Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદમાં કમોસમી વરસાદ અને વાવાજોડા સાથે કરા પડ્યા, 4 કલાકમાં 72.6MM વરસાદ:...

  અમદાવાદમાં કમોસમી વરસાદ અને વાવાજોડા સાથે કરા પડ્યા, 4 કલાકમાં 72.6MM વરસાદ: IMD એ વધુ 3 દિવસની ચેતવણી જારી કરી

  રવિવારે ટવીનસીટી અમદાવાદ અને ગાંધીનગરમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ અને સૌથી વધુ તાપમાન બંને રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જેમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી ઊંચકાયો હતો.

  - Advertisement -

  ગુજરાતના અમદાવાદમાં રવિવારે સાંજે ભયંકર કરા અને ભારે વરસાદથી ભયાનક દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે શહેરના કેટલાક ભાગોમાં નાના-મોટા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ અચાનક આવેલા પ્રલયથી બેચેન ક્રિકેટ ચાહકો, જેઓ આઈપીએલ ફાઈનલના સાક્ષી બનવા માટે દૂર-દૂરથી પ્રવાસ કરીને આવ્યા હતા, ફ્લડલાઈટની નીચે રાહ જોતા, મેચ આગળ વધે તેવી પ્રાર્થના કરતા હતા. વાવાઝોડું, જોરદાર પવન સાથે, લગભગ 6:30 વાગ્યે શરૂ થયું અને શહેરમાં 2 કલાકથી વધુ સમય સુધી અવિરતપણે ત્રાટક્યું હતું. રાતના સાડા 8 વાગ્યા સુધી પણ આ આ વાવાજોડું થોભવાનું નામ નહોતું લઇ રહ્યું.

  રવિવારે ટવીનસીટી અમદાવાદ અને ગાંધીનગરમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ અને સૌથી વધુ તાપમાન બંને રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જેમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી ઊંચકાયો હતો.

  ભારતીય હવામાન વિભાગ (IMD) એ આવનારા ત્રણ દિવસની ચેતવણી જારી કરી છે, જેમાં રહેવાસીઓને ‘વીજળી સાથે આછું વાવાઝોડું અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે (ઝાંખવાળા) પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા રાખવાની ચેતવણી આપી છે.’

  - Advertisement -

  સાંજે 7 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અનુસાર, રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી શહેરમાં સરેરાશ 41.10 mm (1.72 ઇંચ) વરસાદ નોંધાયો હતો. ફાયર વિભાગે વૃક્ષો ધરાશાયી થવાના આઠ બનાવો અને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે કાર ફસાઈ જવાના કેટલાક બનાવો નોંધ્યા હતા.

  અમદાવાદમાં રવિવારે સાંજે ઘણા વિસ્તારોમાં પણ અતિવૃષ્ટિનો અનુભવ થયો હતો, જેમાં ધાબા પર મોટા કદના કરા પડ્યા હતા, જેના કારણે રહેવાસીઓને તેમની સપ્તાહાંતની યોજનાઓ પર પુનર્વિચાર કરવાની ફરજ પડી હતી. જેઓ પહેલાથી જ રસ્તા પર હતા તેમને અવિરત ધોધમાર વરસાદથી આશ્રય શોધવા માટે રખડવું પડ્યું હતું. આ અણધાર્યા કમોસમી વરસાદે આ વર્ષે ગુજરાતના ઉનાળાને અસરકારક રીતે કાપી નાખ્યો છે.

  વરસાદની આગાહી વચ્ચે પણ ગરમીમાં નહીં મળે રાહત

  વાવાઝોડાં અને વરસાદની આગાહી હોવા છતાં, IMD એ વધતા તાપમાનમાંથી કોઈ રાહતની આગાહી કરી નથી. સોમવારના હવામાનની શરૂઆત 42 ડિગ્રી સેલ્સિયસથી થવાની ધારણા છે, સંભવિત રીતે સાંજે હળવા વાવાઝોડા સાથે દિવસ પૂરો થશે.

  IMDની ચેતવણી ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ અને સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ચોક્કસ જિલ્લાઓને લાગુ પડે છે. IMD એ પણ મજબૂત સપાટીના પવનની ચેતવણી આપી છે, જે સમગ્ર ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેવાની શક્યતા છે.

  આજે રમાશે IPL ફાઇનલ મેચ

  ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની IPL 2023ની ફાઇનલ ભારે વરસાદને કારણે મુલતવી રાખવામાં આવી છે અને હવે તે સોમવારે (29 મે) ના રોજ રમાશે, જે અનામત દિવસ છે. Weather.com પર ઉપલબ્ધ ડેટા દ્વારા જોઈએ તો, અનામત દિવસે વરસાદની આગાહી કરવામાં આવી નથી પરંતુ 10-15 કિમી/કલાકની વચ્ચે પવનની ઝડપ સાથે વાતાવરણ વાદળછાયું રહેવાની ધારણા છે.

  જો CSK ફાઈનલ જીતવામાં સફળ થાય છે, તો તે તેનું પાંચમું IPL ટાઈટલ હશે. બીજી તરફ ગુજરાતની નજર પોતાની ચેમ્પિયનશિપને સફળતાપૂર્વક બચાવવા પર રહેશે. જેના પર સૌની નજર હશે એ ખેલાડી શુભમન ગિલ છે, જેણે ત્રણ સદી અને ચાર અડધી સદી ફટકારી છે અને તે છેલ્લી મેચમાં પણ પોતાનું આ પરફોર્મન્સ ટકાવી રાખવા મહેનત કરશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં