Monday, July 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'આ સતયુગની શરૂઆત છે': ગુરુગ્રામના એક કેફેની બહાર દર મંગળવારે યુવાનો કરે...

  ‘આ સતયુગની શરૂઆત છે’: ગુરુગ્રામના એક કેફેની બહાર દર મંગળવારે યુવાનો કરે છે હનુમાન ચાલીસાના પાઠ, ટ્વીટર પર વિડીયો વાયરલ થતાં જ લોકોએ આપી પ્રતિક્રિયા

  નોંધનીય છે કે સોશિયલ મીડિયાના સમયમાં પણ હનુમાન ચાલીસા પ્રત્યે લોકોનો ભાવ અકબંધ રહ્યો છે. તાજેતરમાં જાણવા મળ્યું હતું કે, યુ-ટ્યુબ ઉપર ગુલશન કુમારની T-સિરીઝની હનુમાન ચાલીસા 3 બિલિયનથી વધુ વખત જોવામાં આવી છે.

  - Advertisement -

  આધુનિક યુગની આ ભાગદોડ ભરેલી જીંદગીમાં લોકો એટલા વ્યસ્ત થઈ ચુક્યા છે કે તેમનું ધ્યાન અધ્યાત્મ તરફ ઘટતું જઈ રહ્યું છે. ખાસ કરીને આજની યુવા પેઢી અધ્યાત્મથી અળગી દેખાઈ રહી છે. પરંતુ ક્યારેક તેવી ઘટનાઓ ધ્યાન પર આવી જતી હોય છે જે ઉપરોક્ત બાબતે ફરી એક વાર વિચારવા ચોક્કસ મજબુર કરી દે, આવી જ એક ઘટના હરિયાણાથી (Haryana) સામે આવી છે, જ્યાં કેટલાક યુવાનો ભેગા મળીને ગુરુગ્રામના (Gurugram) એક કેફેની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરે છે. અને તે પણ સંગીતના તાલથી તાલ મેળવીને.

  ન્યુઝ એજેન્સી ANI એ ગુરુગ્રામના કેફેની હનુમાન ચાલીસાના પાઠ વાળો વિડીયો તેના આધિકારિક ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવાનો ગીટાર, ઢોલક સહિતના સંગીતના વાજિંત્રો વગાડીને તાલબધ્ધ રીતે હનુમાન ચાલીસાનો (Hanuman Chalisa) પાઠ કરી રહ્યાં છે. આટલું જ નહી તેમને હનુમાન ચાલીસા કરતા જોઇને કેટલાક રાહદારીઓ પણ ઉભા રહીને તેમનો વિડીયો ઉતારતા કે પછી તેમની સાથે તાળીઓના તાલ પુરાવી હનુમાન ચાલીસા કરતા નજરે પડી રહ્યાં છે.

  ANI દ્વારા આજે સવારે (22 માર્ચ 2023) 8 વાગીને 34 મીનીટે અપલોડ કરવામાં આવેલો આ વિડીયો જોત જોતામાં વાયરલ થઈ ગયો હતો. આ વિડીયો પર આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં 571.K વ્યુ આવ્યાં છે, જયારે 5 હજારથી વધુ વખત રીટ્વીટ થયેલા આ વિડીયો પર 23 હજારથી વધુ લાઈક આવી ચુકી છે. કેટલાક લોકોએ આ વિડીયોના કમેન્ટ સેક્સનમાં પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી. જે અમે અહી ટાંકી રહ્યાં છીએ.

  - Advertisement -

  હનુમાન ચાલીસના આ વિડીયો પર અંજલી લાઈવ ટ્રેડીંગ પરથી કમેંટ કરવામાં આવી હતી કે, “પીવા અને બોલીવુડના મુર્ખામી ભર્યા ગીતો ગાવાના બદલે તેઓ હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યાં છે. આ ખરેખર સતયુગની શરૂઆત છે.”

  અન્ય એક અભિનવ ખરે નામના યુઝરે ખરા અર્થમાં ભારતીય યુવકો કેટલા અધ્યાત્મિક હોય અને તેમાં તેમના માતાપિતાનું યોગદાન શું હોય તે સંદર્ભમાં લખ્યું કે, “આ છે ભારતીય યુવા, આમને સનાતની સંસ્કાર આપી શકનાર સદાચારી માતાપિતાને નમન છે. આ ખરેખર ‘કુલ’ છે.”

  તો સ્કીન ડૉક્ટર નામના એક આઈડી પરથી સોશિયલ મીડિયામાં સનાતનનો વિરોધ કરનારા લોકો પર વ્યંગ કરતા લખ્યું કે, “અદ્ભુત ઉર્જા છે, હનુમાન ચાલીસા સાંભળીને સામાન્ય જીવનમાંથી ભૂત-પિસાચ ભાગી જાય છે. પણ પછી તે સોશિયલ મીડિયામાં પ્રગટ થઈ જાય છે. આજે તે ભૂત પ્રેત મોટી સંખ્યામાં વિચલિત થઈ જશે. હશે, તમામને વિક્રમ સંવંત 2080ની મંગળ કામનાઓ, જય હનુમાનજી”

  આવીજ એક કમેંટ સૌરભ લક્ષ્મણપૂરી નામના હેન્ડલ પરથી કરવામાં આવી હતી. જેમાં તેઓ કહે છે કે, “આનંદ જ આનંદ, જયારે લોકો પ્રભુનું નામ લેવા ભેગા થાય છે, તે અદ્ભુત દ્રશ્ય હિય છે. આ વિડીયોમાં તો દુર દુર સુધી ભૂત-પિસાચ નજરે નહી પડે, પણ કેટલાક નકારાત્મક ટીપ્પણીઓ જરુરુથી કરશે ટ્વીટર પર.

  તો અન્ય એક પ્રકાશ નામના યુઝરે ભારતના સનાતન મૂળને ઉલ્લેખીને લખ્યું કે, “મારો દેશ ફરી એક વાર તેના મૂળ તરફ આગળ વધી રહ્યો છે, જય શ્રી રામ.”

  નોંધનીય છે કે સોશિયલ મીડિયાના સમયમાં પણ હનુમાન ચાલીસા પ્રત્યે લોકોનો ભાવ અકબંધ રહ્યો છે. તાજેતરમાં જાણવા મળ્યું હતું કે, યુ-ટ્યુબ ઉપર ગુલશન કુમારની T-સિરીઝની હનુમાન ચાલીસા 3 બિલિયનથી વધુ વખત જોવામાં આવી છે, જેની સાથે તે યુ-ટ્યુબ પર સૌથી વધુ જોવાયેલો વિડીયો બન્યો હતો. જગવિખ્યાત મ્યુઝીક કંપની T-seriesના આધિકારિક ટ્વીટર હેન્ડલ પરથી આ માહિતી આપવામાં આવી હતી. આ વિડીયો 10 મે 2011ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. 9 મિનીટ 14 સેકન્ડના આ વિડીયોમાં તુલસીદાસ રચિત સંપૂર્ણ હનુમાન ચાલીસા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં