Sunday, September 8, 2024
More
    હોમપેજદેશડ્રોનથી રખાશે નજર, મંદિર પાસેના પહાડ પર પોલીસ જવાનો રહેશે ખડેપગે: નૂહમાં...

    ડ્રોનથી રખાશે નજર, મંદિર પાસેના પહાડ પર પોલીસ જવાનો રહેશે ખડેપગે: નૂહમાં ભારે સુરક્ષા વચ્ચે યોજાશે બ્રિજમંડલ જળાભિષેક યાત્રા, 2023માં થઈ હતી ઇસ્લામી હિંસા

    નૂહમાં બ્રિજમંડલ જળાભિષેક યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસને પૂરતી તૈયારીઓ કરી લીધી છે. પોલીસે એક એડવાઈઝરી જાહેર કરીને યાત્રા માટે બનાવેલા કેટલાક નિયમો જણાવ્યા છે.

    - Advertisement -

    આગામી 22 જુલાઈના રોજ હરિયાણાના નૂહમાં બ્રિજમંડલ જળાભિષેક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે થયેલી હિંદુવિરોધી હિંસાના કારણે આ વખતે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. આખી યાત્રાનું ડ્રોન કેમેરા વડે વિડીયો શૂટિંગ કરવામાં આવશે. જે નલ્હડ મંદિરના પહાડો પરથી હિંદુઓ અને પોલીસ પર પથ્થરો અને ગોળીઓ ચલાવવામાં આવ્યાં હતાં ત્યાં પણ પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. યાત્રાના રૂટમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

    મળતી માહિતી અનુસાર, નૂહમાં બ્રિજમંડલ જળાભિષેક યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસને પૂરતી તૈયારીઓ કરી લીધી છે. પોલીસે એક એડવાઈઝરી જાહેર કરીને યાત્રા માટે બનાવેલા કેટલાક નિયમો જણાવ્યા છે. કોઈ યાત્રામાં હથિયાર કે વાંધાજનક વસ્તુ લઈને ન આવે તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે. એક હજારથી વધુ પોલીસ જવાનો આ આખી યાત્રા પર બાજ નજર રાખશે. ગયા વર્ષે જે પહાડ પરથી હિંદુઓ પર ગોળીઓ ચલાવવામાં આવી હતી ત્યાં પણ હથિયારધારી પોલીસ જવાનો તહેનાત કરવામા આવશે. બીજી તરફ થોડા દિવસ પહેલાંથી જ શહેરમાં આવતાં વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

    1600 પોલીસ જવાન તૈનાત, ડ્રોનથી રાખવામાં આવશે નજર

    આ મામલે નૂહ પોલીસના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, “યાત્રાના દિવસે લગભગ 1600થી વધુ પોલીસ જવાન ખડકી દેવામાં આવશે. ત્રણથી વધુ ડ્રોન દ્વારા આખી યાત્રા પર નજર રાખવામાં આવશે, સાથે જ યાત્રાનું વિડીયો શૂટિંગ પણ કરવામાં આવશે. ઈમરજન્સીમાં રેપિડ એક્શન ફોર્સ (RAF) અને ઈન્ડિયન રિઝર્વ બટાલિયન (IRB)ની કંપની પણ તહેનાત કરી દેવામાં આવશે. સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મંદિરો તેમજ સંવેદનશીલ સ્થળોનું નિરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. મંદિર સમિતિઓ તેમજ મુસ્લિમ સમુદાયની શાંતિ સમિતિ સાથે ચર્ચાઓ કરી લેવામાં આવી છે.”

    - Advertisement -

    અધિકારીએ જણાવ્યું હતું કે, “ઉપમંડલ અને જિલ્લા સ્તરે શાંતિ સમિતિની બેઠકો બોલાવવામાં આવી છે. મુસ્લિમ અને હિંદુ સમુદાયના લોકોને તેમાં બોલાવવામાં આવશે. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેવો અમારો પ્રયત્ન છે. સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગયા વર્ષની જેમ જો કોઈએ શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. લગતા-વળગતા તમામ લોકોને દિશાનિર્દેશ આપી દેવામાં આવ્યા છે.”

    બાળકો અને મહિલાઓને યાત્રામાં ન જોડાવા સૂચન

    સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર સુરક્ષાને ધ્યાને રાખીને આ વખતે યાત્રામાં લાઠી-ડંડા લઇ જવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ મહિલાઓ અને બાળકોને યાત્રામાં ન જોડાવા સૂચન પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવ્યું છે. આખી યાત્રાને સંતોની આગેવાનીમાં કાઢવામાં આવશે. યાત્રા માટે હરિદ્વારથી ગંગાજળ લાવવામાં આવ્યું છે. હરિયાણાના સોનીપતથી યાત્રાની શરૂઆત થશે અને નલ્હડ મહાદેવ મંદિરમાં જળાભિષેક સાથે યાત્રા સંપન્ન થશે. આ આખી યાત્રા દરમિયાન ડીજેની અનુમતિ નથી આપવામાં આવી. પોલીસની એક ટીમ સતત સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરતી રહેશે.

    નૂહમાં હિંદુ ભક્તો પર ઇસ્લામી ભીડે કર્યો હતો હુમલો

    અહીં ઉલ્લેખનિયા છે કે 31 જુલાઈ, 2023ના રોજ હરિયાણાના મેવાતના નૂહ જિલ્લામાં હિંદુ સંગઠનોએ શ્રાવણના પવિત્ર સોમવારે બ્રિજમંડલ જળાભિષેક યાત્રાનું આયોજન કર્યું હતું. પરંતુ યાત્રા થોડી જ આગળ વધી ત્યાં મુસ્લિમ વિસ્તારમાં યાત્રા પર હુમલો કરી દેવામાં આવ્યો અને પથ્થરો ફેંકાયા હતા. ત્યારબાદ વાહનોમાં આગચંપી કરવામાં આવી અને મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. ઇસ્લામી કટ્ટરપંથીઓએ પવિત્ર નલ્હડ મંદિરને ત્રણ બાજુથી ઘેરી લીધું અને ગોળીબાર કર્યો હતો. જેના કારણે 1500થી વધુ હિંદુઓ મંદિરમાં ફસાયા હતા. જોકે, પછીથી તેમને સુરક્ષિત બચાવી લેવાયા હતા. આ આખી ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં