Monday, October 7, 2024
More
    હોમપેજદેશહરિયાણાના ગુરૂગ્રામમાં મજાર ભડકે બળી, રાત્રે અજાણ્યા લોકોએ આગ ચાંપી હોવાનો દાવો:...

    હરિયાણાના ગુરૂગ્રામમાં મજાર ભડકે બળી, રાત્રે અજાણ્યા લોકોએ આગ ચાંપી હોવાનો દાવો: રખેવાળ ઘસીતે રામની ફરિયાદ બાદ ગુનો નોંધાયો

    આ મામલે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા લોકો સામે IPCની કલમ 34, 153A, 188 અને 436 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

    - Advertisement -

    હરિયાણાના ગુરૂગ્રામમાં એક મજાર સળગાવાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. રવિ-સોમની રાત્રે અમુક અજાણ્યા શખ્સોએ મજારને આગ ચાંપી દીધી હતી. જેને લઈને FIR પણ દાખલ કરવામાં આવી હોવાનું મીડિયા અહેવાલો પરથી જાણવા મળ્યું છે. 

    આ ઘટના ગુરૂગ્રામના ખાંડસા ગામમાં બની છે. મજારની સારસંભાળ રાખતા ઘસીતે રામે આ મામલે સેક્ટર 37 પોલીસ મથકે એક ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું કે, મધ્ય રાત્રે તેને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે અજાણ્યા લોકોએ મજારને આગને હવાલે કરી દીધી છે, ત્યારબાદ તેણે પહોંચીને સ્થાનિક લોકોની મદદથી આગ ઓલવી હતી. 

    ફરિયાદમાં ઘસીતે રામે જણાવ્યું કે, તે મૂળ ઉત્તર પ્રદેશના બારાબંકીનો વતની છે. રવિવારે રાત્રે સાડા આઠ વાગ્યે તે મજારથી ઘરે જવા માટે નીકળી ગયો હતો. રાત્રે લગભગ દોઢેક વાગ્યે મજાર નજીક રહેતા લોકોમાંથી કોઈએ ફોન કરીને તેને જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા લોકોએ મજારમાં આગ લગાડવી દીધી છે. 

    - Advertisement -

    આગળ દાવો કરતાં ઉમેર્યું કે, ત્યારબાદ સ્થાનિકોની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ફરિયાદમાં તેણે જણાવ્યું કે, “જ્યારે હું ત્યાં ગયો તો મેં જોયું કે મજારની અંદર રાખેલો સામાન સળગી ગયો હતો. મને જણાવવામાં આવ્યું કે, 5-6 યુવાનો ત્યાં ભેગા થયા હતા અને મજારને આગ હવાલે કરી દીધી હતી. આ ઘટનાથી લોકોની લાગણીઓ દુભાઈ છે અને ‘તોફાનો થઇ શકે છે.’ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.” 

    ઘસીતે રામ અનુસાર, આ પીરબાબાની મજાર દાયકાઓ જૂની છે અને તમામ ગામલોકો અહીં આવે છે. કોઈ બહારના લોકોએ આગ લગાડી દીધી હોવાની આશંકા તેણે વ્યક્ત કરી હતી. આ મામલે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા લોકો સામે IPCની કલમ 34, 153A, 188 અને 436 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ અનુસાર, તેઓ આરોપીઓની ઓળખ કરી રહ્યા છે અને ઓળખ થઇ ગયા બાદ શોધીને ધરપકડ કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે હરિયાણાના ગુરૂગ્રામ નજીક આવેલા નૂંહમાં સોમવારે (31 જુલાઈ, 2023) હિંદુઓની ધાર્મિક યાત્રા પર ઇસ્લામી ટોળાંએ હુમલો કરી દીધા બાદ મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. જે મામલે અનેક FIR દાખલ કરીને સેંકડો તોફાનીઓની ધરપકડ કરી લેવામાં આવી છે તો બીજી તરફ તોફાનીઓનાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર પણ ચલાવવામાં આવી રહ્યાં છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં