Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફેસબુક પર ‘સંદીપ’ બનીને મિત્રતા કરી, લગ્ન કર્યા બાદ ત્રાસ ગુજાર્યો: હિંદુ...

    ફેસબુક પર ‘સંદીપ’ બનીને મિત્રતા કરી, લગ્ન કર્યા બાદ ત્રાસ ગુજાર્યો: હિંદુ યુવતીની ફરિયાદ બાદ સમીર અહમદની ધરપકડ

    બંને ચાર વર્ષ સુધી દિલ્હીમાં સાથે રહ્યા બાદ એક વર્ષ પહેલાં કોમલને જાણવા મળ્યું કે તેની સાથે છેતરપિંડી થઇ છે અને તેનો પતિ મુસ્લિમ છે.

    - Advertisement -

    હરિયાણામાં એક લવજેહાદ અને બ્લેકમેલિંગનો મામલો સામે આવ્યો છે. અહીં સમીર નામના ઈસમે હિંદુ યુવતી સાથે ઓળખ છુપાવીને સબંધો બાંધ્યા બાદ લગ્ન કરી પ્રતાડિત કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 

    મામલાની વધુ વિગતો એવી છે કે, પાંચ વર્ષ પહેલાં હરિયાણાના યમુનાનગરમાં રહેતી કોમલ શર્માનો પરિચય ફેસબુક ઉપર સંદીપ નામના એક વ્યક્તિ સાથે થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સબંધો બંધાયા અને લગ્ન પણ કરી લીધાં હતાં. બંને આગ્રા સહિતનાં સ્થળોએ ફરવા પણ ગયાં હતાં. 

    આ બંને ચાર વર્ષ સુધી દિલ્હીમાં સાથે રહ્યા બાદ એક વર્ષ પહેલાં કોમલને જાણવા મળ્યું કે તેની સાથે છેતરપિંડી થઇ છે અને તેનો પતિ મુસ્લિમ છે. ત્યારબાદ તે યમુનાનગર જઈને રહેવા માંડી હતી. 

    - Advertisement -

    ત્યારબાદ ગત સોમવારે એક મહિલા શામલીની કલેક્ટર કચેરીએ પહોંચીને ડીએમને ફરિયાદનો પત્ર આપ્યો હતો, જેમાં મહિલાએ પોતાનું નામ લક્ષ્મી ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેની નણંદ કોમલ શર્મા સાથે સમીર અહમદે પાંચ વર્ષ પહેલાં ફેસબુક પર મિત્રતા કરી હતી અને ત્યારબાદ પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી લીધાં હતાં.  દરમ્યાન, સમીરે અનેક વખત તેનો ગર્ભપાત કરાવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. 

    તેણે એમ પણ જણાવ્યું હતું કે, બંને 4 વર્ષ સુધી દિલ્હીમાં રહ્યા બાદ એક વર્ષ પહેલાં સમીરે કોમલને તરછોડી દીધી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સમીરે કોમલ  પાસેથી પૈસા પણ પડાવ્યા હતા. તેણે પત્રમાં જણાવ્યું હતું કે, સમીરના ત્રાસના કારણે કોમલે આત્મહત્યા કરી લીધી હતી અને સ્યુસાઇડ નોટ પણ લખી હતી. 

    મહિલાએ આરોપ લગાવતાં કહ્યું હતું કે, આરોપીને આ કાર્યવાહી કરવાની તૈયારી અંગે જાણ થતાં તેણે તેના ભાઈના વોટ્સએપથી ધમકીભર્યા મેસેજો પણ મોકલવાના શરૂ કરી દીધા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે, સમીર કોમલ પાસે એક લાખ રૂપિયાની માંગ કરી રહ્યો હતો અને ન આપવા પર બ્લેકમેલ કરી રહ્યો હતો. 

    જોકે, હરિયાણામાં બનેલા આ લવજેહાદ કેસ પોલીસે આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, કોમલ શર્મા જીવિત છે અને તે જ લક્ષ્મી બનીને પોલીસ સમક્ષ પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લઇ ગુરુવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં