Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબુરહાનપુરની દરગાહ-એ-હકીમીમાં મળી આવેલી હનુમાનજીની પ્રતિમાની હિંદુ સમાજે પૂજા કરતા ફરિયાદ દાખલ,...

    બુરહાનપુરની દરગાહ-એ-હકીમીમાં મળી આવેલી હનુમાનજીની પ્રતિમાની હિંદુ સમાજે પૂજા કરતા ફરિયાદ દાખલ, વર્ષ 1912ના નકશામાં આ સ્થળે મંદિર હોવાનો દાવો

    આ ઘટના બાદ હનુમાન ભક્ત મહેશ ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું કે જ્યારે અમે આ મંદિર વિશે માહિતી મેળવવા ગયા ત્યારે અમને 1912નો નકશો મળ્યો, જેમાં લગભગ 4 એકરમાં હનુમાન મંદિર અને મોટા શિવાલય હોવાનો ઉલ્લેખ છે .

    - Advertisement -

    દેશમાં છેલ્લા કેટલાક સમયથી ઇસ્લામી બાંધકામોમાંથી કે તેના નજીકથી હિંદુ મંદિર કે તેના અવશેષો મળી આવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, તેમાં પણ જ્ઞાનવાપીનો વિવાદ આખા દેશમાં ચર્ચાયો હતો, તેવામાં મધ્યપ્રદેશના બુરહાનપુરની બુરહાનપુરની દરગાહ-એ-હકીમીમાં હનુમાનજીની પ્રતિમા મળી આવતા એક નવો વિવાદ સર્જાયો છે. સ્થાનિક હિંદુ સમાજે તે સ્થળે મંદિર હોવાનો દાવો પણ કર્યો છે.

    મળતા અહેવાલો મુજબ બુરહાનપુરની દરગાહ-એ-હકીમીમાં હનુમાનજીની પ્રતિમા મળી આવી છે, જે બાદ સ્થાનિક હિંદુ સંગઠનો અને હિંદુ સમાજે ત્યાં પૂજા વિધિ કરતા દરગાહ સંચાલકો અને મુસ્લિમોએ તેનો વિરોધ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જે સ્થળે હનુમાનજીની પ્રતિમા મળી આવી છે તે આખી જમીન વર્ષ 1986માં દરગાહ પ્ર્શાશને ખરીદી લીધી હતી. જયારે હિંદુ સમાજનો આરોપ છે કે 1912ના નકશામાં આ સ્થળે શિવાલય અને હનુમાન મંદિર હતું, અને આ 4 એકર સિવાયની જગ્યા જ દરગાહ માટે વહેંચવામાં આવી છે.

    અહેવાલોમાં જાણવામાં આવ્યું છે તે પ્રમાણે જે સમયે આ જમીન દરગાહ સંચાલકોને વહેંચવામાં આવી હતી ત્યારે મંદિર વળી 4 એકર જમીન તેનાથી અલગ રાખવામાં આવી હતી અને તે સિવાયની જમીન દરગાહ સંચાલકોને આપવામાં આવી હતી, અને મંદિરના સ્થળે હિન્દુઓને પૂજા કરવા માટેની છૂટ આપવામાં આવી હતી, પણ ધીરે ધીરે મંદિર વાળી જમીન પણ દરગાહમાં ભેળવી દેવામાં આવી છે. તેવામાં આ સ્થળેથી હનુમાનજીની પ્રતિમા મળી આવતા હિંદુ સંગઠનોએ તે સ્થળે પૂજા અર્ચના કરવા માટે ત્યાં લાગેલા ગેટની બહાર 4 કલાક જેટલી રાહ જોઈ હતી, પરંતુ દરગાહ સંચાલકો દ્વારા કોઈ પ્રતિક્રિયા ન અપાતા તેમણે દરવાજો ઓળંગીને હનુમાનજીની પૂજા કરી હતી.

    - Advertisement -

    હનુમાનજીની પૂજા બદલ પોલીસ ફરિયાદ

    હિંદુ સંગઠનોની આ પ્રક્રિયાથી દરગાહ સંચાલકોએ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી, અને હિંદુ સંગઠનોએ દરગાહ પરિસરમાં તોડફોડ કરી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કર્યો હતો. જેને લઈને સ્થાનિક પોલીસે હિંદુ સંગઠનોના કેટલાક કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ નોંધ્યા હતા. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે જ્યાં વિવાદ થયો હતો તે જગ્યાએ કેળાનો પાક લગાવવામાં આવ્યો હતો. હોબાળાના કારણે પાકને ઘણું નુકસાન થયું છે.

    1912ના નકશામાં આ સ્થળે હનુમાન મંદિર હોવાનો ઉલ્લેખ

    આ ઘટના બાદ હનુમાન ભક્ત મહેશ ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું કે જ્યારે અમે આ મંદિર વિશે માહિતી મેળવવા ગયા ત્યારે અમને 1912નો નકશો મળ્યો, જેમાં લગભગ 4 એકરમાં હનુમાન મંદિર અને મોટા શિવાલય હોવાનો ઉલ્લેખ છે . જ્યારે વડીલો સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી તો તેઓએ કહ્યું કે કદાચ તે મંદિર દરગાહની પાછળના ખેતરમાં જોવા મળશે. જ્યારે અમે અહીં પહોંચ્યા તો અમને હનુમાનજીની મૂર્તિ ગંદકીમાં જોવા મળી. તે પછી અમને સંપૂર્ણ ખાતરી હતી કે નકશો ખોટો નથી અને આ અધિકૃત બાબત છે.

    100 એકરમાં ફેલાયેલું છે દરગાહ પરિસર

    વાસ્તવમાં વ્હોરા સમુદાયની દરગાહ-એ-હકીમી અને ઈચ્છેશ્વર મંદિર ટ્રસ્ટ વચ્ચે અતિક્રમણનો વિવાદ પહેલેથી જ કોર્ટમાં ચાલી રહ્યો છે. બીજી તરફ દરગાહ-એ-હકીમી દ્વારા ખરીદાયેલી જમીનને લઈને વધુ એક વિવાદ ઉભો થયો છે. હિન્દુ સંગઠન દરગાહે ખરીદેલી 100 એકર જમીન સિવાયના આ 4 એકરના ખેતરમાં શિવાલય અને હનુમાન મંદિર હોવાની વાત કરી રહ્યું છે. હિંદુ સંગઠનોનો આરોપ છે કે અતિક્રમણ કરીને મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું.

    જે દરગાહને લઈને વિવાદ થયો છે તે દરગાહ 100 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે. દરગાહ મેનેજમેન્ટે આરોપ લગાવ્યો હતો કે જ્યાં વિવાદ થયો હતો તે ખેતરમાં કેળાનો પાક પણ રોપવામાં આવ્યો હતો. હોબાળાને લઈને કેળાનો પાક બગડી ગયો હતો. જે જમીન પર મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે 4 એકર જમીન સિવાયની જમીન વર્ષ 1986માં દરગાહ પ્ર્શાશને વહેંચવામાં આવી હોવાનો હિંદુ સમુદાયનો આક્ષેપ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં