Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટહનુમાનજી ચારધામ પ્રોજેકટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ મોરબી ખાતે 108 ફૂટ ઊંચી...

  હનુમાનજી ચારધામ પ્રોજેકટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ મોરબી ખાતે 108 ફૂટ ઊંચી હનુમાનજી ની મુર્તિનું કર્યું અનાવરણ

  ગુજરાતના મોરબી ખાતે ચારધામ હનુમાન પ્રોજેક્ટ હેઠળ હનુમાનજીની વિશાળ પ્રતિમાનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. સમગ્ર ભારતમાં હનુમાનજીની આ પ્રકારની આ ફક્ત બીજી પ્રતિમા છે.

  - Advertisement -

  મોરબી: ભગવાન હનુમાન શક્તિ અને સમર્પણના પ્રતિક છે. હનુમાનજીનું ભગવાન રામ પ્રત્યેનો સમર્પણ ભાવ અદ્ભુત હતો માટે જ આપણે ત્યાં સમર્પિત વ્યક્તિને હનુમાનનું તરીકે સંબોધવામાં આવે છે. આજે હનુમાન જયંતી છે, આખા દેશમાં હનુમાન ભક્તો શ્રધ્ધા પૂર્વક ઉત્સવ માનવી રહ્યા છે. આજના શુભદિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબી ખાતે 108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું છે. આ પ્રતિમા મોરબી ખાતે આવેલ પરમ પૂજ્ય કેશવાનંદજીના આશ્રમ ખાતે ત્રણ વર્ષના સખત પરિશ્રમ બાદ બનાવાઇ છે. આ પ્રતિમા હનુમાનજી ચારધામ પ્રોજેકટનો હિસ્સો છે.

  શું છે હનુમાનજી ચારધામ પ્રોજેકટ?

  આ પ્રોજેકટનો હેતુ ભારત દેશની ચારેય દિશામાં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવી જેમાં ઇ.સ.2010માં હિમાચલમાં શિમલા ખાતે પહેલી પ્રતિમા બનાવવામાં આવી હતી. જેનું અનાવરણ રાજ્યના મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધુમાલ અને ફિલ્મ સ્ટાર અભિષેક બચ્ચને કર્યું હતું. આજે મોરબી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે અનાવરણ કરાયું તે બીજી પ્રતિમા હતી. આમ ઉત્તર અને પશ્ચિમની પ્રતિમાઓ ભક્તો માટે ખૂલી મુકાઇ છે. હવે દક્ષિણના રામેશ્વર ખાતે ત્રીજી અને બંગાળ ખાતે ચૌથી પ્રતિમા બનવાના કામો શરૂ થઈ ગયા છે.

  - Advertisement -
  હનુમાનજી ચારધામ પ્રોજેકટનો નક્શો.

  કોણ બનાવી રહ્યું છે આ હનુમાનજી ચારધામ પ્રોજેકટ?

  નિખિલ નંદા જેઓ મોટા ઉધોગપતિ છે. તેમણે તેમના પિતાના નામે એક ટ્રસ્ટ શરૂ કર્યું છે જેનું નામ છે ‘શ્રી હરેશ ચંદર નંદા એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ’ આ ટ્રસ્ટ દ્વારા હનુમાનજી ચારધામ પ્રોજેકટ થઈ રહ્યો છે. નિખિલ નંદાએ આ પ્રોજેકટ માટે એક રૂપિયાની મદદ બહારથી લીધી નથી. તેમનું માનવું છે કે “હું આજે જે પણ કઈ છું તે હનુમાનજીના કારણે છું. હનુમાનજીની પ્રેરણાના કારણે જ મને જીવનમાં સફળતા મળી છે મને જેવી પ્રેરણા મળી તે પ્રેરણા વધુને વધુ ભારતીયોને મળે તેના માટે આ પ્રોજેકટનો વિચાર આવ્યો.” વધુમાં તેઓ કહે છે કે “દરેક ભારતીય રાષ્ટ્ર પ્રથમની ભાવનાવાળો હોવો જોઈએ, ચારધામ પ્રોજેકટ દેશને જોડવાનું કામ કરશે.”

  હનુમાનજી ચારધામ પ્રોજેકટના સ્થાપક અને એચસી નંદા ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી નિખિલ નંદા.

  અનાવરણ વખતે નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

  પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે કહ્યું કે “હનુમાન પોતાની શક્તિ અને સેવાભાવથી બધાને જોડે છે, દરેક વ્યક્તિ હનુમાનજી પાસેથી પ્રેરણા મેળવે છે. હનુમાનજી તે શક્તિ અને બળ છે જેને સમસ્ત વનબંધુ અને આદિવાસીઓને માન સન્માન અપાવ્યું છે માટે હનુમાનજી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સમાન છે.”

  108 ફૂટ ઊંચી હનુમાનજી ની પ્રતિમાનું અનાવરણ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

  આજે ખોખરાધામમાં કનકેશ્વરી દેવીના વ્યાસાપીઠ પર ચાલતી રામકથાનો છેલ્લો દિવસ હતી આ કથાશ્રવણનો લાભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌશાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા લીધો છે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય, ગુજરાત સરકારના મંત્રી પ્રદીપભાઈ પરમાર, કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સંસદ તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં