણે રજૂ કરેલી જામીન અરજી પર બુધવારે (30 ઓગસ્ટ, 2023) નૂંહ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. દલીલો સાંભળીને કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા હતા. 

    બિટ્ટુ બજરંગીની ધરપકડ ગત 15 ઓગસ્ટ, 2023ના રોજ કરવામાં આવી હતી. તેમને ફરીદાબાદ સ્થિત તેમના ઘરેથી પકડવામાં આવ્યા હતા અને ત્યારબાદ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી કોર્ટમાં રજૂ કરતાં તેમને જામીન આપી દેવામાં આવ્યા હતા. તેમની ધરપકડ નૂંહ જળાભિષેક યાત્રા દરમિયાન કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા મામલે કરવામાં આવી હતી. 

    બિટ્ટુ બજરંગીના વકીલે કોર્ટમાં દલીલ કરતાં કહ્યું કે, આ કેસ બનાવી કાઢવામાં આવ્યો છે કારણ કે FIR હિંસાના 15 દિવસ બાદ દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ તરફથી સરકારી વકીલે જામીનનો વિરોધ કર્યો હતો, પરંતુ બિટ્ટુના વકીલની દલીલો સાંભળ્યા બાદ જામીન મંજૂર કર્યા હતા. હાલ બિટ્ટુ બજરંગી ફરીદાબાદની જેલમાં બંધ છે. તેમના વકીલે કહ્યું કે, કોર્ટના આદેશની નકલ મળ્યા બાદ તેમને બહાર લાવવાની પ્રક્રિયા જલ્દીથી જ પૂરી કરવામાં આવશે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ફરીદાબાદ અને નૂંહની પોલીસે બિટ્ટુ બજરંગીની બે અલગ-અલગ કેસમાં ધરપકડ કરી હતી. ફરીદાબાદ પોલીસે તેમને એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે પકડ્યા હતા તો નૂંહ પોલીસે ASP સાથે ઘર્ષણના આરોપમાં ધરપકડ કરી હતી. પછીથી હરિયાણાનાં ADG લૉ એન્ડ ઓર્ડર મમતા સિંહે જણાવ્યું હતું કે, બિટ્ટુ પર હથિયાર આંચકી લેવાનો અને પોલીસ સાથે ઝપાઝપીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. બિટ્ટુ બજરંગી સામે નૂંહ જિલ્લાનાં ASP ઉષા કુંડુની ફરિયાદના આધારે દાખલ થયેલી FIR બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    નૂંહ હિંસાની વાત કરવામાં આવે તો હરિયાણાના મેવાત પ્રાંતમાં આવેલા આ નગરમાં ગત 31 જુલાઈ, 2023ના રોજ મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. જેમાં કુલ 6 લોકોનાં મોત થયાં હતાં. શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા લઈને જતા હિંદુઓ પર મુસ્લિમ ટોળાંએ હુમલો કરી દીધો હતો. આ મામલે હરિયાણા પોલીસે અનેક FIR દાખલ કરીને સેંકડો આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. નૂંહ હિંસા મામલે ઑપઇન્ડિયાનું વિસ્તૃત કવરેજ અહીંથી વાંચી શકાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં