Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખાપ નેતાઓ અગ્નિપથ યોજના માટે અરજી કરનારાઓનો સામાજિક બહિષ્કાર કરવાની ધમકી આપે...

    ખાપ નેતાઓ અગ્નિપથ યોજના માટે અરજી કરનારાઓનો સામાજિક બહિષ્કાર કરવાની ધમકી આપે છે, જ્યારે મુસ્લિમ સંગઠન કાનપુરમાં મસ્જિદોને તેનો પ્રચાર કરવા કહે છે

    અગ્નિપથ યોજનાનો હરિયાણાની ખાપ પંચાયતો વિરોધ કરીને તેનો બહિષ્કાર કરવાનું કહી રહી છે તો કાનપુરના મુસ્લિમો અને મસ્જીદો આ યોજનાનો લાભ લેવાની અપીલ કરી રહ્યા છે.

    - Advertisement -

    કેન્દ્રની અગ્નિપથ યોજના સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે, હરિયાણામાં કેટલીક ખાપ પંચાયતો દ્વારા આ યોજના માટે અરજી કરનારા તમામનો સામાજિક બહિષ્કાર કરવાની હાકલ કરવામાં આવી હતી. ખાપ પંચાયતના નેતાઓએ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી-જનનાયક જનતા પાર્ટીના ગઠબંધનના રાજકારણીઓ અને યોજનાને ટેકો આપનારા કોર્પોરેટ ગૃહોના બહિષ્કારની પણ જાહેરાત કરી હતી.

    અહેવાલો અનુસાર, હરિયાણાના રોહતક જિલ્લામાં ખાપ પંચાયતના નેતાઓ અને અન્ય સમુદાયના નેતાઓની એક બેઠક થઈ હતી. આ બેઠકમાં હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને કેટલાક વિદ્યાર્થી સંગઠનોના નેતાઓએ પણ ભાગ લીધો હતો.

    આ મીટીંગના અધ્યક્ષ ઓમ પ્રકાશ ધનકરે ખાપ પંચાયત વતી જણાવ્યું કે જે સમાજના લોકો આ યોજના માટે અરજી કરવાનો પ્રયાસ કરશે તેઓને સામાજિક રીતે અલગ રાખવામાં આવશે અને હરિયાણામાં કેટલીક ખાપ પંચાયતો દ્વારા તેમનો બહિષ્કાર કરવામાં આવશે. “અમે આ યોજનાનો બહિષ્કાર કરી રહ્યા છીએ જે ઇચ્છે છે કે યુવાનોને અગ્નિવીર હોવાના નામે મજૂર તરીકે રાખવામાં આવે”, અધ્યક્ષે ઉમેર્યું.

    - Advertisement -

    નેતાઓએ લોકોને ભાજપ અને જનનાયક જનતા પાર્ટીના નેતાઓ અને તે કોર્પોરેટ ગૃહો કે જેમણે આ યોજનાને સમર્થન આપ્યું છે તેનો વિરોધ કરવા પણ અપીલ કરી હતી. વેદાંતના અનિલ અગ્રવાલ, આનંદ મહિન્દ્રા, હર્ષ ગોએન્કા, ડૉ. સંગીતા રેડ્ડી, કિરણ મઝુમદાર-શો, ટાટા, અને સંજીવ બિખચંદાની સહિતના કોર્પોરેટ ઉદ્યોગપતિઓએ આ યોજનાને સમર્થન આપ્યું તેના એક દિવસ પછીની વાત છે. ઉદ્યોગપતિઓએ અગ્નિવીર યોજનામાં તેમના 4 વર્ષના કાર્યકાળ પછી યુવા પ્રશિક્ષિત અને કુશળ પુરુષો અને સ્ત્રીઓ માટે નોકરીની તકો ખોલવાનું વચન આપ્યું હતું.

    અગ્નિપથ યોજના માટે અરજી કરનારા યુવાનોથી સમુદાય પોતાનું અંતર રાખશે તેવો પુનરોચ્ચાર કરતાં, ધનકરે ઉમેર્યું હતું કે કેન્દ્રએ આ યોજના પાછી લેવી જોઈએ. તેમણે નૂપુર શર્મા વિવાદ પછી ગલ્ફ દેશોમાં ભારતીય ઉત્પાદનોના બહિષ્કારના અહેવાલોને પણ ટાંક્યા અને લોકોને વિનંતી કરી કે તે જ રીતે અગ્નિપથ યોજનાને ટેકો આપતી કોર્પોરેટ કંપનીઓ પાસેથી રૂ. 10,000 થી વધુની કોઈપણ પ્રોડક્ટ ન ખરીદે.

    એ નોંધવું અગત્યનું છે કે અગ્નિપથ યોજનાનો વિરોધ કરવાનો અમુક ખાપ પંચાયતનો નિર્ણય મુસ્લિમ સમુદાયના પ્રતિસાદથી વિપરીત આવે છે અને કેટલાક મુસ્લિમ સંગઠનોએ કેન્દ્રીય યોજનાને લોકપ્રિય બનાવવાનો નિર્ણય લીધો છે. અહેવાલોમાં ઉલ્લેખ છે કે કાનપુરમાં એસોસિએશન ઑફ મુસ્લિમ પ્રોફેશનલ્સ (એએમપી) એ મુસ્લિમ યુવાનોને આ યોજના હેઠળ લશ્કરી સેવાઓમાં જોડાવા માટે અરજી કરવાની અપીલ કરી છે. સંગઠને શહેરની મસ્જિદોના ઈમામોને શુક્રવારના ખુત્બા (ઉપદેશ) દરમિયાન કેન્દ્રીય યોજનાને લોકપ્રિય બનાવવા માટે પણ વિનંતી કરી છે.

    કેન્દ્ર દ્વારા આ મહિનાની શરૂઆતમાં આર્મી, નેવી અને એરફોર્સમાં ભરતી માટે 14 જૂને અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી હતી. પસંદ કરાયેલા અરજદારોને અગ્નિવીર કહેવામાં આવશે અને તેમને સંબંધિત સેવા અધિનિયમો હેઠળ ચાર વર્ષ માટે નોંધણી કરવામાં આવશે. રોજગારના પ્રથમ વર્ષમાં અગ્નિવીરનો માસિક પગાર રૂ. 30,000 હશે, જેમાંથી રૂ. 21,000 હાથમાં હશે અને રૂ. 9,000 સરકારના સમાન યોગદાન સાથે કોર્પસમાં જશે. બીજા, ત્રીજા અને ચોથા વર્ષમાં માસિક પગાર અનુક્રમે રૂ. 33,000, રૂ. 36,500 અને રૂ. 40,000 હશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં